National Herald Case: ઈડીના સવાલ સોનિયાના જવાબ, રાહુલ કરતા સોનિયા ગાંધીએ વધુ સારી રીતે EDના દરેક સવાલોના આપ્યા જવાબો

|

Jul 22, 2022 | 3:58 PM

National Herald અખબાર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં EDએ ગુરુવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની બે કલાક સુધી પૂછપરછ કરી હતી. તેના વિરોધમાં કોંગ્રેસે પણ દેશભરમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું.

National Herald Case: ઈડીના સવાલ સોનિયાના જવાબ, રાહુલ કરતા સોનિયા ગાંધીએ વધુ સારી રીતે EDના દરેક સવાલોના આપ્યા જવાબો
Sonia Gandhi - Rahul Gandhi

Follow us on

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)ની પણ નેશનલ હેરાલ્ડ કેસ (National Herald Case)માં શુક્રવારે ED દ્વારા બે કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. સોમવારે ED એ ફરી તેમની પૂછપરછ કરશે. રાહુલ ગાંધી (Rahul Gandhi) EDના સવાલોના જવાબ આપવામાં અટવાયા હતા, પરંતુ સોનિયા ગાંધી ઈડીના સવાલોના ઘેરામાં આવ્યા ન હતા. મળતી માહિતી મુજબ પૂછપરછ દરમિયાન સોનિયા ગાંધીનો અનુભવ સ્પષ્ટ જોવા મળ્યો હતો. સોનિયા ગાંધીએ રાહુલ કરતા વધુ સારી રીતે EDના સવાલોના જવાબ આપ્યા હતા.

EDએ નેશનલ હેરાલ્ડ અખબાર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ગુરુવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની બે કલાક સુધી પૂછપરછ કરી હતી. તેના વિરોધમાં કોંગ્રેસે પણ દેશભરમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું અને પાર્ટીના નેતાઓએ ધરપકડ વહોરી હતી. સોનિયા ગાંધીને 25 જુલાઈએ ફરી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોવિડ સંક્રમણમાંથી સાજા થયેલા સોનિયા ગાંધી(75) ની લગભગ બે કલાક સુધી પૂછપરછ ચાલી હતી અને તેમની વિનંતી પર પૂછપરછ સત્રને સમાપ્ત કરવામાં આવ્યું હતું. જોકે કોંગ્રેસના નેતા જયરામ રમેશે દાવો કર્યો હતો કે EDએ સોનિયા ગાંધીને કહ્યું હતું કે તેમની પાસે હવે વધુ કોઈ સવાલો નથી તેઓ જઈ શકે છે.

સોનિયાએ 27 પ્રશ્નોના આપ્યા જવાબ

તપાસ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ અધ્યક્ષે 27 સવાલોના જવાબ આપ્યા. ત્યારબાદ તેણે અધિકારીઓને કહ્યું કે તેને ઘરે જઈ દવાઓ લેવાની જરૂર છે. ત્યારબાદ એજન્સીએ પૂછપરછ સમાપ્ત કરવાની મંજૂરી આપી હતી. ED ઓફિસમાંથી બહાર નીકળતી વખતે કોંગ્રેસ અધ્યક્ષને 26 જુલાઈએ હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. જો કે, તેણીએ કહ્યું કે તે 25 જુલાઈના રોજ તેનું નિવેદન રેકોર્ડ કરાવી શકશે. જેના પર બંને પક્ષો સંમત થયા હતા. EDના એક અધિકારીએ કહ્યું કે એજન્સી તેની તપાસને વધુ સારી રીતે આગળ વધારવા માંગે છે અને અમે તેમની ઉંમર અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને નથી ઈચ્છતા કે તે અસ્વસ્થતા અનુભવે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

કોવિડ-19 નિયમોના પાલન સાથે સોનિયા ગાંધીની પૂછપરછ કરવામાં આવી હતી. સોનિયાની પણ એ જ સહાયક નિયામક-સ્તરના તપાસ અધિકારીએ પૂછપરછ કરી હતી જેમણે આ કેસમાં રાહુલ ગાંધીની પૂછપરછ કરી હતી. આ તપાસ કોંગ્રેસ સાથે જોડાયેલી ‘યંગ ઈન્ડિયન પ્રાઈવેટ લિમિટેડ’ કંપનીમાં કથિત નાણાકીય ગેરરીતિઓને લગતી છે. ‘યંગ ઈન્ડિયન પ્રાઈવેટ લિમિટેડ’ નામની કંપની પાસે નેશનલ હેરાલ્ડ અખબારના માલિકી હક્કો છે. પૂછપરછ ટીમમાં મહિલા અધિકારી પણ સામેલ હતા.

સંસદમાં પણ પૂછપરછનો પડઘો

સોનિયા ગાંધીને ED દ્વારા પૂછપરછ માટે બોલાવવાનો સંસદમાં પણ પડઘો સંભળાયો હતો. વિપક્ષના નેતાઓએ આ મુદ્દો સંસદમાં ઉઠાવ્યો હતો અને બીજી તરફ, પાર્ટીના કાર્યકરોએ રસ્તાઓ પર વ્યાપક દેખાવો કર્યા હતા. સોનિયા ‘Z+’ સિક્યોરિટીના ઘેરામાં દિલ્હી સ્થિત ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના હેડક્વાર્ટર પર પહોંચી હતી. તેમની સાથે તેમના પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હતા.

Published On - 3:57 pm, Fri, 22 July 22

Next Article