NCR બિકાનેરમાં જમીન લે-વેચમાં કથિત ગરબડ અને બેનામી સંપતિ મામલામાં કોંગ્રેસ મહાસચિવના પતિ રોબર્ટ વાડ્રાને સમન્સ મોકલવામાં આવ્યું છે. શરૂઆતથી પૂછપરછ માટે વાડ્રાને સમન્સ મોકલવામાં આવ્યું છે. EDએ ગુરૂવારના રોજ હાજર રહેવા માટે આદેશ કર્યો છે. માત્ર એક જ નહીં પરંતુ ED આ તમામ મામલે રોબર્ટ વાડ્રાની પૂછપરછ કરવા માગે છે. જેમાં દુબઈમાં જુમેરામાં 14 કરોડના બંગ્લોઝ અને લંડનના બ્રાયસ્ટન સ્કાયરમાં 26 કરોડ રૂપિયાથી વધુની કિંમતના ફ્લેટનો પણ સમાવેશ થાય છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ મામલામાં અગાઉ પણ EDએ પૂછપરછ કરી છે. તેમ છતાં ફરી એક વખત પૂછપરછ કરવા માગે છે. EDએ ગત ફેબ્રુઆરીમાં દુબઈના જુમેરા અને લંડનના બ્રાયસ્ટન સ્કાયરમાં બેનામી સંપતિના મામલામાં અગાઉ ત્રણ દિવસ સુધી પૂછપરછ કરી હતી. રોબર્ટ વાડ્રાએ મની ટ્રેલની વાત માનવાનો ઈનકાર કરી દીધો હતો. મહત્વનું છે કે બે દિવસ અગાઉ વિદેશમાં બેનામી સંપતિના કેસમાં ફસાયેલા રોબર્ટ વાડ્રા અનેતેના નજીકના મનોજ અરોડાને દિલ્હી હાઈકોર્ટે નોટિસ મોકલી હતી. EDએ આગોતરા જામીનનો વિરોધ કર્યો હતો. જે મામલે 17 જુલાઈએ સુનાવણી યોજાશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 3:34 am, Wed, 29 May 19