NATIONAL : હવામાં કોરોનાનું સંક્રમણ વધું ફેલાય છે, ગરમીમાં વરાળ બનીને ઝડપથી ફેલાય છે વાઈરસઃ રિસર્ચ

|

Apr 19, 2021 | 6:54 PM

NATIONAL : અંતે કેન્દ્ર સરકારે માન્યુ છે કે કોરોના વાઈરસનું સંક્રમણ હવામાં ઝડપથી ફેલાઇ રહ્યું છે. નીતી આયોગના સભ્ય વીકે પોલે સોમવારે આ વાત જણાવી છે. જોકે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR)એ કહ્યું કે બીજી લહેર ઓછી ખતરનાક છે.

NATIONAL : હવામાં કોરોનાનું સંક્રમણ વધું ફેલાય છે, ગરમીમાં વરાળ બનીને ઝડપથી ફેલાય છે વાઈરસઃ રિસર્ચ
ફાઇલ

Follow us on

NATIONAL : અંતે કેન્દ્ર સરકારે માન્યુ છે કે કોરોના વાઈરસનું સંક્રમણ હવામાં ઝડપથી ફેલાઇ રહ્યું છે. નીતી આયોગના સભ્ય વીકે પોલે સોમવારે આ વાત જણાવી છે. જોકે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR)એ કહ્યું કે બીજી લહેર ઓછી ખતરનાક છે.

ગરમીમાં વરાળ બનીને ઝડપથી ફેલાઈ રહ્યો છે વાઈરસઃ રિસર્ચ
15 મહીનાના કોરોનાકાળમાં રિસર્ચ પછી ભારતીય વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યું છે કે વાઈરસ ગરમીમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ પહેલા એમ માનવામાં આવતુ હતું કે વાઈરસ ઠંડીમાં વધુ અસર કરશે. પરંતુ, હવે વૈજ્ઞાનિકો ગરમીને કારણે ભારતમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધ્યું હોવાનું માની રહ્યાં છે. ભારત સરકારના 17 વૈજ્ઞાનિકાના રિસર્ચમાં એ વાત પ્રકાશમાં આવી છે કે ગરમીના કારણે વાઈરસની ફેલાવવાની ક્ષમતા વધી રહી છે. સેન્ટર ફોર સેલુલર એન્ડ મોલિકુલર બાયોલોજી(CCMB)હૈદરાબાદના ડાયરેક્ટર ડો.રાકેશ મિશ્રા જણાવે છે કે ગરમીની સિઝનમાં શ્વાસ ઝડપથી વરાળ બની જાય છે. એવામાં કોઈ સંક્રમિત વ્યક્તિ શ્વાસ છોડે છે તો વાઈરસ નાના-નાના ટુકડામાં વહેંચાઈ જાય છે. વાઈરસના અતિસુક્ષ્મ કણ શ્વાસની સાથે સ્પ્રેની જેમ ઝડપથી બહાર આવે છે. પછીથી મોડે સુધી હવામાં રહે છે.

જો કોઈ વ્યક્તિ માસ્ક વગર તે જગ્યાએ પહોંચે છે તો તેની સંક્રમિત થવાની શકયતા વધી જાય છે. જોકે ખુલ્લા વાતાવરણમાં સંક્રમણનો ખતરો વધુ છે. જોકે કોઈ હોલ, રૂમ, લિફ્ટ વગેરેમાં કોઈ વ્યક્તિ છીંક ખાય છે, તો ત્યાં લોકોમાં સંક્રમણ ફેલાવવાની શકયતા વધી જાય છે. હવામાં વાઈરસની અસરને સમજવા માટે વૈજ્ઞાનિકોએ હૈદરાબાદ અને મોહાલીની અલગ-અલગ 64 જગ્યાઓમાંથી સેમ્પલ લીધા. તેમાં હોસ્પિટલોના ICU, સામાન્ય વોર્ડ, સ્ટાફ રૂમ, ગેલેરી, દર્દીના ઘરના બંધ અને ખુલ્લા રૂમ, વેન્ટિલેશન અને વગર વેન્ટિલેશન વાળા ઘર સહિતની જગ્યાઓ સામેલ છે.

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

યુવાઓના સંક્રમણ દરમાં ગત વર્ષની સરખામણીએ વધારો નહી
વીકે પોલે જણાવ્યું કે ગત વર્ષે આવેલી લહેરમાં જેટલા લોકો સંક્રમિત થયા, તેમાં 30 વર્ષથી ઓછી ઉંમરવાળા 31 ટકા હતા. આ વખતની લહેરમાં આ ટકાવારી 32 ટકા છે. 30થી 45 વર્ષની વચ્ચેની ઉંમરવાળા 21 ટકા છે. ગત વર્ષે પણ સંક્રમિતોમાં તેનું પ્રમાણ આટલું જ હતું. એવામાં એ વાત સ્પષ્ટ છે કે યુવાઓમાં સંક્રમણ વધુ હોવા જેવી વાત નથી.

Next Article