2002માં દીકરો ઘરેથી ભાગી ગયો, 22 વર્ષ બાદ સાધુ બનીને ફર્યો પરત, પરંતુ કહાનીના અંતમાં ખૂલ્યું સાચું રહસ્ય 

|

Feb 11, 2024 | 8:14 PM

તમને એમ કહે કે તમારો દીકરો સાધુ બની ગયો છે, તો તમને કેવો અનુભવ થાય? આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના લખનૌમાં બન્યો છે. જેમાં એક માતા પિતાને 22 વર્ષ બાદ તેમનો ખોવાયેલો દીકરી મળ્યો, જે સાધુ બનીને આવ્યો હતો. ખોવાયેલા 'પુત્ર'ને મળવાની ખુશી આખા પરિવારમાં હતી. 22વર્ષ બાદ પરિવારને મળતા માતા પિતા અને પુત્રનો વીડિયો પણ સોથિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પણ ત્યારબાદ હ્રદયને ર્સ્પશી જાય તેવી કહાનીમાં મોટો ટ્વિસ્ટ આવ્યો અને બહાર આવી એવી ક્રાઇમની ઘટના જેને જાણી સૌ ઇ ચોંકી ગયા.

2002માં દીકરો ઘરેથી ભાગી ગયો, 22 વર્ષ બાદ સાધુ બનીને ફર્યો પરત, પરંતુ કહાનીના અંતમાં ખૂલ્યું સાચું રહસ્ય 

Follow us on

એક એવી કરૃણ ઘટના સામે આવી છે જેમાં 22 વર્ષ પહેલા ખોયેલો પુત્ર પરત ફર્યો છે. આ દરમ્યાન માં બાપને પુત્રને મળવાની ખુશી તો હતી પરંતુ તેની પાછળ એવી ઘટના અને ટ્વીસ્ટ છુપાયો હતો જેણે જાણી માતા પિતાના પગ નીચે થી જમીન સરકી ગઈ. માતા ભાનુમતી અને તેના પતિ રતિપાલ સિંહને માહિતી મળી હતી કે એક સાધુ તેમના મૂળ ગામ અમેઠીના ખરૌલીમાં આવ્યો છે અને તેના શરીર પર તેમના ખોવાયેલા પુત્ર પિંકુ જેવું જ નિશાન છે.

તેમના સંબંધીઓએ પિતા રતિપાલ અને માતા ભાનુમતિને ખરૌલી આવવા કહ્યું અને જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે સાધુએ તેમને કહ્યું કે તે ખરેખર તેમનો પુત્ર છે. માતા ભાનુમતી તેના ખોવાયેલા ‘પુત્ર’ને મળવાનું આ દ્રશ્ય ખૂબ જ ભાવુક હતું.

પોતાનું રાજ્ય છોડીને સાધુ બન્યો

આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વિડિયોમાં, એક સાધુ પાંડોરા પાસેથી ભિક્ષા માંગે છે, જે એક રાજા વિશે લોકગીત ગાય છે જે પોતાનું રાજ્ય છોડીને સાધુ બન્યો હતો. વીડિયોમાં ભાનુમતીના ગાલ પર ખુશીના આંસુઓ જોઈ શકાય છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

સાધુ બનેલ પિંકુએ તેમને કહ્યું કે તેણે સન્યાસ લીધો છે અને ઝારખંડમાં તેના પારસનાથ મઠમાં પાછા ફરવું પડશે. તેમના ગુરુએ તેમને કહ્યું હતું કે તેમની દીક્ષા ત્યારે જ પૂર્ણ થશે જ્યારે તેઓ અયોધ્યા જશે અને પછી તેમના પરિવારના સભ્યો પાસેથી ભિક્ષા લેશે. માતાપિતાએ શરૂઆતમાં પિંકુને જવા દેવાની ના પાડી.

ગ્રામજનોએ મળીને 13 ક્વિન્ટલ અનાજ ભિક્ષા તરીકે આપ્યું

આખરે માતા પિતાએ હાર માની લીધી. ગ્રામજનોએ મળીને 13 ક્વિન્ટલ અનાજ ભિક્ષા તરીકે આપ્યું અને પરિવારે 11,000 રૂપિયા આપ્યા. પિતાએ પિંકુ માટે ફોન ખરીદ્યો અને તેને સંપર્કમાં રહેવા કહ્યું. પિંકુ 1 ફેબ્રુઆરીએ ગામ છોડી જતો રહ્યો હતો.

ગયા પછી, પિંકુએ પિતા રતિપાલને ફોન કરવાનું શરૂ કર્યું અને કહ્યું કે તે તેમની પાસે પાછા ફરવા માંગે છે, પરંતુ મઠના લોકોએ તેને કહ્યું હતું કે જ્યાં સુધી તે તેમને 10 લાખ રૂપિયા નહીં આપે ત્યાં સુધી તે આમ કરી શકશે નહીં. તેણે પિતા રતિપાલાને કહ્યું, આ તે કિંમત છે જે સાધુને પારિવારિક જીવનમાં પાછા ફરવા માટે ચૂકવવી પડે છે. તેના પુત્રને તેના પરિવારમાં પાછો લાવવા માટે બેતાબ, પિતાએ ગામની તેની જમીન રૂ. 11.2 લાખમાં વેચી દીધી.

પિતાને બેંક ટ્રાન્સફર દ્વારા અથવા યુપીઆઈ એપનો ઉપયોગ કરીને પૈસા મોકલવાનો આગ્રહ કર્યો

પિંકુએ પિતાને આશ્રમમાં કેમ ન આવવું જોઈએ તેના ઘણા કારણો આપ્યા, પરંતુ તેમાંથી કોઈ પણ વિશ્વસનીય નહોતું. તેણે પિતાને બેંક ટ્રાન્સફર દ્વારા અથવા યુપીઆઈ એપનો ઉપયોગ કરીને પૈસા મોકલવાનો આગ્રહ પણ શરૂ કર્યો. આનાથી પિતાને શંકા ગઈ અને તેણે પૂછપરછ શરૂ કરી, પરંતુ જાણવા મળ્યું કે ઝારખંડમાં પારસનાથ મઠ નામનો કોઈ હિંદુ મઠ છે જ નહી.

ત્યારબાદ પિતાએ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી, જે બાદ પોલીસે તપાસ કરતા જાળવા મળ્યું કે પિંકુ કોઇ છે જ નહી. પિંકુ તરીકે દેખાડનાર વ્યક્તિ ખરેખર ગોંડા ગામનો નફીસ નામનો વ્યક્તિ હતો, જે આ પરિવારને છેતરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ ઠગ ટોળકીએ આ પહેલા પણ આવી રીતે છેતરપિડી કરી છે. 2021માં આવી જ રીતે એક ગામમાં જઇ ખોવાયેલ પુત્ર હોવાનું કહી ઘરમાં રહેલ લાખોની ચોરીને અંજામ આપી ફરાર થઇ ગયા હતા

Next Article