Mussoorie: કેમ્પટી ધોધ પર નહાવા માટે ઉમટ્યા હજારો લોકો, કોવિડ-19 નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, જુઓ વીડિયો

ઉત્તરાખંડના મસૂરીમાં આવેલા કેમ્પટી ધોધ પરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઉત્તર પ્રદેશના પોલીસ અધિકારીએ આ વીડિયો શેર કર્યો છે.

Mussoorie: કેમ્પટી ધોધ પર નહાવા માટે ઉમટ્યા હજારો લોકો, કોવિડ-19 નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, જુઓ વીડિયો
કેમ્પટી ધોધ પર નહાવા માટે ઉમટ્યા હજારો લોકો
| Edited By: | Updated on: Jul 08, 2021 | 1:40 PM

Uttarakhand: સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરે કહેર વર્તાવ્યો હતો. અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને કેટલાય લોકોએ પરિવારના મોભીને ગુમાવ્યા હતા. કોરોનાની બીજી લહેર આટલી ગંભીર હોવા છતા પણ જ્યારે હવે કોરોનાની સ્થિતિમાં સુધારો થયો છે ત્યારે લોકો પર્યટન સ્થળો પર ઉમટી પડ્યા છે. લોકો ખુલ્લેઆમ નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળી રહ્યા છે.

ઉત્તરાખંડના મસૂરીમાં આવેલા કેમ્પટી ધોધ (Kempty Falls) પરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે, ખૂબ જ મોટી સંખ્યામાં પર્યટકો કેમ્પટી ધોધમાં નહાવા દેખાઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશના પોલીસ અધિકારી રાહુલ શ્રીવાસ્તવે આ વીડિયો શેર કર્યો છે. મહત્વનું છે કે, આ પહેલા પણ મનાલીમાં લોકોની જામેલી ભીડના ફોટો વાયરલ થયા હતા. પહાડ પર આવેલા આસપાસના પર્યટન સ્થળો પર મોટી માત્રામાં પર્યટકો આવવાના કારણે અનેક જગ્યા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

 

આ પણ વાંચો: Gold Price Today : વૈશ્વિક નરમાશ સાથે દેશમાં સોનું સસ્તું થયું, જાણો આજના લેટેસ્ટ ભાવ

 

આ પણ વાંચો: ખેડૂતો જો આ પાક પદ્ધતિ અપનાવશે તો, જમીનની ફળદ્રુપતા અને આવક વધશે તથા ખર્ચમાં ઘટાડો થશે