RSSના વડાનું મોટું નિવેદન, ભારતમાં મુસ્લિમોનોને ડરવાની જરૂર નથી, પરંતુ તેઓ સર્વશ્રેષ્ઠ છે એવો ખોટો દાવો ન કરવો જોઈએ

|

Jan 11, 2023 | 1:38 PM

મોહન ભાગવતે મુસલમાનોને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, ભારતમાં મુસલમાનોને કોઈ ખતરો નથી, પણ તેમણે 'અમે સર્વોચ્ચ અને શ્રેષ્ઠ છીએ' તેવા ખોટા દાવા ન કરવા જોઈએ. ભારતમાં મુસ્લિમોને ડરવાનું જેવુ કંઈ નથી.

RSSના વડાનું મોટું નિવેદન, ભારતમાં મુસ્લિમોનોને ડરવાની જરૂર નથી, પરંતુ તેઓ સર્વશ્રેષ્ઠ છે એવો ખોટો દાવો ન કરવો જોઈએ
Mohan Bhagwat

Follow us on

આરએસએસના (RSS) વડા મોહન ભાગવતે મુસલમાનોને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ‘ભારતમાં મુસલમાનોને કોઈ ખતરો નથી, પણ તેમણે ‘અમે સર્વોચ્ચ અને શ્રેષ્ઠ છીએ’ તેવા ખોટા દાવા ન કરવા જોઈએ. ભારતમાં મુસ્લિમોને ડરવાનું જેવુ કંઈ નથી, પરંતુ તેઓએ ‘તેમના સર્વોપરિતાનો ખોટો ઢોંગ કરવામાં આવી રહ્યો છે’ તેને છોડી દેવો જોઈએનું નિવેદન આપ્યું હતુ. જે બાદ આ નિવેદનને લઈને ભારે ચર્ચા જામી છે.

મોહન ભાગવતે કહ્યું- મુસલમાનોએ પોતે શ્રેષ્ઠ છે નો દાવો છોડી દેવો જોઈએ

તેઓએ કહ્યું હતુ કે, અમે એક મહાન જાતિના છીએ. અમે આ દેશ પર શાસન કર્યું છે અને ફરીથી શાસન કરીશું. ફક્ત આપણો માર્ગ સાચો છે. આપણે જુદા છીએ, તેથી આપણે એવા જ રહીશું. અમે સાથે રહી શકતા નથી, જેવી તમામ બાબતો પર મુસ્લિમોએ માન્યતા છોડી દેવી જોઈએ. અહીં રહેતા લોકો ભલે હિન્દુ હોય કે સામ્યવાદી, દરેકે આ વલણ છોડી દેવું જોઈએ. મુસ્લિમોએ તેમની સર્વોપરિતાની વાર્તા છોડી દેવી જોઈએ કે તેઓ એક સમયે દેશ પર શાસન કર્યું છે અને ફરીથી શાસન કરશે.

હિંદુ સમાજ 1000 વર્ષથી વધુ સમયથી લડી રહ્યો છે

આરએસએસના વડાએ કહ્યું, સરળ સત્ય એ છે કે ભારતે ભારત જ રહેવું જોઈએ. આજે ભારતમાં રહેતા મુસ્લિમોને કોઈ નુકસાન નથી. તેમજ ડરવાનું પણ કંઈ નથી. પણ તે માટે પહેલા તો, મુસ્લિમોએ તેમની સર્વોપરિતાની ઉશ્કેરણી જનક દલીલો છોડી દેવી જોઈએ. ઈન્ટરવ્યુમાં મોહન ભાગવતે કહ્યું કે, હિંદુ સમાજમાં જાગૃતિ આવી છે જે હિંદુઓમાં નવી આક્રમકતાને સમજાવે છે. ભાગવતે કહ્યું કે ભારત પ્રાચીન સમયથી એક છે, પરંતુ દરેક વખતે મૂળ હિન્દુ ભાવનાને ભૂલી જવામાં આવતી હોય છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ભાગવતે કહ્યું કે વિશ્વભરના હિંદુઓમાં ફરી આક્રમકતા એ સમાજની જાગૃતિને કારણે છે જે એક હજાર વર્ષથી વધુ સમયથી યુદ્ધમાં છે. તેમણે કહ્યું, તમે જુઓ, હિંદુ સમાજ 1000 વર્ષથી વધુ સમયથી લડી રહ્યો છે. આ લડાઈ વિદેશી આક્રમણ, વિદેશી પ્રભાવ અને વિદેશી ષડયંત્રો સામે ચાલી રહી છે. સંઘે આ માટે પોતાનું સમર્થન આપ્યું છે, તો અન્યોએ પણ આપ્યું છે.

સંઘે જાણી જોઈને સક્રિય રાજકારણથી પોતાને દૂર રાખ્યા છે

સાંસ્કૃતિક સંગઠન હોવા છતાં રાજકીય મુદ્દાઓ સાથે આરએસએસની સંડોવણી અંગે ભાગવતે કહ્યું કે સંઘે જાણી જોઈને સક્રિય રાજકારણથી પોતાને દૂર રાખ્યા છે, પરંતુ તે હંમેશા આપણી રાષ્ટ્રીય નીતિઓ, રાષ્ટ્રીય હિત અને હિંદુ હિતને અસર કરતી રાજનીતિ સાથે સંકળાયેલું છે. માત્ર એટલો જ તફાવત, તેમણે ઉમેર્યું, કે અગાઉ અમારા સ્વયંસેવકો રાજકીય સત્તાના હોદ્દા પર ન હતા. તેની વર્તમાન સ્થિતિમાં આ એકમાત્ર ઉમેરો છે. પરંતુ લોકો ભૂલી જાય છે કે સ્વયંસેવકો જ રાજકીય પક્ષ દ્વારા અમુક રાજકીય હોદ્દા પર પહોંચ્યા છે. સંઘ સમાજને સંગઠિત કરતું રહે છે.

Next Article