ગુજરાતમાં 3 દાયકા જેટલી સેવા આપેલા MSME સચિવ બિદ્યુત બિહારી સ્વૈન UPSC સભ્ય તરીકે નિયુક્ત

વરિષ્ઠ અમલદાર બિદ્યુત બિહારી સ્વૈન, જેઓ હાલમાં માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ (MSME) સેક્રેટરી છે, તેમની UPSC સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી હતી.

ગુજરાતમાં 3 દાયકા જેટલી સેવા આપેલા MSME સચિવ બિદ્યુત બિહારી સ્વૈન UPSC સભ્ય તરીકે નિયુક્ત
ફાઈલ ફોટો (બિદ્યુત બિહારી સ્વૈન )
Image Credit source: Google
| Edited By: | Updated on: May 30, 2023 | 9:20 PM

New Delhi: ગુજરાત કેડરના 1988 બેચના ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી સ્વૈનને ગુરુવારે હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દર વર્ષે IAS, ભારતીય વિદેશ સેવા (IFS) અને ભારતીય પોલીસ સેવા (IPS) માટે અધિકારીઓની પસંદગી કરવા માટે સિવિલ સર્વિસ પરીક્ષાનું આયોજન કરે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં હજયાત્રીઓના ભાડાનો મુદ્દો પહોંચ્યો હાઇકોર્ટ, હજ કમિટીના નિર્ણય સામે હજયાત્રીઓની હાઇકોર્ટમાં પિટિશન, જુઓ Video

સ્વૈન 60 વર્ષના થયા બાદ આ વર્ષે સપ્ટેમ્બરમાં નિવૃત્ત થવાના હતા

કમિશનનું નેતૃત્વ અધ્યક્ષ કરે છે અને તેમાં 10 સભ્યો હોઈ શકે છે. સ્વેનની નિમણૂક થતા હવે ચાર સભ્યોની જગ્યા ખાલી પડી છે. UPSACના સભ્યોની નિમણૂક છ વર્ષની મુદત માટે અથવા તેઓ 65 વર્ષની ઉંમર સુધી પહોંચે ત્યાં સુધી કરવામાં આવે છે. સ્વેન 60 વર્ષના થયા બાદ આ વર્ષે સપ્ટેમ્બરમાં નિવૃત્ત થવાના હતા. 1989 અને 2018ની વચ્ચે, સ્વૈને ગુજરાતને જિલ્લા અને રાજ્ય સ્તરે વિવિધ હોદ્દાઓ પર સેવા આપી હતી.

વર્લ્ડ એક્સ્પો-દુબઈના કમિશનર જનરલ ઓફ ઈન્ડિયા જેવા વિવિધ હોદ્દા પણ સંભાળ્યા

સ્વૈનની સત્તાવાર પ્રોફાઇલ મુજબ, તેઓ 2018માં ભારત સરકારમાં કોમર્સ વિભાગ, વિશેષ આર્થિક ક્ષેત્રોમાં અધિક સચિવ તરીકે જોડાયા હતા, જે કોમનવેલ્થ ઓફ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ (CIS) દેશો સાથે ભારતની વેપાર વાટાઘાટો અને નિકાસ વીમાના પ્રભારી હતા. તેમણે કિમ્બર્લી પ્રોટોકોલના અધ્યક્ષ અને વર્લ્ડ એક્સ્પો-દુબઈના કમિશનર જનરલ ઓફ ઈન્ડિયા જેવા વિવિધ હોદ્દા પણ સંભાળ્યા હતા.

જાન્યુઆરી 2021માં તેમને MSMEના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા

સ્વૈને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU), નવી દિલ્હીમાંથી માસ્ટર્સ ઑફ પોલિટિકલ સાયન્સ (MA) ડિગ્રી અને ધ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સ્ટડીઝ, ધ હેગ, નેધરલેન્ડમાંથી પબ્લિક પોલિસી એન્ડ મેનેજમેન્ટમાં માસ્ટર્સ કર્યું છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો