માઉન્ટ એવરેસ્ટ પર પર્વતારોહકો સાથે ચાલી રહ્યો છે સ્લો પોઈઝનિંગ નો ખેલ? રેસ્ક્યુના નામે ચાલતા ₹200 કરોડના કૌભાંડનું શું છે કાળુ સત્ય- વાંચો

માઉન્ટ એવરેસ્ટ પર પર્વતારોહકોને સ્લો પોઈઝન આપી બીમાર પાડવાનું મોટુ રેસક્યુ કૌભાંડ પકડાયુ છે. ખુદ શેરપાઓ દ્વારા આ કૌભાંડ આચરવામાં આવી રહ્યુ હતુ. જેમા પર્વતારોહકને ભોજનમાં બેકિંગ સોડા ઉમેરી દેવામાં આવતા હતા. 5000 ફીટ કરતા વધુ ઉંચાઈએ રહેલી વ્યક્તિના શરીરમાં આ બેકિંગ સોડા ઝેરનુ કામ કરે છે. તુરંત તેને પેટમાં અપચો અને બ્લોટીંગની સમસ્યા થવા લાગે છે અને પહેલેથી જ ત્યા હવા પાતળી હોવાથી ઓક્સિજન ઓછો હોય છે ત્યારે પ્રવાસીને શ્વાસ લેવામાં પણ સમસ્યા થવા લાગે છે. આવા સમયે શેરપાઓ દ્વારા ઈમરજન્સી હેલિકોપ્ટર એમ્બ્યુલન્સ મગાવી તેમનું રેસ્ક્યુ કરવાનું નાટક કરી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા હતા અને અહીં શરૂ થતો હતો વીમા કંપનીઓ પાસેથી કરોડો રૂપિયા ખંખેરવાનો ખેલ- વાંચો

માઉન્ટ એવરેસ્ટ પર પર્વતારોહકો સાથે ચાલી રહ્યો છે સ્લો પોઈઝનિંગ નો ખેલ? રેસ્ક્યુના નામે ચાલતા ₹200 કરોડના કૌભાંડનું શું છે કાળુ સત્ય- વાંચો
| Updated on: May 15, 2026 | 4:55 PM

વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટને સર કરવો એ દરેક પર્વતારોહીનું સપનું હોય છે. હજારો સાહસિકો દર વર્ષે પોતાના જીવના જોખમે આ શિખર પર પહોંચવા અને ઈતિહાસ રચવા માટે નીકળે છે. પરંતુ આ સાહસ અને શૌર્યની ગાથા પાછળ એક અત્યંત ચોંકાવનારુ અને ભયાનક રેસ્ક્યુ સ્કેમ ચાલી રહ્યુ છે. આ કોઈ નાનુ કૌભાંડ નથી, અહીં અંદાજે $20 મિલિયન એટલે કે ₹200 કરોડ નું સુનિયોજિત ષડયંત્ર ચાલી રહ્યુ હતુ. જે નેપાળની હદમાં આવેલા હિમાલય વિસ્તારમાં મોટાપાયે ફુલ્યુ ફાલ્યુ છે. પર્વતારોહકોને બીમાર પાડવા માટે અપાતુ સ્લો પોઈઝન કાઠમંડુ પોસ્ટના એક અહેવાલ અનુસાર, માઉન્ટ એવરેસ્ટના શેરપાઓ પર પર્વતારોહકોને ભોજનમાં ગુપ્ત રીતે ઝેર ઉમેરીને મોંઘા હેલિકોપ્ટર રેસ્ક્યુ ઓપરેશન ચલાવવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ કૌભાંડ દ્વારા 20 મિલિયન ડૉલર વીમા કંપની પાસેથી પડાવવામાં આવ્યા છે. નેપાળ પોલીસે આ ષડયંત્રમાં સામેલ સંગઠિત અપરાધ અને છેતરપિંડીના આરોપમાં ટ્રેકિગ કંપનીઓના માલિકો, હેલિકોપ્ટર સંચાલકો અને હોસ્પિટલના અધિકારીઓ સહિત 32 લોકો સામે કેસ નોંધાયો છે. બેકિંગ સોડા- સ્લો પોઈઝન આપી પર્વતારોહીને ગંભીર રીતે...

Published On - 8:12 pm, Sat, 4 April 26

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us