Child Vaccination : 15 થી 18 વર્ષના કિશોરોનુ રસીકરણ પૂરજોશમાં, 24 દિવસમાં આટલા તરૂણોએ મેળવી વેક્સિન

|

Jan 27, 2022 | 11:37 AM

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર, છેલ્લા 24 દિવસમાં 4 કરોડ 36 લાખ 27 હજાર (4,37,27,771) થી વધુ કિશોરોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે.

Child Vaccination : 15 થી 18 વર્ષના કિશોરોનુ રસીકરણ પૂરજોશમાં, 24 દિવસમાં આટલા તરૂણોએ મેળવી વેક્સિન
Child Vaccination (File Photo)

Follow us on

Child Vaccination :  છેલ્લા કેટલાક દિવસોથી દેશભરમાં કોરોનાના કેસોમાં (Corona Case)  ઉછાળો આવ્યો છે. ત્યારે વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને હાલ રસીકરણની (Vaccination) કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. કેન્દ્ર સરકારે 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષની વય જૂથના કિશોરો માટે રસીકરણ અભિયાન પણ શરૂ કર્યું હતુ. જેમાં કિશોરોનો ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર, છેલ્લા 24 દિવસમાં 4 કરોડ 36 લાખ 27 હજાર (4,37,27,771) થી વધુ કિશોરોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે.

અત્યાર સુધીમાં 97 લાખથી વધુ લોકોએ પ્રિકોશન ડોઝ મેળવ્યો

કોરોના સામેની લડાઈને વધુ તેજ બનાવવા માટે કેન્દ્ર સરકારે હાલ પ્રિકોશન ડોઝ આપવાનુ શરૂ કર્યુ છે . જે અંતર્ગત હેલ્થ કેર વર્કર્સ, ફ્રન્ટ લાઇન વર્કર્સ અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને આ ડોઝ આપવામાં આવી રહ્યા છે. ઉલ્લેખની છે કે, 10 જાન્યુઆરીથી પ્રિકોશન ડોઝ આપવાનુ શરૂ કરવામાં આવ્યુ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના(Health Ministry)  ડેટા અનુસાર, 10 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી સુધીમાં લગભગ 97 લાખથી વધુ લોકોએ પ્રિકોશન ડોઝ મેળવ્યો છે. જેમાં અત્યાર સુધીમાં 29,87,993 આરોગ્ય કાર્યકરોને અને 31,02,620 ફ્રન્ટ લાઇન વર્કર્સ અને 60 વર્ષથી વધુ ઉંમરના 36,12,956 લોકોને આ ડોઝ આપવામાં આવ્યા છે.

બુધવારે 22 લાખથી વધુ લોકોએ કોરોનાની રસી લીધી હતી

વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને હાલ રસીકરણની કામગીરી વધારવામાં આવી છે. દેશમાં 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ પર મોટી સંખ્યામાં લોકોકોરોના સામેની લડાઈમાં રસીકરણ માટે આગળ આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 27 જાન્યુઆરીના રોજ સવારે 7 વાગ્યા સુધીના ડેટાના આધારે રસીકરણનો દૈનિક રિપોર્ટ જાહેર કર્યો છે. જે અંતર્ગત છેલ્લા દિવસે દેશમાં 22,35,267 લોકોને કોરોનાની રસી લીધી છે. જેમાં રસીનો પ્રથમ ડોઝ તેમજ બીજો ડોઝ સામેલ છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

અત્યાર સુધીમાં આટલા લોકોએ રસી લીધી

કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2021થી કોરોના રસીકરણ શરૂ કર્યું હતું. જે અંતર્ગત અત્યાર સુધીમાં દેશભરમાં કોરોના રસીના 163.84 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં રસીનો પ્રથમ ડોઝ, બીજો ડોઝનો સમાવેશ થાય છે.ત્યારે હાલ વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને દેશમાં રસીકરણને વધુ ભાર આપવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : Covid in India: ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2.86 લાખ નવા કેસ સામે આવ્યા, ત્રણ લાખથી વધુ દર્દીઓએ વાયરસને માત આપી

Next Article