New Delhi: મણિપુર મુદ્દે સંસદના બંને ગૃહોમાં સતત હોબાળો ચાલી રહ્યો છે. સોમવારે રાજ્યસભા અને લોકસભામાં ભારે હંગામો થયો હતો અને આ દરમિયાન રાજ્યસભા અધ્યક્ષે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને સસ્પેન્ડ કરી દીધા છે. ચેરમેન જગદીપ ધનખરે સોમવારે આ મોટી કાર્યવાહી કરી, સંજય સિંહ આખા ચોમાસુ સત્ર માટે સંજય સિંહને સસ્પેન્ડ કર્યા છે.
આ પણ વાંચો: Manipur Violence: અનુરાગ ઠાકુરના વિપક્ષ પર પ્રહાર, મણિપુર મામલે આપ્યું મોટું નિવેદન, જુઓ Video
મળતી માહિતી મુજબ, કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભામાં ગૃહના નેતા પીયૂષ ગોયલે સંજય સિંહ વિશે અધ્યક્ષને ફરિયાદ કરી હતી. તેમની ફરિયાદના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને સંજય સિંહને ચોમાસુ સત્ર માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
#WATCH | Rajya Sabha Chairman suspends AAP MP Sanjay Singh for the remaining duration of the Monsoon session during the Opposition’s protest in the House over the Manipur issue pic.twitter.com/YpNYIhhMck
— ANI (@ANI) July 24, 2023
Credit- Twitter@Ani
તાજેતરમાં મણિપુરમાં વાયરલ થયેલા વીડિયો બાદ દેશભરમાં ગુસ્સો છે. વીડિયોમાં બે મહિલાઓને નગ્ન કરીને રસ્તા પર ફેરવવામાં આવી હતી, ત્યારબાદ તેમની સાથે યૌન શોષણ પણ કરવામાં આવ્યું હતું. મણિપુર મુદ્દે સંસદમાં વિપક્ષ સતત હંગામો મચાવી રહ્યો છે અને વડાપ્રધાનના નિવેદનની માંગ કરવામાં આવી રહી છે.
સરકાર વતી મણિપુર મુદ્દા પર ચર્ચાની વાત કરવામાં આવી છે, જો કે સરકારનું એમ પણ કહેવું છે કે સંબંધિત મંત્રાલય આ અંગે ગૃહમાં નિવેદન આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણિપુર મુદ્દે ગૃહની બહાર નિવેદન આપી ચૂક્યા છે અને પોતાનો ગુસ્સો વ્યક્ત કરી ચૂક્યા છે.
ઠાકુરે રવિવારે કહ્યું કે, કોઈપણ મહિલા પર અત્યાચાર, બળાત્કાર પીડાદાયક હોય છે, પછી તે કોઈપણ રાજ્યમાં હોય. મહિલાઓ સામે વધતા ગુનાઓને રોકવાની જવાબદારી રાજ્યોની છે. આ મુદ્દે ગૃહમાં સારી ચર્ચા થવી જોઈએ. તમામ પક્ષોએ તેમાં ભાગ લેવો જોઈએ અને કોઈએ ચર્ચાથી ભાગવું જોઈએ નહીં. વિપક્ષને અપીલ છે કે તેઓ ચર્ચામાં જોડાય અને ભાગી ન જાય. ચર્ચામાં રહેવા માટે વિપક્ષ દ્વારા હંગામો મચાવવામાં આવે છે, પરંતુ ચર્ચામાં ભાગ લેવા માટે કંઈ કરવામાં આવતું નથી.
Published On - 12:34 pm, Mon, 24 July 23