Monsoon : આ રાજ્યોમાં 11 જુલાઇ સુધી પહોંચી શકે છે ચોમાસુ, દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ફરી સક્રિય થવાના સંકેત

અર્થ સાયન્સ મંત્રાલયના સેક્રેટરી એમ. રાજીવને કહ્યું કે આગાહીના મોડેલ 8 મી જુલાઈથી દક્ષિણ, પશ્ચિમ તટ અને પૂર્વ મધ્ય ભારતમાં વરસાદ સૂચવે છે. આ મોડેલ 12મી સુધી અને સક્રિય ચોમાસાના તબક્કા પછી BoB પર હવામાન સિસ્ટમની રચનાના પ્રારંભિક સંકેત પણ આપી રહ્યા છે.

Monsoon : આ રાજ્યોમાં 11 જુલાઇ સુધી પહોંચી શકે છે ચોમાસુ, દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ફરી સક્રિય થવાના સંકેત
આ રાજ્યોમાં 11 જુલાઇ સુધી પહોંચી શકે છે ચોમાસુ
| Edited By: | Updated on: Jul 04, 2021 | 11:09 PM

દેશમાં આગામી દિવસોમાં ચોમાસું(Monsoon)કેવું રહેશે તેની પર સૌની નજર છે. આ દરમ્યાન અર્થ સાયન્સ મંત્રાલયના સચિવ એમ. રાજીવને કરીને જણાવ્યું હતું કે વિરામ બાદ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ફરીથી સક્રિય થવાના તબક્કામાં પ્રવેશ માટે તૈયાર છે. રાજીવને કહ્યું હતું કે આગાહી મોડેલ 8 મી જુલાઈથી વરસાદ(Rain)ની પ્રવૃત્તિઓમાં વધારો દર્શાવે છે. તેમણે કહ્યું કે આ મોડેલ બંગાળની ખાડીમાં હવામાન પ્રણાલીની રચનાના સંકેત આપી રહ્યું છે.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ 19 જૂનથી આગળ વધ્યું નથી

સેક્રેટરી એમ. રાજીવને કહ્યું કે આગાહીના મોડેલ 8 મી જુલાઈથી દક્ષિણ, પશ્ચિમ તટ અને પૂર્વ મધ્ય ભારતમાં વરસાદ સૂચવે છે. તેમણે જણાવ્યું હતું કે આ મોડેલ 12મી સુધી અને સક્રિય ચોમાસાના તબક્કા પછી BoB પર હવામાન સિસ્ટમની રચનાના પ્રારંભિક સંકેત પણ આપી રહ્યા છે. રાજીવન ત્રણ દાયકાથી વધુ સમયથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસા પર સંશોધન કરી રહ્યા છે. જૂનના પ્રથમ અઠવાડિયામાં સારા વરસાદ પછી દક્ષિણ પશ્ચિમ ચોમાસુ 19 જૂનથી આગળ વધ્યું નથી.

આ રાજ્યો  વરસાદની રાહ જોઇ રહ્યા  છે

દિલ્હી, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પંજાબ, પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાં હજી ચોમાસુ આવ્યું નથી. જ્યારે પૂછવામાં આવ્યું કે ચોમાસુ ક્યારે દિલ્હી સહિતના બાકીના ભાગોમાં પહોંચશે, ત્યારે રાજીવેને કહ્યું કે તે 11 જુલાઇની આસપાસ પહોંચી શકે છે. ભારતની હવામાન વિભાગે તેની આગાહીમાં જણાવ્યું છે કે આ મહિનામાં (જુલાઈમાં) આખા દેશમાં સારો વરસાદ થશે.

જુલાઇના બીજા સપ્તાહમાં વરસાદની સંભાવના 

જો કે, ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં, દક્ષિણ દ્વીપકલ્પના કેટલાક ભાગોમાં, મધ્ય, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં સામાન્ય અથવા સામાન્યથી નીચે વરસાદની સંભાવના છે. તેમાં કહેવામાં આવ્યું છે કે હવામાન વ્યવસ્થાના અભાવે 7 જુલાઈ સુધી ચોમાસાની પ્રગતિ માટે પરિસ્થિતિઓ અનુકૂળ નથી. જુલાઈની આગાહી વિશે માહિતી આપતા હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે જુલાઇના પ્રથમ સપ્તાહમાં સારા વરસાદની સંભાવના નથી, પરંતુ મહિનાના બીજા સપ્તાહના બીજા ભાગમાં તેજી આવે તેવી સંભાવના છે.

એકંદરે, જુલાઈ 2021 માં દેશમાં માસિક વરસાદ સામાન્ય રહેવાની ધારણા છે. મહાપાત્રાએ કહ્યું કે ભારતની ચોમાસુ સિસ્ટમ પ્રશાંત અને હિંદ મહાસાગરના સપાટીના તાપમાનથી પ્રભાવિત છે. તેથી આઇએમડી તેના ફેરફારોની કાળજીપૂર્વક દેખરેખ રાખી રહ્યું છે.આ ઉપરાંત હવામાન વિભાગ સીઝનના બીજા ભાગ( ઓગસ્ટ- સપ્ટેમ્બર) ની આગાહી જુલાઇના અંતમાં જાહેર કરશે.

આ પણ વાંચો : Love Story : ટીવીના રામ-સીતાની રિયલ લાઈફમાં પણ બની જોડી, એકવાર નહીં પરંતુ 2 વાર કર્યા બંનેએ લગ્ન

આ પણ વાંચો : વિશ્વના આ 10 શહેર તાપમાનની દ્રષ્ટિએ આગની ભઠ્ઠી સમાન, જાણો કેવો હોય છે અહિયાં ગરમીનો પ્રકોપ

Published On - 9:15 pm, Sun, 4 July 21