Monsoon 2025 : આવી ગયુ ચોમાસુ ! 8 દિવસ પહેલા જ પહોંચ્યુ કેરળ, જાણો ગુજરાતથી હવે કેટલુ દૂર

ચોમાસુ આખરે આવી ગયું છે. કેરળમાં આઠ દિવસ પહેલા આવેલા દક્ષિણપશ્ચિમ ચોમાસાને કારણે, ત્યાં ભારે વરસાદ પડી રહ્યો છે. જોકે, કેરળમાં ચોમાસાની એન્ટ્રીની સામાન્ય તારીખ 1 જૂન હોય છે. પરંતુ આ વખતે, ચોમાસુ કેરળમાં 8 દિવસ વહેલું (24 મે) આવી ગયું છે. હવામાન વિભાગે પોતે આ માહિતી શેર કરી છે.

Monsoon 2025 : આવી ગયુ ચોમાસુ ! 8 દિવસ પહેલા જ પહોંચ્યુ કેરળ, જાણો ગુજરાતથી હવે કેટલુ દૂર
| Updated on: May 24, 2025 | 1:17 PM

ચોમાસુ આખરે આવી ગયું છે. કેરળમાં આઠ દિવસ પહેલા આવેલા દક્ષિણપશ્ચિમ ચોમાસાને કારણે, ત્યાં ભારે વરસાદ પડી રહ્યો છે. જોકે, કેરળમાં ચોમાસાની એન્ટ્રીની સામાન્ય તારીખ 1 જૂન હોય છે. પરંતુ આ વખતે, ચોમાસુ કેરળમાં 8 દિવસ વહેલું (24 મે) આવી ગયું છે. હવામાન વિભાગે પોતે આ માહિતી શેર કરી છે.

તમને જણાવી દઈએ કે 16 વર્ષમાં પહેલી વાર એવું થઈ રહ્યું છે કે ચોમાસુ આટલું વહેલું આવી રહ્યું છે. આ ચોમાસાએ આટલું વહેલું આવીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. હવામાન વિભાગ (IMD) એ અગાઉ 27 મેની આસપાસ કેરળમાં ચોમાસાના આગમનની આગાહી કરી હતી, પરંતુ ચોમાસુ તેનાથી પણ 3 દિવસ વહેલું આવી ગયું. છેલ્લે વર્ષ 2009માં 23 મેના રોજ ચોમાસાએ કેરળમાં એન્ટ્રી કરી હતી.

ગુજરાતમાં ક્યારે પ્રવેશશે ચોમાસુ ?

આગામી સમયમાં ચોમાસું કેરળ સહિત તમિલનાડુ અને કર્ણાટકમાં પણ એન્ટ્રી કરે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચોમાસું એક અઠવાડિયામાં દેશના દક્ષિણ અને પૂર્વોત્તર રાજ્યોને કવર કરી શકે છે અને 4 જૂન સુધીમાં જ તે મધ્ય અને પૂર્વ ભારતમાં પહોંચી શકે છે. એટલે ગુજરાતમાં પણ 4 જૂન આસપાસ જ ચોમાસુ બેસી શકે તેમ છે. પ્રિ-મોન્સુન એક્ટિવિટીના ભાગ રૂપે દેશના કુલ 29 રાજ્યોમાં આંધી અને વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક સહિત ગોવાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે.

2015, 16 અને 19 માં મોડુ આવ્યુ હતુ ચોમાસુ

જૂની યાદી દર્શાવે છે કે કેટલાક વર્ષોમાં (જેમ કે 2018, 2022 અને 2024) ચોમાસુ વહેલું આવી ગયું છે. આ ઉપરાંત, તે 2015, 2016 અને 2019 માં મોડું થયું છે. હવામાનશાસ્ત્રીઓ, ખેડૂતો અને નીતિ નિર્માતાઓ આ ફેરફારો પર નજીકથી નજર રાખી રહ્યા છે કારણ કે તેમની સીધી અસર સમગ્ર દેશમાં ખરીફ પાક ચક્ર અને પાણી સંગ્રહ સ્તર પર પડી રહી છે.

સામાન્ય રીતે રોજબરોજના તાપમાનને હવામાન કહેવાય છે. જ્યારે આબોહવામાં થતા ફેરફારને પણ આપણે હવામાન તરીકે ઓળખીએ છે. ભારતમાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ આ રીતે ત્રણ પ્રકારની ઋતુઓ હોય છે. ઋતુઓને લગતા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

Published On - 1:17 pm, Sat, 24 May 25