Monsoon: ચોમાસાની શરુઆત થતા જ અનેક રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે ઉત્તર પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદ બાદ ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. એક તરફ દિલ્હીમાં વરસાદે 41 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે તો બીજી તરફ જમ્મુ-કાશ્મીરની સાથે હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં પણ ભારે વરસાદ થયો છે. આ સાથે ગુજરાતના કચ્છ ભૂજ, સહિતના અનેક જિલ્લામાં ભારે વરસાદ છે
તે સાથે હરિયાણાના ગુરુગ્રામ, અંબાલા સહિત અનેક જિલ્લાઓમાં શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા છે. ત્યારે હરિયાણાના યમુના નગરમાં 80 મીમી વરસાદ નોંધાયો હતો. રસ્તાના કિનારે બનેલા મકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદે 41 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. આ સાથે શનિવારેથી રવિવાર એટલેકે 24 કલાકમાં દિલ્હીમાં 153 મિમી વરસાદ નોંધાયો છે.
#WATCH | Moderate to heavy rain to continue in Delhi today
Delhi’s Safdarjung observatory recorded 153mm of rain at 0830 hours today, the highest since 25th July 1982: India Meteorological Department pic.twitter.com/Mz9kIB8geX
— ANI (@ANI) July 9, 2023
1982 પછી પહેલીવાર એવું જોવા મળ્યું છે કે જુલાઈ મહિનામાં એક જ દિવસમાં આટલો વરસાદ પડ્યો હોય. 10 જુલાઈ 2003ના રોજ દિલ્હીમાં 133.4 મીમી વરસાદ નોંધાયો હતો. જે અગાઉ 21 જુલાઈ, 1958ના રોજ રાજધાનીમાં 266.2 મીમી વરસાદ નોંધાયો હતો, જે જુલાઈમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ માનવામાં આવે છે
હિમાચલ રાજ્યમાં પણ ભારે વરસાદની સ્થિતિના પગલે બિયાસ નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. આ સાથે ભારે વરસાદને પગલે કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે કાંગડા, મંડી અને શિમલામાં SDRF અને NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ સંબંધિત વિવિધ ઘટનાઓમાં ઓછામાં ઓછા પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે. શિમલામાં ત્રણ, ચંબામાં એક અને કુલ્લુમાં એકના મોતના સમાચાર છે.
#WATCH | Swollen water canal near Kullu bus stand following heavy rainfall in Himachal Pradesh pic.twitter.com/aMa2lr3MNJ
— ANI (@ANI) July 9, 2023
હવામાન વિભાગે હિમાચલ પ્રદેશના સાત જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ખતરાને જોતા હિમાચલ પ્રદેશમાં લોકોને સતલજ નદીથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે
જમ્મુ-કાશ્મીરમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો છે. વરસાદને કારણે જેલમ અને તેની સહાયક નદીઓના જળસ્તરમાં ઝડપથી વધારો થયો છે. વહીવટીતંત્રે લોકોને સતર્ક રહેવા અને નદીઓના કિનારે ન જવાની અપીલ કરી છે.
VIDEO | Flood-like situation in Jammu and Kashmir’s Bhaderwah district as water level in Neeru river rises due to heavy rains in the region. pic.twitter.com/jSJoS2Vzx1
— Press Trust of India (@PTI_News) July 9, 2023
કાશ્મીરના ઘણા ભાગોમાં રેકોર્ડ વરસાદ જોવા મળ્યો છે. વરસાદના કારણે અમરનાથ યાત્રાને પણ અસર થઈ છે. જોકે, રવિવારે બપોરે વાતાવરણમાં થોડો સુધારો થતાં પહેલગામમાં યાત્રા ફરી શરૂ થઈ હતી.
દિલ્હીને અડીને આવેલા ગુડગાંવમાં વરસાદને કારણે રસ્તાઓ ચારથી પાંચ ફૂટ પાણી ભરાઈ ગયા હતા. હવામાન વિભાગે ગુરુગ્રામને લઈને યલો એલર્ટ જાહેર કરી દીધું છે. જેનો અર્થ છે કે જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. હરિયાણામાં યમુનાનગરમાં 80 મીમી, અંબાલામાં 70 મીમી, સિરસામાં 50 મીમી, કરનાલમાં 40 મીમી, મહેન્દ્રગઢમાં 24 મીમી અને રોહતકમાં 12 મીમી વરસાદ નોંધાયો છે.
#WATCH | Severe waterlogging near Gurugram’s Narsinghpur Chowk as the city continues to receive heavy rain pic.twitter.com/AhA4XtfUNX
— ANI (@ANI) July 9, 2023
તે જ સમયે, અમૃતસરમાં 20 મીમી, લુધિયાણામાં 34 મીમી, પટિયાલામાં 10 મીમી, પઠાણકોટમાં 46, ફિરોઝપુરમાં 108 મીમી વરસાદ નોંધાયો છે. અંબાલા કેન્ટમાં સ્થિતિ એવી બની કે વરસાદી પાણી અનેક લોકોના ઘરમાં ઘૂસી ગયા.
રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અલગ-અલગ ઘટનાઓમાં ચાર લોકોના મોત પણ થયા છે. જેમાં ચિત્તોડગઢમાં વીજળી પડવાથી એક પુરુષ અને એક મહિલાના મોત થયા છે, જ્યારે સવાઈ માધોપુરમાં બે અલગ-અલગ ઘટનાઓમાં પુરુષો ડૂબી ગયા છે.
#WATCH | Severe waterlogging witnessed in Rajasthan’s Sikar following incessant rainfall in the region. (08.07) pic.twitter.com/VOLYgo3tw2
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 9, 2023
Published On - 3:22 pm, Sun, 9 July 23