પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસને કેન્દ્ર સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા ગણાવતા, પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રી જી કિશન રેડ્ડીએ (G. Kishan Reddy) રાજ્યસભામાં જણાવ્યું હતું કે, ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં શાંતિના નવા તબક્કાની અને સમૃદ્ધિની શરૂઆત થઈ છે. પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રાલયના કામકાજ અંગે રાજ્યસભમાં થયેલી ચર્ચાના જવાબમાં રેડ્ડીએ કહ્યું કે છેલ્લા આઠ વર્ષમાં મોદી સરકાર દ્વારા ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા હેઠળ દેશના પૂર્વોત્તર વિસ્તારને ટોચની પ્રાથમિકતા આપવામાં આવી છે. તેમણે કહ્યું કે વડાપ્રધાનના ભારતને બદલવાના એજન્ડાના ભાગરૂપે, ઉત્તર પૂર્વ ક્ષેત્રને પ્રાથમિકતા આપવામાં આવી છે. તેમણે કહ્યું કે પૂર્વોત્તરમાં બે પાસાઓ પર કામ થઈ રહ્યું છે. વિવિધ પડકારો હતા જેને દૂર કરવા વર્તમાન સરકારે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે.
આ સિવાય પૂર્વોતરના રાજ્યોમાં વિકાસની નવી તકો ઊભી થઈ રહી છે. આ જ કારણ છે કે પ્રવાસનથી લઈને વિવિધ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ વિકાસ થઈ રહ્યો છે અને આ વિકાસની પ્રથમ શરત તરીકે, ત્યાં શાંતિપૂર્ણ વાતાવરણનું નિર્માણ કરવામાં આવ્યું છે. રેડ્ડીએ કહ્યું કે આજે પૂર્વોત્તર ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાનું વાતાવરણ સર્જાયુ છે.
જી કિશન રેડ્ડીએ કહ્યું કે 2014માં 824થી 2020માં 163 સુધી આતંકવાદ સંબંધિત ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમણે એમ પણ કહ્યું કે નાગરિકો અને સુરક્ષા દળોની જાનહાનિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમણે એ પણ ધ્યાન દોર્યું કે શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટે બળવાખોર જૂથો સાથે ઘણા ઐતિહાસિક કરારો તેમજ તેમના પુનર્વસન માટે નાણાકીય પેકેજો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે સુરક્ષામાં થયેલા સુધારાને જોઈને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક વ્યવસાયો હવે રોકાણ માટે NERની અણુપયોગી સંભાવનાનો લાભ લેવાનું વિચારી રહ્યા છે.
The @narendramodi Government has always given importance to agriculture in the #NER.
Giving impetus to producing edible oil in India, Central Govt is giving incentives to our Annadatas!
53% of the total sanction under National Edible Oil Mission has been allocated to NER. pic.twitter.com/pSoh8kAJ0J
— G Kishan Reddy (@kishanreddybjp) March 15, 2022
તેમણે કહ્યું કે વિકાસની ગતિને વેગ આપવા માટે પ્રદેશના બજેટમાં મોટા પાયે વધારો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં 54 કેન્દ્રીય મંત્રાલયોની કુલ ગ્રોસ બજેટરી સહાય 2014માં 36,108 કરોડ રૂપિયાથી લગભગ 110 ટકા વધીને નાણાકીય વર્ષ 2022-23માં રૂપિયા 76,040 કરોડ થઈ ગઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 1500 કરોડના ખર્ચ સાથે ઉત્તર-પૂર્વ માટે પ્રધાનમંત્રીની નવી જાહેર કરાયેલ વિકાસ પહેલ, PM-DIVINE, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને આજીવિકા પ્રવૃત્તિઓને સક્ષમ કરીને ગતિ શક્તિની ભાવનાથી વિકાસની ગતિને વેગ આપશે.
રેડ્ડીએ કહ્યું કે વોટર કનેક્ટિવિટી, રેલ કનેક્ટિવિટી, એર કનેક્ટિવિટી, ટેલિફોન કનેક્ટિવિટી, પોલિટિકલ કનેક્ટિવિટી, બ્રોડબેન્ડ કનેક્ટિવિટીથી લઈને ઇન્ટરનેટ કનેક્ટિવિટી મજબૂત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે “કનેક્ટિવિટી” જે પહેલા પૂર્વોત્તર માટે મોટી સમસ્યા હતી તે હવે ઘણી પાછળ રહી ગઈ છે. તેમણે કહ્યું કે અગાઉ 2014 થી 2021 સુધી, રેલ્વે કનેક્ટિવિટી અને સંબંધિત માળખાકીય સુવિધાઓના વિકાસ પર 39,000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. આ ઉપરાંત, પ્રાદેશિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રેલ્વે માટે 146 કિલોમીટરના અંતર માટે 121 ટનલ બનાવવામાં આવી રહી છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો : National Vaccination Day: શું કોવિડ રસીથી પ્રજનન ક્ષમતા ઘટે છે અને DNAને નુકસાન પહોંચાડે છે ? આ છે તેનું સત્ય