મોદી સરકારનો મોટો નિર્ણય, 1 એપ્રિલથી 45 વર્ષથી મોટી ઉંમરના લોકોને લાગશે કોરોના વેક્સિન

|

Mar 23, 2021 | 4:07 PM

કેન્દ્ર સરકાર દ્વારા કોરોના સામેની લડાઈ માટે મોટો નિર્ણય લીધો છે. જેમાં હવે 1 એપ્રિલથી દેશમાં 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને કોરોનાની રસી મળશે. મંગળવારે કેન્દ્રીય કેબિનેટ દ્વારા આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે મંત્રીમંડળના નિર્ણયો વિશે  માહિતી આપી હતી.

મોદી સરકારનો મોટો નિર્ણય, 1 એપ્રિલથી 45 વર્ષથી મોટી ઉંમરના લોકોને લાગશે કોરોના વેક્સિન
Covid Vaccination Image

Follow us on

કેન્દ્ર સરકાર દ્વારા Corona સામેની લડાઈ માટે મોટો નિર્ણય લીધો છે. જેમાં હવે 1 એપ્રિલથી દેશમાં 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને કોરોનાની રસી મળશે. મંગળવારે કેન્દ્રીય કેબિનેટ દ્વારા આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે મંત્રીમંડળના નિર્ણયો વિશે  માહિતી આપી હતી. જાવડેકરે કહ્યું કે કોરોના રસી બધા લોકો માટે જરૂરી છે અને આ માટે તેને પાત્ર તમામ લોકોએ નોંધણી કરાવી લેવી જોઈએ.

તેમણે કહ્યું કે Corona સામેની લડતમાં આ સૌથી અસરકારક કવચ છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે હજુ પણ ઓછામાં ઓછા બે વર્ષ સુધી વધુ માસ્ક લગાવી રાખવાની જરૂર છે. કેન્દ્રીય પ્રધાને કહ્યું કે આ સમયગાળામાં કોરોના સામેની લડાઈ મંદ પાડી શકાય તેમ છે. હાલમાં દેશભરમાં 60 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસી આપવામાં આવી રહી છે જ્યારે 45 વર્ષથી ઉપરના લોકો જે ગંભીર રોગથી પીડિત છે. તેમને પણ રસી આપવામાં આવી રહી છે.

તેમજ હવે નક્કી કરવામાં આવ્યું છે કે 1 લી એપ્રિલથી કોરોના રસી 45 વર્ષથી વધુ ઉંમરના દરેક વ્યકિતને મળશે. અમારી વિનંતી છે કે આ રસી મેળવવા પાત્ર તમામ લોકો તેની તાત્કાલિક નોંધણી કરાવી રસી મુકાવવી જોઈએ

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Corona રસીના પુરવઠાના પ્રશ્ને કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે દેશમાં પૂરતી સંખ્યામાં રસી છે. તેમણે કહ્યું કે અમે લોકોને તબક્કાવાર રસી આપવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે 45 વર્ષથી વધુ વયના દરેક વ્યક્તિએ તાત્કાલિક કોરોના રસી માટે નોંધણી કરાવવી જોઈએ અને કોરોના રસી લેવી જોઈએ. તેમણે કહ્યું કે હાલમાં દેશમાં વધુ ઘણી કોરોના રસીઓ ટેસ્ટિંગના તબક્કા હેઠળ છે અને તેને જલ્દીથી મંજૂરી મળી શકે છે.

કોરોના રસીના બે ડોઝ વચ્ચેનું અંતર 4 થી 8 અઠવાડિયા વચ્ચે રહેશે

આ દરમિયાન કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પણ કોવિશિલ્ડ રસીના બે ડોઝ વચ્ચેના અંતર વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ નિર્ણય વિશ્વના નિષ્ણાતોના અભિપ્રાયના આધારે લેવામાં આવ્યો છે. તેઓએ કહ્યું કે કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ 4 થી 8 અઠવાડિયાની વચ્ચે લઈ શકાય છે. તેમણે કહ્યું કે અમે તમામ લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ કોરોના સામેની રસી માટે પોતાને નોંધણી કરાવે, કારણ કે તે કોરોના સામે એકમાત્ર કવચ છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર, પંજાબ, મધ્યપ્રદેશ, ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં છેલ્લા 15 દિવસથી કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે.

Published On - 4:05 pm, Tue, 23 March 21

Next Article