ખેડૂતો માટે મોદી કેબિનેટનો મોટો નિર્ણય, ફર્ટિલાઈઝર સબસિડી માટે વધુ 28,655 કરોડની જાહેરાત

|

Oct 12, 2021 | 11:29 PM

કેબિનેટ બેઠકમાં સ્વચ્છ ભારત મિશન (અર્બન)ને નાણાકીય 2025-26 સુધી ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સ્વચ્છ ભારત મિશન 2.0 હેઠળ 1,41,600 કરોડનું ફંડ જાહેર કરવામાં આવ્યું છે.

ખેડૂતો માટે મોદી કેબિનેટનો મોટો નિર્ણય, ફર્ટિલાઈઝર સબસિડી માટે વધુ 28,655 કરોડની જાહેરાત
Modi Cabinet

Follow us on

આજે મોદી કેબિનેટ (Modi Cabinet)ની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ફાસ્પેટિક અને પોટેશિક ખાતરો માટે વધારાની 28,655 કરોડની સબસિડીની જાહેરાત કરવામાં આવી. તે સિવાય કેબિનેટએ એપ્લિઅટેડે સૈનિક સ્કૂલને લઈ મોટી જાહેરાત કરી છે. કેબિનેટમાં સૈનિક સ્કૂલ સોસાયટીના નામથી એપ્લિઅટેડે સૈનિક સ્કૂલ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્તમાન સૈનિક સ્કૂલથી અલગ હશે.

 

કેબિનેટ બેઠકમાં સ્વચ્છ ભારત મિશન (અર્બન)ને નાણાકીય 2025-26 સુધી ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સ્વચ્છ ભારત મિશન 2.0 હેઠળ 1,41,600 કરોડનું ફંડ જાહેર કરવામાં આવ્યું છે. આ પ્રથમ તબક્કાના મુકાબલે 2.5 ટકા વધારે છે. સ્વચ્છ ભારત મિશન 2.0 હેઠળ સરકારે ભારતને પુરી રીતે ખુલ્લામાં શૌચ મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. જે વિસ્તારની આબાદી 1 લાખથી ઓછી છે, તે શહેરને પણ તેમાં સામેલ કરવામાં આવ્યાછે.

 

 

આજની બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન મોદી (PM Modi)એ કરી. આ બેઠકમાં AMRUT યોજના હેઠળ વેસ્ટવોટર મેનેજમેન્ટને લઈ નવું પ્લાનિંગ કરવામાં આવ્યું. સ્વચ્છ ભારત મિશન 2.0 માટે 1,41,600 કરોડની જાહેરાત કરવામાં આવી. તેમાં કેન્દ્રનું યોગદાન 36,465 કરોડ છે. પ્રથમ તબક્કો નાણાકીય વર્ષ 2021-22થી નાણાકીય વર્ષ 2025-26 સુધી છે. તેના માટે સરકારે 62,009 કરોડના ફંડની જાહેરાત કરી હતી.

 

કેન્દ્ર અને રાજ્યની વચ્ચે શેરિંગ

સ્વચ્છ ભારત મિશન 2.0 હેઠળ કેન્દ્ર અને રાજ્યની વચ્ચે શેરિંગની વાત કરીએ તો જે શહેરની વસ્તી 10 લાખથી વધારે છે, ત્યાં આ શેરિંગ 25:75ના ગુણોત્તરમાં રહેશે. 1-10 લાખ વાળા શહેર માટે આ શેરિંગ 33:67ના ગુણોત્તર, 1 લાખથી ઓછી વસ્તી વાળા શહેરો માટે આ 50:50ના ગુણોત્તરમાં કેન્દ્રશાસિત પ્રદેશ જ્યાં વિધાનસભાની સીટ નથી ત્યાં 100 ટકા અને એવા કેન્દ્રશાસિત પ્રદેશ જ્યાં વિધાનસભા સીટ છે, ત્યાં કેન્દ્ર અને રાજ્યનું શેરિંગ 80:20 ગુણોત્તરમાં રહેશે.

 

આ પણ વાંચો: Coal Crisis in Maharashtra: કોલસાની અછત વચ્ચે મહારાષ્ટ્રના ઉર્જા મંત્રીએ કહ્યુ, રાજ્યમાં નહીં થાય લોડ શેડિંગ

 

આ પણ વાંચો: કોલસા અને વીજળી સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, આગામી 5 દિવસમાં દૈનિક કોલસાનું ઉત્પાદન વધશે

Next Article