Anti-Terrorism Day: દેશમાં 21 મેના રોજ આતંકવાદ વિરોધી દિવસ ઉજવવામાં આવશે, ગૃહ મંત્રાલયે રાજ્યોને પત્ર લખ્યો

|

May 14, 2022 | 2:20 PM

ગૃહ મંત્રાલયે કહ્યું છે કે તમામ સરકારી કચેરીઓ, જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને અન્ય જાહેર સંસ્થાઓમાં આતંકવાદ વિરોધી (Anti-Terrorism Day) શપથ લઈ શકાય છે.

Anti-Terrorism Day: દેશમાં 21 મેના રોજ આતંકવાદ વિરોધી દિવસ ઉજવવામાં આવશે, ગૃહ મંત્રાલયે રાજ્યોને પત્ર લખ્યો
Amit Shah

Follow us on

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, કેન્દ્ર સરકારના વિભાગો તેમજ મંત્રાલયોને 21 મેના રોજ યોગ્ય રીતે આતંકવાદ વિરોધી દિવસ (Anti-Terrorism Day) ઉજવવા માટે પત્ર લખ્યો છે. આ પત્ર સચિવોને મોકલવામાં આવ્યો છે. આ દિવસના મહત્વને ધ્યાનમાં રાખીને પત્રમાં કહેવામાં આવ્યું છે કે, દર વર્ષે 21 મેને આતંકવાદ વિરોધી દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણી પાછળનો હેતુ યુવાનોને આતંકવાદ અને હિંસાથી દૂર રાખવાનો છે. સાથોસાથ સામાન્ય લોકોની વેદનાને બહાર લાવવી અને બતાવવું કે તે કેવી રીતે રાષ્ટ્રીય હિત માટે હાનિકારક છે.

ગૃહ મંત્રાલયે કહ્યું છે કે તમામ સરકારી કચેરીઓ, જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને અન્ય જાહેર સંસ્થાઓમાં આતંકવાદ વિરોધી શપથ લઈ શકાય છે. સહભાગીઓ અને આયોજકોની સલામતીને ધ્યાનમાં રાખીને અને જાહેર મેળાવડાને ટાળવા માટે, અધિકારીઓને તેમના રૂમ અને ઓફિસમાં આતંકવાદ વિરોધી પ્રતિજ્ઞા લેવાની સલાહ આપવામાં આવી શકે છે.

આ સિવાય પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ડિજિટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા આતંકવાદ વિરોધી સંદેશાઓનો પ્રચાર કરવાની તમામ પદ્ધતિઓ પર પણ વિચાર કરવામાં આવી શકે છે. ગૃહ મંત્રાલય વતી પત્ર જાહેર કરનાર સંબંધિત અધિકારીએ કહ્યું, હું તમને વિનંતી કરું છું કે કૃપા કરીને આતંકવાદ વિરોધી દિવસને યોગ્ય રીતે મનાવો. આ પહેલા પણ ઘણા આતંકવાદ વિરોધી કાર્યક્રમો અને અભિયાનો યોજવામાં આવ્યા હતા.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સામાજિક અંતરનું ધ્યાન રાખવું જોઈએ – ગૃહ મંત્રાલય

કોવિડ-19 રોગચાળાને ધ્યાનમાં રાખીને, ગૃહ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા નિર્ધારિત અને ભલામણ મુજબ સામાજિક અંતર જાળવવા અને માસ્ક પહેરવા જેવા નિવારક પગલાંનું પાલન કરવું હિતાવહ છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે 21 મે શનિવાર છે. તેથી દૂર-દૂરના વિસ્તારોમાંથી આવતા કર્મચારીઓને અસુવિધા ન થાય તે માટે તેઓ 20 મેના રોજ જ ‘શપથ સમારોહ’નું આયોજન કરી શકે છે.

જો 21 મેની રજા ન હોય તો, શપથ સમારોહ 21 મેના રોજ યોજવો જોઈએ. પત્રની નકલ રાષ્ટ્રપતિ સચિવાલય, ઉપરાષ્ટ્રપતિ સચિવાલય, વડાપ્રધાન કાર્યાલય, સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રાર, દિલ્હી હાઈકોર્ટના રજિસ્ટ્રાર, કેબિનેટ સચિવાલય, રાજ્યસભા સચિવાલય, લોકસભા સચિવાલય અને નીતિ આયોગને પણ મોકલવામાં આવી છે.

Next Article