
Highest Mountain: સૌથી ઊંચો પર્વત કયો છે તે વિશ્વભરમાં સૌથી જાણીતો પ્રશ્ન છે. કારણ કે આ આ વાત બાળક થી લઈ તમામ લોકો જાણે છે. ઊંચા પર્વત વિષે તમે કોઈપણને પૂછો અને તમને એક જ જવાબ મળશે – માઉન્ટ એવરેસ્ટ. પરંતુ જો તેની સામે કહેવામાં આવે કે તમારો જવાબ ખોટો છે, તો તમે કદાચ ચોંકી જશો. પરંતુ આ કોઈ મજાક નથી.
મૌના કેઆ તે વિશ્વનો સૌથી ઊંચો પર્વત હોવાનો વૈજ્ઞાનિકો દ્વારા દાવો કરવામાં આવે છે. અને તેમના દાવાના સમર્થનમાં કેટલીક દલીલો પણ રજૂ કરી. સંશોધકોના મતે, માઉન્ટ એવરેસ્ટ વાસ્તવમાં સમુદ્ર સપાટીથી ઉપર વિશ્વનો સૌથી ઊંચો પર્વત છે. તેની ટોચ સમુદ્ર સપાટીથી 8,849 મીટર છે. જે પૃથ્વી પર સૌથી વધુ છે. જોકે ટેકનિકલી રીતે દરિયાની સપાટીથી નીચે પર્વતનો એક ભાગ છે, જેને ક્યારેય ધ્યાનમાં લેવામાં આવ્યો નથી.
આ પણ વાંચો : ભારત-મ્યાનમાર-થાઇલેન્ડ હાઇવેનું 70 ટકા કામ પૂર્ણ, કેન્દ્રીય મંત્રી ગડકરીએ કરી જાહેરાત
મૌના કેઆ, સમુદ્રની અંદરથી સમુદ્રની ટોચ સુધી વિશ્વનો સૌથી ઊંચો પર્વત અને લાંબા સમયથી સુષુપ્ત જ્વાળામુખી હોવાનું કહેવાય છે. તેની કુલ ઊંચાઈ લગભગ 10,205 મીટર છે, જ્યારે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 8,849 મીટર છે. આ સંદર્ભમાં, મૌના કેઆ સૌથી ઉંચો પર્વત છે.
મૌના કૈયા અડધાથી વધુ ભાગ પેસિફિક મહાસાગરમાં આવેલો છે. પર્વતનો લગભગ 6,000 મીટર સમુદ્રની નીચે છે, જ્યારે 4,205 મીટર સમુદ્ર સપાટીથી ઉપર છે. એકંદરે, મૌના કે એવરેસ્ટ કરતાં લગભગ 1.4 કિમી લાંબી છે.
સંશોધકોના મતે, મૌના કેઆ લગભગ 4,500 વર્ષથી સુષુપ્ત છે. પરંતુ યુએસ જીઓલોજિકલ સર્વેનો દાવો છે કે તે ગમે ત્યારે ફાટી શકે છે. હવાઈમાં મૌના કેઆ પછી સક્રિય જ્વાળામુખી, પૃથ્વી પરનો બીજો સૌથી ઊંચો પર્વત છે, જેની કુલ ઊંચાઈ 9.17 કિમી છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો