Vaishno Devi : રોપ-વેથી સરળ બનશે વૈષ્ણોદેવીની યાત્રા, જાણો યાત્રા કેટલી લાંબી હશે, કેટલો ખર્ચ થશે અને યાત્રિકોએ કેટલા પૈસા ચૂકવવા પડશે

Vaishno Devi Yatra by Ropeway: આ પ્રોજેક્ટ પર ટૂંક સમયમાં કામ શરૂ થશે અને પ્રાથમિકતાના ધોરણે કામ પૂર્ણ કરવામાં આવશે. ટૂંક સમયમાં યાત્રિકોને આ સુવિધાનો લાભ મળવાની આશા છે.

Vaishno Devi : રોપ-વેથી સરળ બનશે વૈષ્ણોદેવીની યાત્રા, જાણો યાત્રા કેટલી લાંબી હશે, કેટલો ખર્ચ થશે અને યાત્રિકોએ કેટલા પૈસા ચૂકવવા પડશે
mata vaishno devi yatra by ropeway
| Edited By: | Updated on: Apr 15, 2022 | 12:25 PM

Vaishno Devi Ropeway Service: જમ્મુના કટરામાં માતા વૈષ્ણો દેવી મંદિર (Mata Vaishno Devi Mandir) એ હિન્દુ ભક્તો માટેનું મુખ્ય તીર્થસ્થાન છે. દર મહિને લાખો શ્રદ્ધાળુઓ વૈષ્ણોદેવીની પૂજા માટે આવે છે. ભક્તો ટ્રેન દ્વારા કટરા પહોંચે છે અને અહીંથી ફરી માતાના મંદિર તરફ ચઢે છે. હવે આગામી દિવસોમાં અહીં રોપ-વેની (Ropeway) વ્યવસ્થા કરવામાં આવશે. હાલમાં, ચોપર સેવા ત્યાં વૈષ્ણોદેવી (Chopper Service Vaishno Devi)માં ઉપલબ્ધ છે. લોકો ખચ્ચર પર સવારી કરીને પણ ચઢે છે. પરંતુ હવે ટૂંક સમયમાં લોકો રોપ-વે દ્વારા માતાના દર્શન કરવા જશે. આના દ્વારા હવે વૈષ્ણો દેવીની યાત્રા વધુ સરળ બનશે.

પ્રસ્તાવને ઔપચારિક રીતે આપવામાં આવી મંજૂરી

વાસ્તવમાં માતા વૈષ્ણો દેવીની યાત્રાને સરળ બનાવવા માટે, કટરા અને અર્ધકુંવારી વચ્ચે રોપ-વે બનાવવાની બહુપ્રતિક્ષિત પ્રસ્તાવને ઔપચારિક રીતે મંજૂરી આપવામાં આવી છે. પીબીએનએસના અહેવાલ મુજબ, શ્રાઈન બોર્ડની 69મી બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. ચાલો જાણીએ, વૈષ્ણોદેવીની યાત્રામાં રોપ-વેની યાત્રા કેટલી લાંબી હશે, આ સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ કેટલો હશે અને યાત્રા માટે શ્રદ્ધાળુઓને કેટલું ભાડું ચૂકવવું પડી શકે છે.

હકીકતમાં, 2012માં પ્રથમ વખત 51મી બેઠકમાં બોર્ડે રોપ-વેની શક્યતાઓ શોધવા માટે રેલ્વે એન્ટરપ્રાઇઝ RITES (RITES) એટલે કે રેલ ઇન્ડિયા ટેકનિકલ અને આર્થિક સેવા સાથે અભ્યાસ હાથ ધરવાનું નક્કી કર્યું હતું. RITESએ 2017માં બોર્ડને તેનો અહેવાલ સુપરત કર્યો હતો. જેમાં કટરા અને અર્ધકુંવારી મંદિર વચ્ચે રોપ-વેનું બાંધકામ યોગ્ય જણાયું હતું. ત્યારથી આ દરખાસ્ત સતત પેન્ડિંગ હતી. જેને નવા રચાયેલા બોર્ડની પ્રથમ બેઠકમાં જ મંજૂર કરવામાં આવી હતી.

કેટલી લાંબી હશે રોપ-વેની યાત્રા?

પ્રસ્તાવ મુજબ કટરાથી અર્ધકુંવારી વચ્ચે 1281.20 મીટર લાંબો રોપ-વે બનાવવામાં આવશે. જેની મહત્તમ ઊંચાઈ 590.75 મીટર હશે. આના દ્વારા પ્રતિ કલાક 1500 મુસાફરોને એક તરફ લઈ જવાનું શક્ય બનશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, રોપ-વે કેબિનની ક્ષમતા આઠ મુસાફરોની હશે.

રોપ-વે પ્રોજેક્ટમાં કેટલો થશે ખર્ચ?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ રોપ-વે પ્રોજેક્ટના નિર્માણમાં લગભગ 94.23 કરોડ રૂપિયા ખર્ચ થવાનો અંદાજ છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ પ્રોજેક્ટ પર જલ્દી જ કામ શરૂ થશે અને પ્રાથમિકતાના આધારે કામ પૂર્ણ કરવામાં આવશે. ટૂંક સમયમાં યાત્રિકોને આ સુવિધાનો લાભ મળવાની આશા છે.

કેટલું હોઈ શકે છે ભાડું?

RITES રિપોર્ટ જણાવે છે કે, જો પ્રતિ પેસેન્જર ચાર્જ 200 રૂપિયા રાખવામાં આવે તો ઓપરેશનલ કોસ્ટના 63 ટકા વધી શકે છે. શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના સભ્ય કે કે શર્માએ કહ્યું કે, બોર્ડની બેઠકમાં પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ હવે તેના પર વધુ કામ ટૂંક સમયમાં શરૂ થશે. શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડની 69મી બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ બેઠકમાં બોર્ડના અધ્યક્ષ જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા પણ હાજર હતા.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  Good Friday 2022 : ગુડ ફ્રાઈડેની સમગ્ર દેશમાં ઉજવણી, PM મોદીએ જીસસ ક્રાઈસ્ટના બલિદાનને યાદ કર્યું

આ પણ વાંચો:  Jammu and kashmir: શોપિયાંના ઝૈનાપોરા વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ