‘ભારત જોડો યાત્રા’ને કારણે મારા જીવનમાં અનેક ફેરફાર આવ્યા, રાહુલ ગાંધીએ યાત્રા સાથે જોડાયેલા ઘણા રસપ્રદ અનુભવ શેર કર્યા

|

Nov 29, 2022 | 4:32 PM

રાહુલ ગાંધી (Rahul Gandhi) દ્વારા 7 સપ્ટેમ્બરના રોજ તમિલનાડુના કન્યાકુમારીથી યાત્રા શરૂ કરવામાં આવી હતી. કોંગ્રેસ સાંસદે કહ્યું કે, તેઓ ભારત જોડો યાત્રા દરમિયાન પોતાનામાં કેટલાક ફેરફારો જોઈ રહ્યા છે, જેમાં વધુ ધીરજ અને અન્યને સાંભળવાની ક્ષમતા સામેલ છે.

ભારત જોડો યાત્રાને કારણે મારા જીવનમાં અનેક ફેરફાર આવ્યા, રાહુલ ગાંધીએ યાત્રા સાથે જોડાયેલા ઘણા રસપ્રદ અનુભવ શેર કર્યા
Rahul-Gandhi

Follow us on

રાહુલ ગાંધી તેમની મહત્વાકાંક્ષી પદયાત્રાના ભાગરૂપે 2,000 કિલોમીટરથી વધુનું અંતર કાપીને રવિવારે મધ્યપ્રદેશના ઈન્દોરમાં પહોંચ્યા હતા. ભારત જોડો યાત્રા એ એક જનસંપર્ક પહેલ છે જે રાહુલ ગાંધી દ્વારા 7 સપ્ટેમ્બરના રોજ તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ કરવામાં આવી હતી. કોંગ્રેસ સાંસદે કહ્યું કે, તેઓ ભારત જોડો યાત્રા દરમિયાન પોતાનામાં કેટલાક ફેરફારો જોઈ રહ્યા છે, જેમાં વધુ ધીરજ અને અન્યને સાંભળવાની ક્ષમતા સામેલ છે. યાત્રા દરમિયાન તેમની સૌથી સંતોષકારક ક્ષણ વિશે પૂછવામાં આવતા ગાંધીએ કહ્યું કે, ઘણી બધી ક્ષણ છે, પરંતુ તેમાંથી યાદ કરુ તો યાત્રાને કારણે મારી ધીરજ ખૂબ વધી ગઈ છે.

તેમણે કહ્યું, બીજી વાત એ છે કે હવે હું 8 કલાકમાં પણ ચિડાતો નથી, ભલે કોઈ મને ધક્કો મારે કે ખેંચે. મને કોઈ વાંધો નથી, પહેલા હું માત્ર બે કલાકમાં પણ ચિડાઈ જતો હતો. રાહુલ ગાંધીએ કહ્યું, જો તમે યાત્રામાં ચાલી રહ્યા હોય અને પીડા અનુભવો, તો તમારે તેનો સામનો કરવો પડશે, તમે હાર માની શકતા નથી.

હું વધુ ધીરજથી સાંભળું છું: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે ત્રીજું છે, અન્યને સાંભળવાની તેની ક્ષમતામાં પણ પહેલાની સરખામણીમાં સુધારો થયો છે. તેમણે કહ્યું, જો કોઈ મારી પાસે આવે છે, તો હું તેને વધુ ધીરજથી સાંભળું છું. મને લાગે છે કે આ બધી વસ્તુઓ મારા માટે ખૂબ જ ફાયદાકારક છે. ગાંધીએ કહ્યું કે, તેમણે પગપાળા યાત્રા શરૂ કરી ત્યારે તેમને જૂની ઈજાને કારણે ઘૂંટણમાં દુખાવો થતો હતો જે અગાઉ સાજો થઈ ગયો હતો.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે તેના કારણે તેને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. સાથે જ એવો ડર પણ હતો કે શું તે આવી સ્થિતિમાં ચાલી શકશે કે નહીં. જો કે, ધીમે ધીમે મેં તે ડરનો સામનો કર્યો કારણ કે મારે ચાલવું હતું, તે અંગે કોઈ પ્રશ્ન નથી. એવી ક્ષણો હંમેશા સારી હોય છે કે કંઈક તમને પરેશાન કરી રહ્યું હોય અને તમે તે પ્રમાણે તમારી જાતને અનુકૂળ કરો.

‘તમે એકલા ચાલી રહ્યા છો એવું ન વિચારો, હું તમારી સાથે ચાલી રહી છું’

દક્ષિણના એક રાજ્યમાં પદયાત્રા દરમિયાન થયેલા એક અનુભવને યાદ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યારે તે પીડામાં હતા કારણ કે લોકો તેને ધક્કો મારી રહ્યા હતા, ત્યારે એક નાની છોકરી આવી અને ચાલવા લાગી. તે મારી પાસે આવી અને મને એક પત્ર આપ્યો. તે કદાચ છ કે સાત વર્ષની હતી. તેણી નીકળી ત્યારે મેં પત્ર વાંચ્યો જેમાં લખ્યું હતું કે ‘તમે એકલા ચાલી રહ્યા છો એવું ન વિચારો, હું તમારી સાથે ચાલી રહી છું’.

હું પગપાળા યાત્રા કરી શકતી નથી કારણ કે મારા માતા-પિતા મને આમ કરવા દેતા નથી, પરંતુ હું તમારી સાથે ચાલી રહી છું. રાહુલ ગાંધીએ છોકરીની આ હરકતની પ્રશંસા કરી અને કહ્યુ કે, તેની જેમ, હું હજારો ઉદાહરણો શેર કરી શકું છું, પરંતુ આ પ્રથમ છે જે મારા મગજમાં આવ્યું હતું.

Published On - 4:32 pm, Tue, 29 November 22

Next Article