લેફ્ટિનેંટ જનરલ મનોજ મુકુંદ નરવણે દેશના નવા સેના પ્રમુખ બનશે. વર્તમાન સેનાના ઉપ પ્રમુખ લેફ્ટિનંટ જનરલ એમએમ નરવણેને ચીફ ઓફ આર્મી સ્ટાફ નિયુક્ત કરાયા છે. મનોજ મુકુંદ નરવણે ભારતીય સેના પ્રમુખ જનરલ બિપિન રાવતની જગ્યા લેશે.
લેફ્ટિનેંટ જનરલ મનોજ મુકુંદ નરવણેએ કહ્યું કે, આ નિર્ણયનો મને લાંબા સમયથી ઈન્તઝાર હતો. હું ખૂશ છું. અને આ ઘણું ગૌરવયુક્ત છે. હું મારી જવાબદારીને સારી રીતે નિભાવીશ.
લફ્ટિનેંટ જનરલ નરવણે જમ્મુ-કાશ્મીરની રાષ્ટ્રીય રાઈફલ્સ બટાલિયન અને પૂર્વી મોર્ચા પર ઈન્ફેંટ્રી બ્રિગેડની કમાન સંભાળી ચૂક્યા છે. તો શ્રીલંકામાં ઈન્ડિયન પીસ કિપિંગ ફોર્સનો પણ હિસ્સો હતા અને ત્રણ વર્ષ સુધી મ્યાનમારમાં પણ રહ્યા છે. લેફ્ટિનેંટ જનરલ નરવણે રાષ્ટ્રીય રક્ષા અકાદમી અને ભારતીય સૈન્ય અકાદમીથી પાસ આઉટ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
લેફ્ટિનેંટ જનરલ નરવણેનું કમિશન જૂન 1980માં શીખ લાઈટ ઈન્ફેંન્ટ્રી રેજિમેન્ટની 7મી બટાલિયનમાં થયું હતું. સેનાએ પોતાના નિવેદનમાં કહ્યું કે, લેફ્ટિનેંટ જનરલ મનોજ મુકુંદ નરવણેને સૌથી સઘર્ષમય ક્ષેત્રમાં કામ કરવાનો અનુભવ છે. તેમને સેના મેડલ પણ મળી ચૂક્યો છે. નાગાલેન્ડમાં મહાનિરીક્ષક અસમ રાઈફ્લ્સ ઉત્તરના રૂપમાં પણ સેવા આપી ચૂક્યા છે. વિશિષ્ટ સેવા પદક, અતિ વિશિષ્ટ સેવા પદક પણ મળી ચૂક્યો છે.