મુખ્યમંત્રી તરીકે પર્રિકરના એક નિર્ણયે કેન્દ્ર સરકારને પણ અચંબામાં મુકી દીધી હતી,એક જ ઝટકામાં પેટ્રોલમાં રૂ.11 ઘટાડો કર્યો હતો

|

Mar 22, 2019 | 6:58 AM

ગોવાના મુખ્યમંત્રી અને દેશના પૂર્વ રક્ષા મંત્રી મનોહર પર્રિકરનું રવિવારે અવસાન થયું છે. જેઓ સાદગી અને ઇમાનદારી માટે લાંબા સમય સુધી યાદ રહેશે. તેમની લોકપ્રિયતાની સ્થિતિ એ હતી કે, જ્યારે 2017માં ભાજપ ગોવા વિધાનસભામાં બહુમતીથી દૂર હતી ત્યારે અન્ય તમામ પક્ષોએ પર્રિકરને મુખ્યમંત્રી બનાવવા માટેની શરત રાખી હતી. નાનપણથી જ તેઓ સંઘની સાથે જોડાયેલા હતા. […]

મુખ્યમંત્રી તરીકે પર્રિકરના એક નિર્ણયે કેન્દ્ર સરકારને પણ અચંબામાં મુકી દીધી હતી,એક જ ઝટકામાં પેટ્રોલમાં રૂ.11 ઘટાડો કર્યો હતો

Follow us on

ગોવાના મુખ્યમંત્રી અને દેશના પૂર્વ રક્ષા મંત્રી મનોહર પર્રિકરનું રવિવારે અવસાન થયું છે. જેઓ સાદગી અને ઇમાનદારી માટે લાંબા સમય સુધી યાદ રહેશે. તેમની લોકપ્રિયતાની સ્થિતિ એ હતી કે, જ્યારે 2017માં ભાજપ ગોવા વિધાનસભામાં બહુમતીથી દૂર હતી ત્યારે અન્ય તમામ પક્ષોએ પર્રિકરને મુખ્યમંત્રી બનાવવા માટેની શરત રાખી હતી.

નાનપણથી જ તેઓ સંઘની સાથે જોડાયેલા હતા. 1991માં તેઓ પોતાની પહેલી ચૂંટણી લડ્યા હતા અને જેમાં કોંગ્રેસના હરીશ જાંતયે સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જે પછી 1994માં જીત મેળવી વિધાનસભામાં પહોંચ્યા હતા.

આ પણ વાંચો : મનોહર પર્રિકરના અવસાન પર બોલિવુડ પણ થયું ગમગીન, ‘દેશે એક જેન્ટલમેન ગુમાવ્યા…’

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જો કે તેમને મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર 24 ઓક્ટોબર 2000ના રોજ સંભાળ્યો હતો. પરંતુ ત્રણ વખત મુખ્યમંત્રી બનેલા પર્રિકર માટે સૌથી યાદગર સમય 2012માં સાબિત થયો હતો. જ્યારે તેમણે મુખ્યમંત્રી બનતાની સાથે જ ગોવામાં પેટ્રોલના ભાવ 11 રૂ. ઘટાડી દીધા હતા. જેના કારણે સમગ્ર દેશમાં તેમની ચર્ચા થવા લાગી હતી.

ગોવામાં પહેલી વખત આટલો મોટો ફેરફાર જોવા મળ્યોહતો. આ ઉપરાંત તેમણે ગોવામાં ગૃહિણીઓ માટેની આર્થિક મદદની યોજના અને લાડલી લક્ષ્મી જેવી યોજના શરૂ કરી હતી. જેને પાછળથી અન્ય રાજ્યોમાં પણ લાગુ કરવામાં આવી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:50 am, Mon, 18 March 19

Next Article