Mann ki Baat: PM મોદી આજે સવારે 11 વાગ્યે કરશે ‘મન કી બાત’, આ મુદ્દાઓ પર કરી શકે છે ચર્ચા

|

Nov 28, 2021 | 7:45 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સવારે 11 વાગ્યે 'મન કી બાત' કાર્યક્રમને સંબોધિત કરશે. વર્ષ 2021માં 'મન કી બાત'નો કાર્યક્રમ 11મી વખત યોજાશે. વડાપ્રધાન દર મહિનાના છેલ્લા રવિવારે આ કાર્યક્રમને સંબોધિત કરે છે.

Mann ki Baat: PM મોદી આજે સવારે 11 વાગ્યે કરશે મન કી બાત, આ મુદ્દાઓ પર કરી શકે છે ચર્ચા
PM Modi, Mann Ki Baat (file photo)

Follow us on

મન કી બાતનો (Mann ki Baat) આ 83મો એપિસોડ હશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( Prime Minister Narendra Modi ) ખેડૂતો અને કૃષિ કાયદા વિશે વાત કરી શકે છે. આ ઉપરાંત, સંસદના શિયાળુ સત્ર, કોરોનાની રસી, Amicron, કોરોનાનું નવું સ્વરૂપ, ક્લાઈમેટ ચેન્જ, વાયુ પ્રદૂષણ, રોજગાર વગેરે જેવા વિષયો પર વાત કરી શકે છે.

તમે સૂચવી શકો છો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ કાર્યક્રમ માટે સામાન્ય લોકો પણ પોતાના સૂચનો આપી શકે છે. પીએમ મોદીએ ખુદ લોકોને તેમના મંતવ્યો અને સૂચનો આપવા અપીલ કરી છે. એક ટ્વિટમાં, તેમણે કહ્યું કે તેઓ આ મહિનાના મન કી બાત કાર્યક્રમ માટે સંભવિત વિષયો પર લોકો પાસેથી સૂચનો ઇચ્છે છે. તેમણે તેમને સૂચનો મોકલવા અથવા તેમના સંદેશાઓ MyGov, NaMo એપ્લિકેશન પર રેકોર્ડ કરવા વિનંતી કરી.

તે જ સમયે, લોકો ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર કૉલ કરીને હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં તેમનો સંદેશ પણ રેકોર્ડ કરી શકે છે. ફોન લાઇન શુક્રવાર સુધી ખુલ્લી રહેવાની હતી. આ કાર્યક્રમ માટેના સૂચનો પણ 1922 નંબર પર મિસ્ડ કોલ આપીને SMS દ્વારા મળેલી લિંક પરથી સીધા વડાપ્રધાનને મોકલી શકાશે.

દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત થાય છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત થાય છે. આ કાર્યક્રમ પ્રાદેશિક ભાષાઓમાં પણ સાંભળી શકાશે. આ કાર્યક્રમ ઓલ ઈન્ડિયા રેડિયો, દૂરદર્શન, ઓલ ઈન્ડિયા રેડિયો ન્યૂઝ અને મોબાઈલ એપ પર પ્રસારિત કરવામાં આવશે.

આ પણ વાંચોઃ

કોંગ્રેસે બોલાવી વિપક્ષોની મિટિંગ, નહીં થાય TMC સામેલ, ‘જ્યારે અમે સૌથી મોટી લડાઈ લડી ત્યારે કોંગ્રેસ ક્યાં હતી ?’ TMC એ માર્યો ટોણો

આ પણ વાંચોઃ

Mumbai : ઓમિક્રોન વેરિયન્ટને પગલે BMC એક્શનમાં, સાઉથ આફ્રિકાથી આવતા લોકોને 14 દિવસ સુધી કરાશે ક્વોરેન્ટાઈન

Next Article