મણિપુરમાં 10 દિવસની હિંસા બાદ રાજ્યના મુખ્યમંત્રી એન. બિરેન સિંહ દિલ્હી પહોંચ્યા છે. મુખ્યમંત્રીએ ગૃહમંત્રી અમિત શાહને (Amit Shah) મળ્યા અને રાજ્યની સ્થિતિ વિશે જાણકારી આપી. અહીં 3 મેના મૈતેઈ અને કુકી આદિવાસીઓ વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં ફાટી નીકળેલી હિંસામાં 60 લોકો માર્યા ગયા છે. જાતિને લઈને બે આદિવાસી સમુદાયો વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે.
તેમને એસ.ટી.ની યાદીમાં સમાવવામાં આવે તેવી માંગણી મૈતેઈએ કરી છે. આ માગને લઈને તેઓ રવિવારે દિલ્હીના જંતર-મંતર પર પણ એકઠા થયા હતા. મૈતેઈ સમુદાયે રાજ્યમાં નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC) લાગુ કરવાની માગ કરી હતી, જેથી ગેરકાયદેસર વસાહતીઓને ઓળખી શકાય અને તેમને દેશનિકાલ કરી શકાય. વિરોધીઓએ કહ્યું કે કુકી-પ્રભુત પર્વતીય વિસ્તારોમાં રહેતી મૈતેઈ વસ્તીને તેમના ઘર છોડવા પડ્યા. તેઓ હવે પાછા નહીં જઈ શકે.
આ પણ વાંચો : Modi Government 9 Years: મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર મેગા તૈયારી, ભાજપ ચલાવશે ખાસ સંપર્ક અભિયાન
મુખ્યમંત્રી બિરેન સિંહ તેમના ચાર કેબિનેટ મંત્રીઓ સાથે ગૃહમંત્રીને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા. મુખ્યમંત્રીએ આદિવાસી ધારાસભ્યોની અલગ વહીવટની માંગ અંગે પણ ગૃહમંત્રીને જાણ કરી હતી. અહેવાલ મુજબ ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે મણિપુરમાં સ્થિતિ હવે સામાન્ય થઈ રહી છે. જો કે, હિંસાને કારણે મૈતેઈ અને કુકી સમુદાયોમાં એકબીજા પ્રત્યે નફરત વધી છે. આગામી દિવસોમાં રાજ્યમાં વધુ ઘર્ષણ જોવા મળે તેવી શક્યતા છે.
ભાજપ પાસે કુકી સમુદાયના 8 ધારાસભ્યો છે અને તે જ સમુદાયના અન્ય બે ધારાસભ્યો બીરેન સરકારને સમર્થન ધરાવે છે. તાજેતરમાં, બધાએ એક સંયુક્ત નિવેદન બહાર પાડીને અલગ વહીવટની માગ કરી હતી. વિધાનસભ્યોએ કહ્યું કે હિંસા બાદ તેઓ હવે મૈતેઈ સાથે રહી શકશે નહીં. 3 મેના રોજ, મણિપુરના ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયને 10 પહાડી જિલ્લાઓમાં ‘આદિવાસી એકતા માર્ચ’ કાઢી હતી, જેના પગલે હિંસા ફાટી નીકળી હતી. આ કૂચને નાગા સ્ટુડન્ટ્સ યુનિયન ચંદેલ, સદર હિલ્સ ટ્રાઇબલ યુનિયન ઓન લેન્ડ એન્ડ ફોરેસ્ટ, તંગખુલ કટમાનાઓ સકલોંગ અને ટ્રાઇબલ ચર્ચ લીડર્સ ફોરમ દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો.