“હિન્દુ વિના દુનિયાનું અસ્તિત્વ નથી…” RSS વડા મોહન ભાગવતે કહ્યું – ગ્રીસ, ઇજિપ્ત અને રોમની સંસ્કૃતિઓ નકશામાંથી ગાયબ થઈ ગઈ

મોહન ભાગવતે મણિપુરમાં જણાવ્યું કે હિન્દુ સમાજ અમર છે અને ભારત સનાતન સંસ્કૃતિનું પ્રતીક છે. તેમણે કહ્યું કે હિન્દુઓ વિના વિશ્વનું અસ્તિત્વ શક્ય નથી.

“હિન્દુ વિના દુનિયાનું અસ્તિત્વ નથી…” RSS વડા મોહન ભાગવતે કહ્યું - ગ્રીસ, ઇજિપ્ત અને રોમની સંસ્કૃતિઓ નકશામાંથી ગાયબ થઈ ગઈ
| Updated on: Nov 22, 2025 | 6:36 PM

મણિપુરની મુલાકાત દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે હિંદુ સમાજ અને ભારતીય સંસ્કૃતિ અંગે એક પ્રભાવશાળી સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે હિન્દુ સમાજ અમર છે અને ભારત એ શાશ્વત સભ્યતાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમના જણાવ્યા પ્રમાણે, “હિન્દુઓ વિના દુનિયાનું અસ્તિત્વ શક્ય નથી. હિન્દુઓનો અંત એટલે વિશ્વનો અંત.”

હિન્દુ સમાજની શાશ્વતતા અંગે મોહન ભાગવતનું નિવેદન

ભાગવતે જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિએ ઇતિહાસ દરમ્યાન અનેક ઉતાર-ચઢાવ જોયા છે, છતાં ભારત અને તેની સભ્યતા વિશ્વના નકશા પર ટકી રહી છે. તેઓએ કહ્યું કે આજે પણ ભારતીય સભ્યતા અત્યંત મજબૂત છે અને આપણા અંદરના ગુણો આપણને સદીઓથી જીવંત રાખે છે.

ગ્રીસ, ઇજિપ્ત અને રોમ જેવી પ્રાચીન સભ્યતાઓ અદૃશ્ય

મોહન ભાગવતે વિશ્વનાં અન્ય દેશોના ઇતિહાસનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ગ્રીસ, ઇજિપ્ત અને રોમ જેવી પ્રાચીન સભ્યતાઓ આજે વિશ્વના નકશામાંથી લગભગ અદૃશ્ય થઈ ગઈ છે. તેમના અનુસાર, ધાર્મિક પરિવર્તન અને પરંપરાઓથી દુરાવ એ દેશોની સભ્યતાના નાશનું એક મોટું કારણ રહ્યું છે.
તેની સામે, ભારત એ એકમાત્ર એવો દેશ છે જે આજે પણ પોતાની પ્રાચીન સંસ્કૃતિ સાથે ગાઢ રીતે જોડાયેલો છે.

“હિન્દુ સમાજ હંમેશા અસ્તિત્વમાં રહેશે”

ભાગવતે પોતાના સંબોધનમાં કહ્યું કે ભારતની શક્તિ તેના સાંસ્કૃતિક એકતામાં છે, જે જાતિ, ભાષા અથવા ધર્મ પર આધારિત નથી, પરંતુ જવાબદારી અને સામૂહિક મૂલ્યો પર આધારિત છે.


તેમણે સ્પષ્ટ કહ્યું કે “હિન્દુ સમાજ હંમેશા અસ્તિત્વમાં રહેશે. જો હિન્દુઓ અદૃશ્ય થઈ જાય, તો વિશ્વનું અસ્તિત્વ પણ સમાપ્ત થઈ જશે.”
તેમનો દાવો છે કે હિન્દુ સમાજનો ઇતિહાસ વિશ્વના વિકાસ સાથે સીધો જોડાયેલો છે.

મહાભારત – રામાયણ અને પ્રાચીન ગ્રંથોમાં ભારતનો ઉલ્લેખ

RSS વડાએ ઉમેર્યું કે ભારત હંમેશથી અસ્તિત્વમાં છે અને તેનું વર્ણન મહાભારત, રામાયણ અને કાલિદાસનાં મહાકાવ્યોમાં સ્પષ્ટ જોવા મળે છે.

તેઓ મુજબ, એક સમય હતો જ્યારે ભારતની ભૂમિ મણિપુરથી લઇ અફઘાનિસ્તાન સુધી ફેલાયેલી હતી. અનેક રાજાઓના શાસન, બાહ્ય આક્રમણો અને સ્વતંત્રતા માટેનાં સંઘર્ષ છતાં ભારત એક શક્તિશાળી સંસ્કૃતિ તરીકે અડીખમ રહ્યું.

બીજા વિશ્વયુદ્ધ બાદ બદલાયેલ રાજકીય દશા

મોહન ભાગવતે જણાવ્યું કે 1945માં બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વનું રાજકીય વાતાવરણ બદલાયું. રાજકીય મજબૂરીઓને કારણે નેતાઓએ અલગ અલગ મંતવ્યો વ્યક્ત કરવા શરૂ કર્યા, જ્યારે મૂળભૂત રીતે તેઓ જાણતા હતા કે “આખું ભારત અમારું જ છે.”

પાકિસ્તાન સાથે કેવો વ્યવહાર કરવો? RSS વડા મોહન ભાગવતે જણાવી રણનીતિ..

Published On - 6:31 pm, Sat, 22 November 25