‘PM મોદી માટે રાહુલ ગાંધી TRP, જો તેઓ વિપક્ષનો ચહેરો બને તો…’, મમતા બેનર્જીનું મોટું નિવેદન

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે ભાજપ ઈચ્છે છે કે રાહુલ ગાંધી વિપક્ષનો ચહેરો બને. જેથી તેમને ચૂંટણીમાં મદદ મળે. મમતા બેનર્જી મુર્શિદાબાદમાં વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા હતા જ્યા તેમને આ વાત કહી હતી.

PM મોદી માટે રાહુલ ગાંધી TRP, જો તેઓ વિપક્ષનો ચહેરો બને તો..., મમતા બેનર્જીનું મોટું નિવેદન
Image Credit source: Google
| Edited By: | Updated on: Mar 19, 2023 | 8:07 PM

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાહુલ ગાંધીના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા છે. TMC ચીફે રવિવારે (19 માર્ચ) કહ્યું કે જો રાહુલ ગાંધી વિપક્ષના નેતા રહેશે તો નરેન્દ્ર મોદી (PM મોદી)ને કોઈ હરાવી શકશે નહીં. રાહુલ ગાંધી પીએમ મોદી માટે ટીઆરપી જેવા છે. મમતા બેનર્જી મુર્શિદાબાદમાં વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા હતા, જ્યા તેમને આ વાત કહી હતી.

આ પણ વાચો: Amritpal Singh: અમૃતપાલ સિંહનું ISI સાથે કનેક્શન આવ્યું સામે, પંજાબ પોલીસે કર્યો મોટો દાવો

તેમણે સાગરદિઘી પેટાચૂંટણીમાં ટીએમસીની હાર પર કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીને પણ નિશાન બનાવ્યા હતા. તેમણે કહ્યું કે અધીર રંજન ચૌધરીએ પેટાચૂંટણી દરમિયાન આરએસએસ-સીપીએમ સાથે મળીને આયોજન કર્યું હતું. તેઓ ભાજપના નંબર વન નેતા છે.

રાહુલ ગાંધીને વિપક્ષના ચહેરો બનાવવા ઈચ્છે છે ભાજપ

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે ભાજપે રાહુલ ગાંધીને નેતા બનાવવા સંસદમાં હંગામો મચાવ્યો હતો. ભાજપ ઈચ્છે છે કે રાહુલ ગાંધી વિપક્ષનો ચહેરો બને, નહીં તો સંસદમાં તેમણે બહાર જે કહ્યું તેના પર હંગામો કેમ થયો. અમે ઈચ્છીએ છીએ કે સંસદની કાર્યવાહી સરળતાથી ચાલે, અમે અદાણી મુદ્દે ચર્ચા ઈચ્છીએ છીએ. અમે CAA, NRC, યુનિફોર્મ સિવિલ કોડ બિલનો વિરોધ કર્યો છે. લઘુમતી સમુદાય આપણા હાથમાં સુરક્ષિત છે.

કોંગ્રેસને ટક્કર આપી રહી છે ટીએમસી?

તાજેતરના દિવસોમાં રાહુલ ગાંધી પર ટીએમસી દ્વારા ઘણી વખત હુમલો કરવામાં આવ્યો છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે ટીએમસી કોંગ્રેસને વિપક્ષ તરીકે હાંસિયામાં ધકેલી રહી છે. થોડા દિવસો પહેલા મમતા બેનર્જીએ યુપીના પૂર્વ સીએમ અને સપાના વડા અખિલેશ યાદવ સાથે પણ મુલાકાત કરી હતી. આ બેઠક બાદ એવું કહેવામાં આવી રહ્યું હતું કે, બંને નેતાઓ વચ્ચે નવો મોરચો બનાવવા માટે સમજૂતી થઈ ગઈ છે.

“ભાજપને મળશે મદદ”

ટીએમસી તરફથી કહેવામાં આવ્યું હતું કે, ભાજપ રાહુલ ગાંધીને વિપક્ષના ચહેરા તરીકે ઈચ્છે છે. તેનાથી ભાજપને મદદ મળશે. તેઓ વિદેશમાં રાહુલ ગાંધીના નિવેદન પર સંસદનું કામકાજ થવા દેતા નથી. ટીએમસીએ કહ્યું હતું કે અમે ભાજપ અને કોંગ્રેસથી સમાન અંતર જાળવવાની યોજના અંગે અન્ય વિપક્ષી દળો સાથે વાત કરીશું. કોંગ્રેસ વિપક્ષની બિગ બોસ છે તે એક ભ્રમ છે.

કોંગ્રેસના વિરોધ કૂચથી અંતર બનાવવામાં આવ્યું હતું

આ ઉપરાંત, સંસદના બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસે અન્ય ઘણી પાર્ટીઓ સાથે મળીને અદાણી કેસમાં જેપીસીની માંગણી સાથે માર્ચ કાઢી હતી, પરંતુ ટીએમસીએ વિરોધમાં ભાગ લીધો ન હતો. ટીએમસીએ સંસદ પરિસરમાં અલગથી વિરોધ પ્રદર્શન કર્યું હતું.