મલ્લિકાર્જુન ખડગે રાજ્યસભામાં ફરી ગુસ્સે થયા, કહ્યુ- મારી સદસ્યતા રદ કરી શકો, પરંતુ મારા શબ્દો સંસદીય રેકોર્ડમાં પાછા લાવો

|

Feb 10, 2023 | 1:20 PM

મલ્લિકાર્જુન ખડગેએ અધ્યક્ષને સંસદીય રેકોર્ડમાં શબ્દો પાછા લાવવા કહ્યું. તમે મારું સભ્યપદ રદ કરી શકો, પણ હું મારી લાગણી જણાવીશ. ખડગેની આ માગ બાદ બીજેપી સાંસદોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. થોડી વારમાં હંગામો વધી ગયો. અંતે કોંગ્રેસના સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો.

મલ્લિકાર્જુન ખડગે રાજ્યસભામાં ફરી ગુસ્સે થયા, કહ્યુ- મારી સદસ્યતા રદ કરી શકો, પરંતુ મારા શબ્દો સંસદીય રેકોર્ડમાં પાછા લાવો
Mallikarjun Kharge

Follow us on

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શુક્રવારે ફરી એકવાર તેમના ભાષણમાંથી કાઢી નાખેલા શબ્દોનો મુદ્દો ઉઠાવ્યો હતો. મલ્લિકાર્જુન ખડગેએ અધ્યક્ષને સંસદીય રેકોર્ડમાં મારા શબ્દો પાછા લાવવા કહ્યું. તમે મારું સભ્યપદ રદ કરી શકો, પણ હું મારી લાગણી જણાવીશ. ખડગેની આ માગ બાદ બીજેપી સાંસદોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. થોડી વારમાં હંગામો વધી ગયો. અંતે કોંગ્રેસના સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો.

મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે રાજ્યસભાના અધ્યક્ષની સામે સંસદીય કાર્યવાહીમાં તેમના ભાષણના કેટલાક શબ્દો પાછા લાવવાની માગ કરી હતી, જેના માટે મલ્લિકાર્જુને પીવી નરસિમ્હા રાવ પર ભૂતપૂર્વ વડાપ્રધાન અટલજીની ટિપ્પણીનો ઉલ્લેખ કર્યો હતો. PM નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો.

આ દરમિયાન તેમણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે ગઈકાલે ખડગેજી ફરિયાદ કરી રહ્યા હતા કે મોદીજી વારંવાર મારા મતવિસ્તારમાં આવે છે. હું તેમને કહેવા માંગુ છું, હું આવીશ, તમે તે જોયું છે, પણ જનતા જ તમને નકારી રહી છે તેનું શું.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

પીએમનો કોંગ્રેસ અધ્યક્ષ પર પ્રહાર

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગઈકાલે ખડગેજી ફરિયાદ કરી રહ્યા હતા કે મોદીજી વારંવાર મારા મતવિસ્તારમાં આવે છે. હું તેમને કહેવા માંગુ છું, હું આવીશ, તમે તે જોયું છે, પરંતુ તમારે એ પણ જોવું જોઈએ કે ત્યાં 1 કરોડ 70 લાખ જનધન બેંક ખાતા ખોલવામાં આવ્યા છે. એકલા કલબુર્ગીમાં જ 8 લાખથી વધુ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે.

આ સાથે રાજ્યસભામાં પીએમ મોદીએ કહ્યું કે આ જોઈને હું તેમની (મલ્લિકાર્જુન ખડગે) પીડા સમજી શકું છું. તમે દલિતોની વાત કરો, એ પણ જુઓ કે એ જ જગ્યાએ ચૂંટણીમાં દલિતોને જીત મળી હતી. હવે જનતા તમને રિજેક્ટ કરી રહી છે, આથી આ વાત પર તમે અહીં રડી રહ્યા છો.

લોકોનું વર્તન અને ભાષણ દેશ માટે નિરાશાજનક: પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે આ ગૃહ રાજ્યોનું ગૃહ છે. છેલ્લા દાયકાઓમાં ઘણા બૌદ્ધિકોએ ગૃહથી દેશને દિશા આપી. આવા લોકો પણ ગૃહમાં બેઠા હોય છે, જેમણે પોતાના જીવનમાં ઘણી સિદ્ધિઓ મેળવી હોય છે. ગૃહમાં ચાલી રહેલી બાબતોને દેશ ગંભીરતાથી સાંભળે છે અને અનુસરે છે, પરંતુ દુર્ભાગ્યપૂર્ણ છે કે ગૃહમાં કેટલાક લોકોનું વર્તન અને ભાષણ માત્ર ગૃહને જ નહીં પરંતુ દેશ માટે પણ નિરાશાજનક છે.

Next Article