‘કોંગ્રેસની શાળામાં ભણીને મોદી દેશના વડાપ્રધાન બન્યા’, ગૃહમાં PM મોદીના સંબોધન પર મલ્લિકાર્જુન ખડગેનો કટાક્ષ

|

Aug 13, 2023 | 8:09 PM

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, પીએમ મોદી કહે છે કે કોંગ્રેસે 70 વર્ષમાં શું કર્યું? કોંગ્રેસે ખોલેલી શાળાઓમાં મોદી અને શાહ ભણીને નેતા, ધારાસભ્ય, મંત્રી અને વડાપ્રધાન બન્યા.

કોંગ્રેસની શાળામાં ભણીને મોદી દેશના વડાપ્રધાન બન્યા, ગૃહમાં PM મોદીના સંબોધન પર મલ્લિકાર્જુન ખડગેનો કટાક્ષ
Mallikarjun Kharge

Follow us on

છત્તીસગઢ પહોંચેલા કોંગ્રેસના (Congress) રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ (Mallikarjun Kharge) મોદી સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, પીએમ મોદી કહે છે કે કોંગ્રેસે 70 વર્ષમાં શું કર્યું? કોંગ્રેસે ખોલેલી શાળાઓમાં મોદી અને શાહ ભણીને નેતા, ધારાસભ્ય, મંત્રી અને વડાપ્રધાન બન્યા. મોદીને દેશના નંબર વન નેતા કહેવામાં આવે છે, પરંતુ તેઓ સંસદમાં મણિપુર વિશે કશું બોલતા નથી.

છત્તીસગઢના લોકોએ મને તાકાત આપી

જાંજગીર ચંપામાં રવિવારે આયોજિત ‘ભરોસે કા સંમેલન’ માં મલ્લિકાર્જુન ખડગે પ્રથમ વખત છત્તીસગઢ પહોંચ્યા હતા. પોતાના ભાષણમાં તેમણે કહ્યું કે, અધ્યક્ષ બન્યા બાદ તેમને હિમાચલ અને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી મળી હતી, જેમાં જનતાએ બહુમતી આપી હતી. તેમાં છત્તીસગઢના લોકોએ મને તાકાત આપી છે. હું 11 ઓગસ્ટે છત્તીસગઢ આવવાનો હતો, પરંતુ સંસદમાં એક મોટી ઘટનાની ચર્ચા થવાની હતી, તેથી આજે આવ્યો છું.

મણિપુરમાં 200થી વધુ લોકોના મોત થયા

કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા ખડગેએ કહ્યું કે, મણિપુરમાં 200થી વધુ લોકોના મોત થયા છે, 500થી વધુ લોકો ઘાયલ છે. 5000 થી વધુ ઘર બળી ગયા છે. રાહુલ ગાંધી ત્યાં ગયા હતા. બાળકો, મહિલાઓ અને લોકો સાથે મુલાકાત કરી હતી. તેમણે ત્યાંની પરિસ્થિતિ મીડિયામાં જાહેર કરી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

શું મોદી લંડનમાં અભ્યાસ કરીને વડાપ્રધાન બન્યા- મલ્લિકાર્જુન ખડગે

કોંગ્રેસે 70 વર્ષમાં શું કર્યું તેવા સવાલ પર ખડગેએ ભાજપને જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, મોદી અને શાહ જ્યાં પણ ભણ્યા હતા, તેઓ અમારી શાળામાં જ ભણ્યા હતા. શું તે લંડન ભણવા ગયા હતા? અને તેઓ અમને પૂછે છે કે અમે 70 વર્ષમાં શું કર્યું. તમને ભણાવ્યા, મંત્રી-મુખ્યમંત્રી બનાવ્યા અને હવે વડાપ્રધાન. એટલું નાટક કરે છે કે, નાટક કંપનીમાં જોડાવાને બદલે કદાચ સંસદમાં આવી ગયા.

આ પણ વાંચો : West Bengal Violence: બંગાળમાં નથી અટકી રહી હિંસા, TMC નેતાની હત્યા બાદ હવે ડ્રમમાંથી મળ્યા 65 દેશી બોમ્બ

ભાજપ પર આકરા પ્રહાર કરતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે, અમે માત્ર રામ ભરોસે નથી, પરંતુ તેઓ માત્ર રામ ભરોસે છે. 15 લાખ તમારા ખાતામાં આવશે, દર વર્ષે 2 કરોડ નોકરીઓ મળશે, શું દેશના વડાપ્રધાન જૂઠું બોલે છે? જે લોકોએ ભૂપેશ કેબિનેટ પર ભરોસો રાખ્યો હતો, તેમણે તે કરીને બતાવ્યું. નેહરુ, ગાંધી અને અન્ય તમામ નેતાઓએ દેશ માટે જે કર્યું તે લોકો ક્યારેય ભૂલી શકશે નહીં. ભાજપને જીતનો વિશ્વાસ દેખાતો નથી, તેથી જ તેઓ હવે ED, IT, CBI થી ડરાવવાનું કામ કરી રહ્યા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article