સોમવારે મણિપુરમાં આયોજિત રમત મંત્રીઓના ચિંતન શિબિરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધિત કર્યું. ઈમ્ફાલમાં આયોજિત આ ચિંતન શિબિરમાં પીએમ મોદીએ ભવિષ્યના લક્ષ્યો તેમજ અગાઉની કોન્ફરન્સની સમીક્ષા કરવાનું પણ કહ્યું હતું. આ સાથે પીએમ મોદીએ રમતગમત મંત્રાલયોને રમત સ્પર્ધાઓને લઈને અલગ અભિગમ સાથે કામ કરવા કહ્યું છે.
#WATCH | Delhi: Last year, athletes of India, performed amazingly in so many international sports events. Along with celebrating their win, we also must think about how we can help them more….: Prime Minister Narendra Modi at Chintan Shivir of Sports Ministers in Manipur pic.twitter.com/yATZmhXqzK
— ANI (@ANI) April 24, 2023
પીએમ મોદીએ કહ્યું કે વિવિધ સ્પર્ધાઓ માટે અલગ-અલગ રણનીતિઓ બનાવવી પડશે. સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પોર્ટ્સ ટ્રેનિંગ પર વધારે ધ્યાન આપવું પડશે. તેમણે સ્થાનિક સ્તરે વધારે સ્પર્ધા યોજવાની સલાહ આપી છે. આ સાથે તેણે એમ પણ કહ્યું છે કે છેલ્લા એક વર્ષમાં ભારતીય ખેલાડીઓએ ઘણી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં સારું પ્રદર્શન કર્યું છે.
આ પણ વાંચો: Sachin Tendulkar Birthday: સચિન તેંડુલકરના 50 જબરદસ્ત રેકોર્ડ, જેમાંથી મોટાભાગે તૂટવા મુશ્કેલ!
ચિંતન શિબિરને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ઉત્તર પૂર્વના દરેક જિલ્લામાં ઓછામાં ઓછા 2 ખેલો ઈન્ડિયા કેન્દ્રો સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત દરેક રાજ્યમાં ખેલો ઈન્ડિયા સેન્ટર ફોર એક્સેલન્સની સ્થાપના કરવામાં આવી રહી છે. આ પ્રયાસો રમત જગતમાં નવા ભારતનો પાયો બનશે. રમતગમત મંત્રીઓના ચિંતન શિબિર સાથે ઈમ્ફાલમાં યુવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
પીએમ મોદીએ કહ્યું, રમતગમતને લઈને પૂર્વોત્તરમાં થઈ રહેલું કામ પ્રેરણા આપે છે. સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંબંધિત 400 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ અહીં વિકાસને એક નવો આયામ આપી રહ્યા છે. આ દરમિયાન તેમણે ઈમ્ફાલ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તે દેશભરના યુવાનોને નવી તકો આપશે.
પીએમ મોદીએ મણિપુરથી બહાર આવેલા ખેલાડીઓની પ્રશંસા કરતા કહ્યું કે તેઓએ દેશનું ગૌરવ વધાર્યું છે, દેશ માટે ઘણા મેડલ જીત્યા છે. આ વર્ષે મણિપુરની ધરતી પર ચિંતન શિબિર થઈ રહી છે, તે ખૂબ જ આનંદની વાત છે. પીએમ મોદીના મતે ટેલેન્ટેડ ખેલાડીઓને ક્વોલિટી સ્પોર્ટસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપવુ તમામની જવાબદારી છે. ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે સાથે મળીને કામ કરવાની જરૂર છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 1:32 pm, Mon, 24 April 23