79,000 કરોડની ડિફેન્સ ડીલને લીલી ઝંડી! ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેના હવે વધારે મજબૂત બનશે

રક્ષા મંત્રાલયે ગુરુવારે જાહેરાત કરી હતી કે, Defense Acquisition Council (DAC) એ ભારતીય સંરક્ષણ દળો (Defense Forces) ની ક્ષમતાઓ વધારવા માટે ₹79,000 કરોડના ખરીદી પ્રસ્તાવોને મંજૂરી આપી છે.

79,000 કરોડની ડિફેન્સ ડીલને લીલી ઝંડી! ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેના હવે વધારે મજબૂત બનશે
| Updated on: Oct 23, 2025 | 9:20 PM

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સેના માટે ઘણા મુખ્ય પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. આમાં નાગ મિસાઇલ સિસ્ટમ (ટ્રેક્ડ) માર્ક-2 (NAMIS), ગ્રાઉન્ડ બેઝ્ડ મોબાઇલ ELINT સિસ્ટમ (GBMES) અને મટિરિયલ હેન્ડલિંગ ક્રેન સાથે હાઇ મોબિલિટી વ્હીકલ્સ (HMVs)નો સમાવેશ થાય છે.

ઇલેક્ટ્રોનિક સિગ્નલો પર નજર

મંત્રાલયના જણાવ્યા અનુસાર, NAMIS દુશ્મનના લડાયક વાહનો, બંકરો અને અન્ય કિલ્લેબંધીનો નાશ કરવામાં મદદ કરશે. GBMES 24 કલાક દુશ્મનના ઇલેક્ટ્રોનિક સિગ્નલો પર નજર રાખશે. HMVs વિવિધ ક્ષેત્રોમાં લોજિસ્ટિકલ સપોર્ટમાં પણ સુધારો કરશે.

નૌકાદળ (Navy) માટે ઘણા મુખ્ય પ્રસ્તાવોને પણ મંજૂરી આપવામાં આવી છે. આમાં લેન્ડિંગ પ્લેટફોર્મ ડોક્સ (LPDs), 30mm નેવલ સરફેસ ગન, એડવાન્સ્ડ લાઇટવેઇટ ટોર્પિડોઝ (ALWTs), ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ ઇન્ફ્રા-રેડ સર્ચ એન્ડ ટ્રેક સિસ્ટમ્સ અને 76mm સુપર રેપિડ ગન માઉન્ટ માટે સ્માર્ટ દારૂગોળાનો સમાવેશ થાય છે.

DRDO દ્વારા વિકસિત ALWTs પરંપરાગત, પરમાણુ અને નાની સબમરીનને લક્ષ્ય બનાવવામાં સક્ષમ છે. 30mm નેવલ ગન દરિયાઈ સુરક્ષા અને પાયરસી અટકાવવામાં અસરકારક રહેશે. વાયુસેના માટે કોલેબોરેટિવ લોંગ રેન્જ ટાર્ગેટ સેચ્યુરેશન/ડિસ્ટ્રક્શન સિસ્ટમ (CLRTS/DS) ને મંજૂરી આપવામાં આવી છે.

આત્મનિર્ભર ભારત

આ સિસ્ટમ ઉડાન ભરવા, લેન્ડ કરવા, નેવિગેટ કરવા અને મિશન ક્ષેત્રમાં પેલોડ્સ પહોંચાડવા સક્ષમ છે. આ મંજૂરી આત્મનિર્ભર ભારત પહેલ હેઠળ સ્વદેશી ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા તરફ એક મુખ્ય પગલું છે. આનાથી લશ્કરની તાકાતમાં વધારો થશે અને એમાંય સંરક્ષણ ઉત્પાદનને પણ પ્રોત્સાહન મળશે.

આ પણ વાંચો: ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપરાને ભારતીય સેનામાં “લેફ્ટન્ટ કર્નલ”નો ઇલકાબ આપવામાં આવ્યો