ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) વારાણસીમાં (Varanasi) કાશી વિશ્વનાથ-જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ (Kashi Vishwanath Gyanvapi Mosque Dispute) અંગે વારાણસી કોર્ટે કડક ચુકાદો આપ્યો છે. કમિશનરની નિમણૂક કરવાનો નિર્ણય આપતાં કોર્ટે કહ્યું કે, તેમણે 19 એપ્રિલે મંદિર-મસ્જિદ સંકુલની મુલાકાત લેવી જોઈએ અને વીડિયોગ્રાફી કરાવવી જોઈએ. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે આ સમયગાળા દરમિયાન સુરક્ષા દળો તૈનાત કરવામાં આવે જેથી કોઈ વિવાદ ન થાય. જણાવી દઈએ કે કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કોર્ટ પાસેથી પરિસરની તપાસ અને વીડિયોગ્રાફી માટે આદેશની માંગ કરવામાં આવી હતી.
સપ્ટેમ્બર 2020 ના રોજ, કાશી વિશ્વનાથ-જ્ઞાનવાપી મસ્જિદ સંકુલને હિન્દુઓને સોંપવાની માંગ કરતી અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. વારાણસી જિલ્લા અદાલતે આ અરજી પર સુનાવણી કરતા શુક્રવારે પોતાનો આદેશ સંભળાવ્યો. જેમાં અરજદારોએ કોર્ટ પાસે પરિસરની તપાસ અને વિડિયોગ્રાફી માટેનો આદેશ માંગ્યો હતો. અરજીકર્તાની માગણી છે કે આ જગ્યા હિંદુ દેવી-દેવતાઓને પરત સોંપવામાં આવે.
આ અરજી પર સુનાવણી કરતા શુક્રવારે વારાણસી કોર્ટે કમિશનરની નિમણૂક કરવાનો નિર્ણય આપ્યો હતો. કોર્ટે આદેશ આપ્યો કે કમિશનર 19 એપ્રિલે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલની મુલાકાત લે અને ત્યાં વિડિયોગ્રાફી કરે. આ સાથે તેમણે સુરક્ષા દળોને તહેનાત કરવાનો પણ આદેશ આપ્યો છે જેથી કરીને કોઈપણ પ્રકારના વિવાદની સ્થિતિ ઉભી ન થાય.
આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ.
આ પણ વાંચો: Technology News: વ્હોટ્સએપ 32 લોકોને ગ્રુપ વૉઇસ કૉલ અને મોટી ફાઇલ શેરિંગની આપશે મંજૂરી