8 કલાક પહેલા જ દીકરીનો જન્મ, સ્ટ્રેચર પર પત્ની…. ત્રિરંગામાં લપેટાયેલા જવાનની અંતિમ વિદાયમાં હિબકે ચડ્યુ શહેર

મહારાષ્ટ્રના સતારામાં, ભારતીય સેનાના સૈનિક પ્રમોદ જાધવને અંતિમ વિદાય આપવામાં આવી ત્યારે આખું ગામ ગમગીન થઈ ગયુ. અકસ્માતમાં મૃત્યુ પામેલા સૈનિકની પત્નીને તેના પતિના અંતિમ દર્શન માટે હોસ્પિટલમાંથી સ્ટ્રેચર પર લાવવામાં આવી હતી, જ્યારે આઠ કલાક પહેલા જ જન્મેલી તેમની દીકરીને પણ તેના પિતાને છેલ્લી વાર જોવા માટે તેના લાવવામાં આવી હતી. સેનાની સલામી, આક્રંદ કરી રહેલો પરિવાર.... આ દૃશ્ય જોઈ આખુ શહેર જાણે હિબકે ચડ્યુ હતુ. રડતા પરિવારના સભ્યો...

8 કલાક પહેલા જ દીકરીનો જન્મ, સ્ટ્રેચર પર પત્ની.... ત્રિરંગામાં લપેટાયેલા જવાનની અંતિમ વિદાયમાં હિબકે ચડ્યુ શહેર
| Updated on: Jan 11, 2026 | 4:03 PM

મહારાષ્ટ્રના સતારામાં આવેલા આરે ડારે ગામમાં એક એવી કરુણાંતિકા સર્જાએ જેનાથી સમગ્ર ગામમાં માતમ છવાઈ ગયુ. ત્યા હાજર સહુ કોઈની આંખો ભીની હતી. દરેકના ચહેરા નિસ્તેજ હતા.

અને દરેકનું હૈયુ ભરાઈ આવ્યુ હતુ. ત્રિરંગામાં લપેટાયેલો એક પાર્થિવ દેહ ગામની શેરીઓમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે લોકો હાથ જોડીને અને માથું નમાવીને ઉભા હતા. આ અંતિમ યાત્રા ભારતીય સેનાના બહાદુર સૈનિક પ્રમોદ જાધવની હતી અને તેમને અંતિમ વિદાય આપવામાં આવી રહી હતી. આ બહાદુર સૈનિકે અચાનક મોતની ચાદર ઓઢી લીધી.

પ્રમોદ જાધવ થોડા દિવસો પહેલા જ રજાઓમાં ઘરે આવ્યો હતો. તેમની પત્ની ગર્ભવતી હતી. પરિવારના દરેક લોકો એ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા જ્યારે તેમના ઘરમાં નાનકડા મહેમાનની હાસ્યની કિલકારીઓ ગૂંજશે. પરંતુ ભાગ્યમાં કંઈક બીજું જ હતું. એક દુ:ખદ માર્ગ અકસ્માતમાં પ્રમોદ જાધવનું મૃત્યુ થયુ. જે ઘર ખુશીઓથી ભરેલું રહેવાનું હતું ત્યાં માતમ છવાઈ ગયો.

પ્રમોદ જાધવના મૃત્યુના થોડા કલાકો બાદ, તેમની પત્નીએ એક દીકરીને જન્મ આપ્યો. પિતાનું અવસાન થયું, અને પુત્રીએ આ દુનિયામાં પ્રવેશી. જીવન અને મૃત્યુ એકબીજા સાથે એવી ટક્કર લઈ રહ્યા હતા તેમણે સહુ કોઈને હચમચાવી દીધા. જે બાળકીને પિતાના ખોળામાં રમવાનુ હતુ તેણે જન્મ લેતા જ પિતાની છત્રછાયા ગુમાવી દીધી.

જ્યારે ગામલોકોને આ વાતની જાણ થઈ તો સમગ્ર ગામમાં શોકનું મોજુ ફેલાઈ ગયુ. જ્યારે સેના અને વહીવટીતંત્રની હાજરીમાં અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ થઈ, ત્યારે દરેકની આંખ ભીની થઈ ગઈ. સૌથી હૃદયદ્રાવક ક્ષણ ત્યારે આવી જ્યારે પ્રમોદ જાધવની પત્નીને છેલ્લા દર્શન માટે સીધા સ્ટ્રેચર પર હોસ્પિટલમાંથી લાવવામાં આવી. હજુ થોડા કલાકો પહેલા જ તેની ડિલિવરી થઈ હતી, શરીર એકદમ કમજોર પડી ગયુ હુ અને પતિને છેલ્લીવાર જોવા માટે તેમને ત્યાં લાવવામાં આવી. ત્યારે ત્યારે અશ્રુઓ રોકાવાનું નામ નહોંતા લઈ રહ્યા. હોઠ ધ્રુજતા હતા જેને શબ્દોમાં વર્ણવી ન શકાય તેવી પીડા એ અનુભવી રહી હતી. જાણે હ્રદય આ પીડા સહન કરવા માટે સંઘર્ષ કરી રહ્યુ હતુ.

IND vs NZ: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, ઈજાના કારણે ન્યૂઝીલેન્ડ સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી

Published On - 4:03 pm, Sun, 11 January 26