Maharashtra Corona Update : સમગ્ર દેશના કોરોનાના પાંચ ગણા કેસો મહારાષ્ટ્રમાં, ઉત્તરમાં પંજાબે વધારી ચિંતા

|

Mar 30, 2021 | 7:05 PM

Maharashtra Corona Update : મહારાષ્ટ્રમાં કોરોના કેસ 23 ટકા (સાપ્તાહિક)ના દરે વધી રહ્યા છે, જે સમગ્ર દેશના પાંચ ગણા વધારે કેસો છે.

Maharashtra Corona Update : સમગ્ર દેશના કોરોનાના પાંચ ગણા કેસો મહારાષ્ટ્રમાં, ઉત્તરમાં પંજાબે વધારી ચિંતા
મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર સતત ચાલુ

Follow us on

Maharashtra Corona Update : ભારતમાં કોરોનાના નવા કેસ સતત વધી રહ્યા છે. આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ રાષ્ટ્રીય કોરોના સંક્રમણ દર (સાપ્તાહિક) 5.65 ટકા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ગતિએ કોરોનાના નાવા કેસો સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોના કેસ 23 ટકા (સાપ્તાહિક)ના દરે વધી રહ્યા છે, જે સમગ્ર દેશના પાંચ ગણા વધારે કેસો છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 31,643 કેસો
સોમવારે મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના નવા 31,643 કેસો નોધાયા છે. આ સમય દરમિયાન રાજ્યમાં 102 લોકોએ વાયરસને કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.મહારાષ્ટ્રમાં આ નવા કેસો સાથે કોરોનાનો કુલ આંકડો 27,45,518 પર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 54,283 પર પહોંચી ગયો છે. હાલમાં રાજ્યમાં સક્રિય દર્દીઓની સંખ્યા 3,36,584 છે.

માત્ર માર્ચ મહિનામાં જ 6 લાખ નજીક નવા કેસો
મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર સતત ચાલુ છે. આ વર્ષનો માર્ચ મહિનો રાજ્ય માટે સૌથી ઘાતક સાબિત થયો છે. મહારાષ્ટ્ર રાજ્યમાં ફરી એકવાર લોકડાઉન થવાના ભય વચ્ચે આ મહિનાના આંકડા આશ્ચર્યજનક છે. રાજ્યમાં 1 થી 29 માર્ચ દરમિયાન કોરોના વાયરસના લગભગ 6 લાખ નવા કેસ નોંધાયા છે.કોરોના મહામારી શરૂ થતાં જ મહારાષ્ટ્ર કોરોનામાં સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય રહ્યું છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

ટોપ 10 જિલ્લાઓમાં મહારાષ્ટ્રના 8 જિલ્લા
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, કોવિડ-19ના સૌથી વધુ અસરગ્રસ્ત 10 જિલ્લાઓમાં આઠ જિલ્લા મહારાષ્ટ્રના છે. મહારાષ્ટ્રના આ 8 જિલ્લાઓમાં કોરોનામાં એક્ટીવ કેસોની વાત કરીએ તો પુણેમાં 58,475 સક્રિય કેસ છે, મુંબઈમાં 46,248, નાગપુરમાં 45,322, થાણેમાં 35,264, નાસિકમાં 26,553, ઔરંગાબાદમાં 21,282, નાંદેડમાં 15,171અને અહેમદનગરમાં 7,952 એક્ટીવ કેસ છે.

ઉત્તરમાં પંજાબે વધારી ચિંતા
ઉત્તર ભારતમાં પંજાબમાં સૌથી વધુ કેસો સામે આવી રહ્યા છે. સોમવારે પંજાબમાં કોરોના વાયરસના 2914 નવા કેસ નોંધાયા હતા અને 59 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,34,602 લોકો કોરોના સંક્રમિત થયા છે અને 6749 લોકોએ જીવ ગુમાવ્યો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે પંજાબ ન તો પૂરતી સંખ્યામાં ન તો ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને ન તો કોરોના વાયરસથી સંક્રમિત લોકોને તાત્કાલિક કોરોન્ટાઈન કરવામાં આવી રહ્યા છે.કોરોનાના વધતા જતા કેસોને જોતા પંજાબની તમામ શાળાઓ અને કોલેજો 31 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવી છે. રાજ્ય બોર્ડની પરીક્ષાઓ પણ મુલતવી રાખવામાં આવી છે. પંજાબ બોર્ડની 10 મી 12 ની પરીક્ષાઓ હવે 4 મે અને 20 એપ્રિલથી શરૂ થશે

Next Article