કાશ્મીરમાં પકડાયેલ ચીની નાગરિકનું મહારાષ્ટ્ર કનેક્શન, મુંબઈમાં જ બનાવાયું હતું આધાર કાર્ડ, જાસૂસ હોવાની આશંકા

|

May 27, 2022 | 9:32 AM

ચીની (China ) નાગરિકની પૂછપરછમાં મળેલી માહિતી મુજબ ચીનના નાગરિકે મહારાષ્ટ્રના(Mumbai) મુંબઈમાંથી જ આધાર કાર્ડ બનાવડાવ્યું હતું. તેણે પૂછપરછમાં જણાવ્યું છે કે તે મુંબઈની એક કંપનીમાં કામ કરે છે.

કાશ્મીરમાં પકડાયેલ ચીની નાગરિકનું મહારાષ્ટ્ર કનેક્શન, મુંબઈમાં જ બનાવાયું હતું આધાર કાર્ડ, જાસૂસ હોવાની આશંકા
Indian Army - File Photo

Follow us on

ચીન(china)ના ઘૂસણખોરો એ પાકિસ્તાન (Pakistan)સાથે મળીને જમ્મુ-કાશ્મીરમાં ઘૂસવાનું શરૂ કર્યું  હોય તેવી શંકા ઉભી થઈ છે. ચીની નાગરિકની પૂછપરછમાં મળેલી માહિતી મુજબ ચીનના નાગરિકે મહારાષ્ટ્રના મુંબઈમાંથી જ આધાર કાર્ડ બનાવડાવ્યું હતું. તેણે પૂછપરછમાં જણાવ્યું છે કે તે મુંબઈની એક કંપનીમાં કામ કરે છે.

હવે ચીનના (China)ઘૂસણખોરોએ પાકિસ્તાન સાથે મળીને જમ્મુ-કાશ્મીરમાં(Jammu-kashmir) ઘૂસણખોરી કરવાનું શરૂ કર્યું છે. કાશ્મીરના ગાંદરબલ વિસ્તારમાં પોલીસે એક ચીની નાગરિકની ધરપકડ કરી છે. ચોંકાવનારી વાત એ છે કે તેની પાસેથી આધાર કાર્ડ પણ મળી આવ્યું છે. આ ચીની નાગરિક ભારતમાં ક્યારથી રહે છે તેની તપાસ ચાલી રહી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ભારતનું વિશિષ્ટ ઓળખ કાર્ડ એટલે કે આધાર કાર્ડ તેની પાસે કેવી રીતે પહોંચ્યું. જ્મ્મુ કાશ્મીરમાં અન્ય રાજ્યોના લોકો અને કાશ્મીરી પંડિતોની ટાર્ગેટ કરીને હત્યા કરવામાં આવી રહી છે. ચીન આ મામલે પાકિસ્તાનને મદદ કરતું જોવા મળી રહ્યું છે. પૂછપરછમાં મળતી માહિતી અનુસાર, ચીનના નાગરિકે મહારાષ્ટ્રના મુંબઈમાંથી બનાવેલું આધાર કાર્ડ મેળવ્યું હતું.

ભારતને બદનામ કરવા ચીનની સંડોવણી હોવાની શંકા

એવી આશંકા છે કે ચીન વિશ્વમાં ભારતને બદનામ કરવા અને જમ્મુ-કાશ્મીરના પર્યટન ક્ષેત્રે વિદેશી રોકાણને નિરુત્સાહિત કરવા માટે પોતાના લોકોને ત્યાં મોકલી રહ્યું છે અને આતંકવાદી પ્રવૃત્તિઓ કરીને અશાંતિનું વાતાવરણ ઊભું કરવા ઈચ્છે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

જ્યારે ચીની નાગરિકની પૂછપરછ કરવામાં આવી તો સામે આવ્યું કે આધાર કાર્ડ મહારાષ્ટ્ર, મુંબઈથી બનાવવામાં આવ્યું હતું
ચીનનો નાગરિક લેહથી શ્રીનગર જઈ રહ્યો હતો. પકડાયેલ ચીની નાગરિક 47 વર્ષનો છે. તે ચીનના ગાંસુ વિસ્તારનો રહેવાસી છે. આ ચીની નાગરિકે પોલીસને જણાવ્યું હતું કે તે ચીનના ગાંસુ વિસ્તારનો રહેવાસી છે અને મુંબઈની એક કંપનીમાં કામ કરે છે. એકવાર તેને કોઈ મહત્વના કામ માટે આધાર કાર્ડની જરૂર પડી ત્યારે તેને મહારાષ્ટ્રમાં બનેલું આધાર કાર્ડ મળી ગયું. તે મુંબઈથી પ્લેનમાં લેહ આવ્યો હતો. આ પછી તેણે પોલીસને પૂછપરછમાં જણાવ્યું કે તે મુંબઈ પરત ફરવાનો હતો.

Published On - 8:57 am, Fri, 27 May 22

Next Article