Arvind Kejriwal in MP: મોદીજી મારાથી નારાજ છે, મેં રેવડીઓ વહેંચી છે અને મધ્યપ્રદેશમાં પણ વહેંચીશ- અરવિંદ કેજરીવાલ

|

Jul 01, 2023 | 7:04 PM

દિલ્હી એક સમયે CWG અને 2G કૌભાંડ તરીકે જાણીતું હતું. પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે અને તેની સાથે દિલ્હીની ઓળખ પણ બદલાઈ ગઈ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા.

Arvind Kejriwal in MP: મોદીજી મારાથી નારાજ છે, મેં રેવડીઓ વહેંચી છે અને મધ્યપ્રદેશમાં પણ વહેંચીશ- અરવિંદ કેજરીવાલ
Arvind Kejriwal

Follow us on

દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) કહ્યુ કે આજે મધ્યપ્રદેશ વ્યાપમ કૌભાંડ તરીકે ઓળખાય છે. દિલ્હી એક સમયે CWG અને 2G કૌભાંડ તરીકે જાણીતું હતું. પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે અને તેની સાથે દિલ્હીની ઓળખ પણ બદલાઈ ગઈ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે રાજ્યમાં સત્તા પર રહેલા ભાજપ અને કોંગ્રેસ બંને પર આકરા પ્રહારો કર્યા હતા.

11 લાખ કરોડ રૂપિયાની લૂંટ કરી

અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ અને ભાજપના શાસનમાં થયેલા કૌભાંડને લઈને બંને પક્ષોને ઘેર્યા હતા. કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કેજરીવાલે કહ્યું કે આજ સુધી ખાદ્ય ચીજવસ્તુઓ પર કોઈ ટેક્સ નહોતો પરંતુ હવે તે લાદવામાં આવ્યો છે. ભાજપ પર પ્રહાર કરતા કેજરીવાલે આરોપ લગાવ્યો કે તેઓએ 11 લાખ કરોડ રૂપિયાની લૂંટ કરી છે. તેમનું કહેવું છે કે સરકાર બેઈમાની કરી રહી છે અને મનીષ સિસોદિયાને જેલમાં મોકલવામાં આવી રહ્યા છે.

આમ આદમી પાર્ટીને એક તક આપવાની અપીલ કરી

ચાર ધોરણ પાસ રાજાની વાર્તા સંભળાવતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, મેં સાંભળ્યું છે કે રાજા એ જ સ્ટેશન પર જઈને ચા વેચે છે. CM કેજરીવાલે જનતાને અપીલ કરી કે તેઓ તેમની પાર્ટીને એકવાર તક આપે. તેમણે એમ પણ કહ્યું કે મધ્યપ્રદેશમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ લોકો મામા (મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ) અને તેના ચેલાઓને ભૂલી જશે.

સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુસ્સે થઈ ગયા

દિલ્હીના સીએમએ કહ્યું કે મધ્યપ્રદેશમાં વીજળી મોંઘી છે, જ્યારે દિલ્હીમાં વીજળી મફત છે. પંજાબમાં પણ હવે વીજળીનું બિલ શૂન્ય થવા લાગ્યું છે. મધ્યપ્રદેશમાં 8-10 કલાકનો પાવર કટ છે. જ્યારે મેં મફત વીજળીની જાહેરાત કરી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુસ્સે થઈ ગયા અને કહેવા લાગ્યા કે તેઓ મફત વીજળી વહેંચી રહ્યા છે.

આ પણ વાંચો : Uniform Civil Code: અભી નહીં તો કભી નહીં, યુનિફોર્મ સિવિલ કોડ પર મુખ્તાર અબ્બાસ નકવીની વિપક્ષને સલાહ

કેજરીવાલે કહ્યું કે મેં દિલ્હીના લોકોના હાથમાં સાત રેવડી મૂકી છે. મફત વીજળી, ઉત્તમ શાળાઓ, બધા માટે મફત સારવાર, મફત પાણી, મહિલાઓ માટે મફત મુસાફરી, વૃદ્ધો માટે મફત યાત્રા, નોકરીની વ્યવસ્થા. તમને આ સાત રેવડીઓ જોઈએ છે કે નહીં? હું મોદીજીને કહેવા માંગુ છું કે આટલી મોંઘવારી છે, મેં લોકોના ચહેરા પર થોડું સ્મિત લાવી દીધું હોય શું કર્યું.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article