ધારાસભ્યનો બિન્દાસ અંદાજ ! બહુજન સમાજ પાર્ટીના આ ધારાસભ્યનો ડાન્સ વીડિયો થયો વાયરલ, જુઓ VIDEO

આ દિવસોમાં મધ્યપ્રદેશના ધારાસભ્ય રામબાઈ પરિહારનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ધારાસભ્યનો આ અંદાજ જોઈને જનતા પણ આશ્વર્ય ચકિત થઈ ગઈ છે.

ધારાસભ્યનો બિન્દાસ અંદાજ ! બહુજન સમાજ પાર્ટીના આ ધારાસભ્યનો ડાન્સ વીડિયો થયો વાયરલ, જુઓ VIDEO
BSP Mla Rambai
| Edited By: | Updated on: Dec 04, 2021 | 9:31 AM

Madhya Pradesh : મધ્યપ્રદેશના દમોહ જિલ્લાની પથરિયા વિધાનસભા બેઠક પરથી (Patharia assembly seat)બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્ય (BSP MLA Rambai) રામબાઈની વધુ એક નવો અંદાજ જોવા મળ્યો છે. ધારાસભ્ય અમિતાભ બચ્ચનની ફિલ્મ શરાબીમાં મુઝે નૌલખા મંગા દે રે ઓ સૈયા દીવાને…ગીત પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ધારાસભ્યએ આ સોંગ પર લગાવ્યા ઠુમકા 

પથરિયાના બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્ય રામબાઈના ભત્રીજા ગૌરવના લગ્ન સિહોરમાં થયા હતા. જેમાં સંગીત સમારોહ દરમિયાન તેઓ સ્ટેજ પર જોરદાર ડાન્સ કરતા જોવા મળ્યા. ભત્રીજાના લગ્નને(Wedding)  યાદગાર બનાવવા માટે ધારાસભ્યએ ફિલ્મ શરાબીનું મુઝે નૌ લાખા મંગા દે રે ઓ સૈયા દીવાને… સોંગ પર ઠુમકા લગાવતા જોવા મળ્યા.જેનો વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે,યુઝર્સને ધારાસભ્યનો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે.

જુઓ વીડિયો

ધારાસભ્યનો બિન્દાસ અંદાજ હંમેશા ચર્ચામાં

ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય રામબાઈ કથળતી વ્યવસ્થાને લઈને સતત અવાજ ઉઠાવી રહ્યા છે. જ્યાં તેમને કોઈપણ પ્રકારની ગડબડ જોવા મળે, ત્યાં તેઓ પહોંચી જાય છે અને સરકારી તંત્ર(Administration)  પર વરસતા જોવા મળે છે. આ પહેલા પણ તે અનેક ધાર્મિક કાર્યક્રમોમાં આ રીતે ડાન્સ કરી ચુકી છે. ડાન્સની સાથે તેને ગાવાનો પણ શોખ છે.

આ ઉપરાંત રામબાઈ તેમની દબંગ શૈલી માટે પણ જાણીતી છે. ઘણી વખત અધિકારીઓને ઠપકો આપવા અને કર્મચારીઓ પાસેથી તેમના ભ્રષ્ટાચારના પૈસા પરત મેળવવા જેવા કિસ્સાઓ તેઓ ચર્ચામાં આવ્યા હતા.ઈન્ટરનેટ પર વીડિયો વાયરલ થતા ધારાસભ્ય રામબાઈનો  આ અંદાજ જોઈને જનતા પણ ચોંકી ગઈ છે.યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે.

 

આ પણ વાંચો : PM Modi Rally : PM મોદીની રેલીને પગલે કડક સુરક્ષા, કાળા કપડા પહેરેલા લોકોને નહિ મળે એન્ટ્રી

આ પણ વાંચો : Video: ગુલામ નબી આઝાદે J&Kમાં આતંકવાદ વિરોધી ઓપરેશન પર કહ્યું, ‘આતંકવાદીઓને ઘેર્યા બાદ બે દિવસ રાહ જોવી જોઈએ’