દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન પ્લેનના વ્હીલમાં લાગી આગ, પ્લેનમાં સવાર હતા 490 મુસાફરો

|

Jul 02, 2024 | 8:36 PM

દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સોમવારે રાત્રે જર્મનીના મ્યુનિકથી આવેલા લુફ્થાન્સા એરલાઈન્સના A-380 પ્લેનના એક વ્હીલમાં અચાનક આગ લાગી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, લેન્ડિંગ સમયે પ્લેનમાં લગભગ 490 મુસાફરો સવાર હતા.

દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન પ્લેનના વ્હીલમાં લાગી આગ, પ્લેનમાં સવાર હતા 490 મુસાફરો
Plane

Follow us on

દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સોમવારે રાત્રે જર્મનીના મ્યુનિકથી આવેલા લુફ્થાન્સા એરલાઈન્સના A-380 પ્લેનના એક વ્હીલમાં અચાનક આગ લાગી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, લેન્ડિંગ સમયે પ્લેનમાં લગભગ 490 મુસાફરો સવાર હતા. જો કે, વિમાન એરપોર્ટ પર સલામત રીતે ઉતરવામાં સફળ રહ્યું અને તમામ મુસાફરો સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

એરલાઇનના પ્રવક્તાએ એક નિવેદન કહ્યું કે, ‘ફ્લાઇટ નંબર LH-762 દિલ્હીના IGI એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરી ગઈ છે. નિયંત્રિત લેન્ડિંગ પછી તપાસની જરૂરિયાત અને સ્પેરપાર્ટ્સની ઉપલબ્ધતા ન હોવાને કારણે, એરક્રાફ્ટને થોડા સમય માટે આગળની ઉડાન માટે NOT AVAILABLE ની કેટેગરીમાં રાખવામાં આવ્યું છે.

Knowledge : કઈ ચીજ માંથી બને છે કેપ્સ્યુલ? પેટમાં ઓગળતા કેટલો સમય લાગે છે?
આજનું રાશિફળ તારીખ 07-07-2024
વાહન ચલણ ભરવાના ખોટા મેસેજ આવે તો રહેજો સાવધાન, આ છે સાચી લિન્ક
નતાશા સાથે લગ્ન કરતા પહેલા આ 5 અભિનેત્રીઓ સાથે હાર્દિક પંડ્યાના અફેરની ચર્ચા
Tomato Side Effects : આ લોકો માટે ટમેટાં છે 'ઝેર' સમાન
કિડનીમાં પથરી થવાના કારણો શું છે?

સૂત્રોએ જણાવ્યું છે કે પ્લેન લેન્ડિંગ કરતી વખતે તેના એક વ્હીલમાં આગ લાગી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુસાફરોને બોર્ડિંગ પાસ આપવામાં આવ્યા હોવા છતાં આ ઘટનાને કારણે પરત ફ્લાઇટ નંબર LH-763 રદ કરવામાં આવી હતી. લુફ્થાન્સાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે એરક્રાફ્ટ 3 જુલાઈના રોજ રાષ્ટ્રીય રાજધાનીથી મ્યુનિક માટે DAIMC ફ્લાઇટ LH-763નું સંચાલન કરશે.

Next Article