લખનઉમાં સિસ્ટમની ઘોર બેદરકારીના પાપે લાગેલી આગમાં 15 બાળકો થઈ ગયા ભડથુ… ક્યાં સુધી ભ્રષ્ટાચારની આગમાં હોમાતા રહેશે માસૂમો?

22 જૂન 2026 વધુ એક અગ્નિકાંડ. આ વખતે પણ ઘટનાક્રમ એક સરખો જ હતો માત્ર શહેર બદલાયુ. જે પ્રકારે દિલ્હીમાં થયુ, જે પ્રકારે અગાઉ સુરતના તક્ષશીલા કોચિંગ સેન્ટરમાં થયુ હતુ. તે જ પ્રકારનો અગ્નિકાંડ લખનઉમાં સર્જાયો. માત્ર કેટલાક ભ્રષ્ટ પાપીઓના કારણે 15 નવયુવાનો આગમાં ભડથુ થઈ ગયા. દરેક વખતે આવા અગ્નિકાંડો થતા રહે છે, બે દિવસ કડકાઈના નાટક થાય છે અને થોડા દિવસોમાં મૃતકો માત્ર આંકડો બનીને રહી જાય છે. લખનઉ અગ્નિકાંડની ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત જે સામે આવી તે એ છે કે એ ઈમારત ફાયર સેફ્ટી નોર્મ્સમાં આવતી જ ન હતી છતા તેનો કોમર્શિયલ યુઝ થઈ રહ્યો હતો. વિધાનસભાથી 7 કિલોમીટરના એરિયામાં આવેલી ઈમારતની આ સ્થિતિ હોય તો વિચારો અન્ય જિલ્લાઓની શું હાલત હશે

લખનઉમાં સિસ્ટમની ઘોર બેદરકારીના પાપે લાગેલી આગમાં 15 બાળકો થઈ ગયા ભડથુ... ક્યાં સુધી ભ્રષ્ટાચારની આગમાં હોમાતા રહેશે માસૂમો?
| Updated on: Aug 06, 2026 | 4:02 PM

બપોરનો સમય હતો અને લખનઉની ત્રણ માળની એક ઈમારતમાં ત્રીજા માળે ચાલતા ગેમિંગ અને એનિમેશનના ક્લાસિસમાં વિદ્યાર્થીઓ આવ્યા હતા.  આ તમામ વિદ્યાર્થીઓ 20 થી 24 વર્ષના હતા અને કોમ્પ્યુટર ગેમિંગ અને એનિમેશન શીખી રહ્યા હતા. તેઓ બસ હજુ આવીને બેઠા જ હશે અને બિલ્ડીંગમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ અને જોતજોતામાં આખી બિલ્ડીંગમાં ફેલાઈ ગઈ. આ આગમાં કોચિંગ સેન્ટરમાં આવેલા 15 બાળકો ત્યાંને ત્યાં જ ભડથુ થઈ ગયા. તેમાના કોઈએ નહીં વિચાર્યુ હોય કે આ તેમની આખરી ક્લાસ હશે. વધુ એક ભ્રષ્ટાચારની આગમાં 15 માસૂમો હોમાયા આગ લાગી એ સમયે કોચિંગ સેન્ટરમાં કોઈ જ ફાયર સેફ્ટીના સાધનો ન હતા, ના તો ત્યાં અન્ય કોઈ એક્ઝિટ ગેટ હતો.  અગ્નિકાંડની ઘટનામાં જે મુખ્ય કારણ સામે આવ્યુ તે એ હતુ કે ત્યાં ફાયર સેફ્ટી નોર્મ્સનો અમલ જ નહોંતો થઈ રહ્યો.  NOC વિના કોમર્શિયલ બિલ્ડીંગ ધમધમી રહ્યુ હતું. પ્રાથમિક તપાસને અંતે સામે આવ્યુ કે આ બિલ્ડીંગ પાસે ફાયર NOC હતુ જ નહીં કારણ કે ફાયર...

Published On - 8:10 pm, Tue, 23 June 26

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
Loading...
Unable to load recommendations.