
ઉત્તર પ્રદેશના રાજધાની લખનઉ ના એક કોચિંગ સેન્ટરમાં ભયાનક આગ લાગી. જેની લપટો સમગ્ર દેશમાં ફેલાઈ છે. આ આગે સમગ્ર દેશના વિચલીત કરી લીધો. આ ભયાનક અગ્નિકાંડની ત્રાસજી અને તેમા જીવ ગુમાવનારા માસૂમો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા ઉત્તર પ્રદેશના ડિપ્ટી સીએમ બ્રજેશ પાઠક અત્યંત ભાવુક જોવા મળ્યા. મીડિયા સાથે વાતચીત દરમિયાન તેઓ ખુદને સંભાળી ન શક્યા અને કેમેરા સામે જ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા.
ડિપ્ટી સીએમ એ જણાવ્યુ કે આ એક એનિમેશન સેન્ટર હતુ જ્યાં ઉનાળાના વેકેશન દરમિયાન 15 થી 16 બાળકો કાર્ટુન બનાવતા શીખવા અને એનિમેશન શીખવા માટે આવતા હતા. અચાનક આગ ભડક્યા બાદ આ ઘટના કેવી રીતે બની તે અંગે હજુ કોઈ સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત થી નથી. પરંતુ આગ લાગતા જ જીવ બચાવવા માટે બાળકો પાછળની તરફ ભાગવા લાગ્યા. સેન્ટરની અંદર લાકડાનુ ફર્નિચર હતુ. આગ લાગવાને કારણે લાકડાનું ફર્નિચરમાંથી નીકળતા ધુમાડાની ઝપેટમાં બાળકો શ્વાસ ન લઈ શક્યા અને બહાર જ ન નીકળી શક્યા.
દુર્ઘટના સમયે સેન્ટરની અંદર કેટલા બાળકો હતા તેનો ચોક્કસ આંકડો હજુ સ્પષ્ટ નથી થઈ શક્યો. પરંતુ આ ભયાનક ત્રાસદીમાં અત્યાર સુધીમાં 15 બાળકો ના શબને બહાર લવાયા છે. જેમા 14 શબને પ્રત્યક્ષ રીતે જોઈ શકાયા છે, આ ઉપરાંત આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત બાળકોને તુરંત KGMC ટ્રોમા સેનન્ટર મોકલવામાં આવ્યા છે.
આગ લાગવાની સૂચના મળ્યા બાદ તંત્ર તુરંત એક્શનમાં આવ્યુ, હાલ ઘટનાસ્થળે કોઈ બાળક નથી. પરંતુ વિકરાળ આગને કારણે અંદર ધુમાડા સિવાય કંઈ જ દેખાઈ નથી રહ્યુ. લાકડાનું ફર્નિચર સળગવાને કારણે અંદરનુ કંઈ જ સ્પષ્ટ દેખાઈ નથી રહ્યુ. તેમ છતા ફાયર બ્રિગેડ અને NDRF ના જવાનો સાહસ અને હિંમતનો પરિચય આપતા સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. જેથી સ્થિતિ સ્પષ્ટ થઈ શકે.
ડિપ્ટી સીએમ બ્રજેશ પાઠકે જણાવ્યુ કે આ ગંભીર દુખદ ઘટના બાદ સરકાર કડક પગલા લઈ રહી છે. ઘટનાની ગંભીરતાને જોતા પ્રમુખ સચિવ ગૃહ અને DGP ને તુરંત બોલાવવામાં આવ્યા. આ સમગ્ર ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસના સખ્ત નિર્દેશ જારી કરી દેવામાં આવ્યા છે.
Published On - 7:26 pm, Mon, 22 June 26