ઈદની ઉજવણી વચ્ચે સરહદ પર વહેંચાઈ રહ્યો છે પ્રેમ, BSFએ પાકિસ્તાન અને બાંગ્લાદેશની સેનાને આપી મીઠાઈ, તસવીર સામે આવી

|

May 03, 2022 | 5:30 PM

બોર્ડર સિક્યોરિટી ફોર્સે (Border Security Force) પાકિસ્તાન તેમજ બાંગ્લાદેશના સરહદી દળો સાથે મીઠાઈની આપ-લે કરી હતી. BSF એ ઘણી જગ્યાએ બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB) ને મીઠાઈઓ વહેંચી.

ઈદની ઉજવણી વચ્ચે સરહદ પર વહેંચાઈ રહ્યો છે પ્રેમ, BSFએ પાકિસ્તાન અને બાંગ્લાદેશની સેનાને આપી મીઠાઈ, તસવીર સામે આવી
On the occasion of Eid, BSForce and Pakistan Rangers distributed sweets to each other

Follow us on

સમગ્ર વિશ્વમાં ઈદનો તહેવાર (Eid-ul-Fitr) ) ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. લોકો પ્રેમથી એકબીજાને મીઠાઈઓ વહેંચીને આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે. આ દરમિયાન જમ્મુમાંથી ભારતીય સેના અને પાકિસ્તાની સેનાની સૌહાર્દપૂર્ણ તસવીર સામે આવી છે. આ તસવીરમાં ભારતીય સીમા સુરક્ષા દળ (Border Security Force)અને પાકિસ્તાન રેન્જર્સ  (Pakistan Rangers)ઈદના અવસર પર જમ્મુમાં ઈન્ટરનેશનલ બોર્ડર પર મીઠાઈની આપ-લે કરતા જોવા મળે છે.

બીએસએફના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ એસપીએસ સંધુએ કહ્યું, “બીએસએફ અને પાકિસ્તાન રેન્જર્સે આજે ઈદના અવસર પર જમ્મુ ફ્રન્ટિયર હેઠળની ઈન્ટરનેશનલ બોર્ડર પર અલગ-અલગ ચોકીઓ પર સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં મીઠાઈની આપ-લે કરી હતી.” તેમણે કહ્યું કે, સાંબામાં સરહદી ચોકીઓ કઠુઆ, આરએસ પુરા અને અખનૂર પર મીઠાઈઓ વહેંચવામાં આવી હતી. ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલે કહ્યું કે BSFએ રેન્જર્સને મીઠાઈ વહેંચી અને બાદમાં રેન્જર્સે BSFને મિઠાઈ આપી.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ
જાણો કોણ છે દીપ્તિ સાધવાણી જે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી, જુઓ ફોટો

અહીં ચિત્ર જુઓ

સૌહાર્દપૂર્ણ વાતાવરણ બનાવવામાં BSF હંમેશા આગળ રહે છે

સંધુએ વધુમાં જણાવ્યું હતું કે, “બીએસએફ સરહદ પર સર્વોચ્ચતા જાળવી રાખીને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ બનાવવામાં હંમેશા આગળ રહી છે.” BSF ભારત અને પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદની લગભગ 2290 કિમીની રક્ષા કરે છે, જે જમ્મુ, પંજાબ, રાજસ્થાનથી ગુજરાત સુધી જાય છે.”

બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) એ પાકિસ્તાન અને બાંગ્લાદેશના સરહદી દળો સાથે મીઠાઈની આપ-લે કરી હતી. BSFએ ઘણી જગ્યાએ બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશને મીઠાઈઓ પણ વહેંચી હતી. BSF પાસે બંને પડોશી દેશો સાથેની સંવેદનશીલ અને મહત્વપૂર્ણ સરહદોની રક્ષા કરવાની જવાબદારી છે. ભારતની પશ્ચિમ બાજુએ, તે પાકિસ્તાન સાથેની 3323 લાંબી આંતરરાષ્ટ્રીય સરહદની રક્ષા કરે છે, જ્યારે દેશના પૂર્વ ભાગમાં ભારત-બાંગ્લાદેશ સરહદ 4096 કિમી લાંબી છે.

BSFએ બાંગ્લાદેશ આર્મીને મીઠાઈ વહેંચી

Next Article