લોકસભા ચૂંટણીની હાઇપ્રોફાઇલ બેઠકો, ભલે ગુજરાતમાં મતદાન 23 એપ્રિલના હોય પણ સમગ્ર દેશની નજર આ બેઠકો પર જરૂરથી રહેશે

|

Mar 11, 2019 | 3:32 AM

લોકસભા ચૂંટણીની તારીખો રવિવારે જાહેર થઈ છે. દેશમાં સાત તબક્કામાં યોજાનાર આ ચૂંટણી દરમિયાન સમગ્ર દેશની નજર કેટલીક હાઇપ્રોફાઇલ બેઠકો પર ટકેલી રહેશે. વારાણસીમાં મતદાન છેલ્લા તબક્કામાં 19મી મેના રોજ થશે. જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેદાનમાં ઉતરી રહ્યા છે. રાહુલ ગાંધી અને રાજનાથ સિંહ જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી (અમેઠી) અને તેમની માતા સોનિયા ગાંધી […]

લોકસભા ચૂંટણીની હાઇપ્રોફાઇલ બેઠકો, ભલે ગુજરાતમાં મતદાન 23 એપ્રિલના હોય પણ સમગ્ર દેશની નજર આ બેઠકો પર જરૂરથી રહેશે

Follow us on

લોકસભા ચૂંટણીની તારીખો રવિવારે જાહેર થઈ છે. દેશમાં સાત તબક્કામાં યોજાનાર આ ચૂંટણી દરમિયાન સમગ્ર દેશની નજર કેટલીક હાઇપ્રોફાઇલ બેઠકો પર ટકેલી રહેશે. વારાણસીમાં મતદાન છેલ્લા તબક્કામાં 19મી મેના રોજ થશે. જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેદાનમાં ઉતરી રહ્યા છે.

રાહુલ ગાંધી અને રાજનાથ સિંહ

જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી (અમેઠી) અને તેમની માતા સોનિયા ગાંધી (રાયબરેલી) સહિત અન્ય કેટલીક VVIP બેઠકો પર 6 મેના રોજ વોટિંગ થશે. લખનઉમાં મતદાન 6 મેના છે જ્યાંથી 2014માં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહને જીત મળી હતી. હાજીપુર લોકસભા બેઠક માટે મતદાન પણ 6 મેના રોજ થશે તેનું પ્રતિનિધત્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન કરે છે.

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

મોદીની બીજી બેઠક

વડોદરા અને પુરીમાં મતદાન 23મી એપ્રિલના રોજ થશે. અગાઉની લોકસભા ચૂંટણીમાં મોદી વારાણસી ઉપરાંત વડોદરાથી પણ ચૂંટાયા હતા. એવી વાતો સામે આવી રહી છે કે આ વખતે બીજી બેઠક પૂરી પરથી વડાપ્રધાન ચૂંટણી લડી શકે છે. જો કે ભાજપની તરફથી તેને લઇ કોઇ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

આ પણ વાંચો : લોકસભા ચૂંટણી-2019 ની તારીખ જાહેર થઈ પણ પહેલી વખત જોવા મળશે આ 10 બાબતો, તમે પણ જાણી લો

ગાંધીનગરથી અડવાણી તો પીલીભીતથી મેનકા ગાંધી

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની સીટ ગાંધીનગર પર મતદાન 23મી એપ્રિલના રોજ થશે, આ જ દિવસે પીલીભીતમાં પણ ચૂંટણી હશે જેનું પ્રતિનિધત્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી કરી રહ્યાં છે. મેનકા ગાંધીના દીકરા વરૂણ ગાંધીની સંસદીય સીટ સુલ્તાનપુરમાં વોટિંગ 12મી મેના રોજ થશે.

મુલાયમસિંહ યાદવનો પરિવાર પણ ચૂંટણી મેદાનમાં

સપા માટે મહત્વની બેઠક મેનપુરીમાં પણ મતદાન 23મી એપ્રિલના રોજ થશે. જ્યાંથી 2014માં મુલાયમ સિંહ યાદવ ચૂંટાયા હતા. જે પછીઆઝમગઢ સીટ જેને મુલાયમે યથાવત રાખી હતી. ત્યાં ચૂંટણી 12મી મેના રોજ મતદાન થશે. કન્નૌજમાં મતદાન 29મી એપ્રિલના રોજ થશે, જ્યાં મુલાયમની વહુ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ 2014માં સાંસદ બની હતી.

આ પણ વાંચો : લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી પંચે પહેલી વખત લગાવી ‘ડિજીટલ આચાર સંહિતા’, સોશ્યિલ મીડિયા પર રહેશે બાજ નજર

જ્યોતિરાદિત્ય સિંધિયા અને સુષ્મા સ્વરાજની બેઠક

ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીની સંસદીય બેઠક કાનપુરમાં અને ઉમા ભારતીની સંસદીય બેઠક ઝાંસી પર મતદાન 29મી એપ્રિલના રોજ હશે. જ્યારે વિદિશાથી 2014માં કેન્દ્રીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ચૂંટાયા હતા. ત્યાં 12મી મેના રોજ ચૂંટણી કરાશે. જેની સાથે જ કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાની ગુના બેઠક માટે પણ મતદાન 12મી મેના રોજ થશે.

જેટલી પર પણ રહેશે નજર

અમૃતસરમાં મતદાન 19મી મેના રોજ થશે જ્યાંથી અરૂણ જેટલી 2014મા લોકસભા ચૂંટણી હાર્યા હતા.એક મહિનાથી વધુ સમય સુધી ચાલનાર ચૂંટણી કાર્યક્રમમાં પહેલાં તબક્કાનું મતદાન 11મી એપ્રિલના રોજ જ્યારે અંતિમ અને સાતમા તબક્કાનું મતદાન 19મી મેના રોજ થશે. 23મી મેના રોજ મતગણતરી થશે અને દેશની સામે પરિણામ જાહેર થશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:32 am, Mon, 11 March 19

Next Article