Lok Sabha Election 2024: વિપક્ષી ગઠબંધનને INDIA નામ કોણે આપ્યું?

|

Jul 18, 2023 | 5:40 PM

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, એનડીએને પડકાર આપવાનો પ્રયાસમાં જોડાયેલા 26 વિપક્ષી દળોએ ગઠબંધનનું નામ INDIA રાખ્યું છે. ખડગેએ કહ્યું કે, બધાએ એક સ્વરમાં આ પ્રસ્તાવને ટેકો આપ્યો.

Lok Sabha Election 2024: વિપક્ષી ગઠબંધનને INDIA નામ કોણે આપ્યું?

Follow us on

વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં (Lok Sabha Election) NDA નો સામનો વિરોધ પક્ષના મહાગઠબંધન INDIA (ઈન્ડિયન નેશનલ ડેમોક્રેટિક ઇન્ક્લુઝિવ એલાયન્સ) સાથે થશે. ભાજપને (BJP) સત્તા પરથી હટાવવા માટે કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં વિપક્ષી દળોની બે દિવસ બેઠક યોજાઈ હતી, જે આજે પૂર્ણ થઈ છે. આ બેઠકમાં મહાગઠબંધનના નામ પર મહોર મારવામાં આવી હતી.

રાહુલ ગાંધીએ ગઠબંધનનું નામ INDIA રાખવાનું સૂચન કર્યું

હવે સવાલ એ થઈ રહ્યો છે કે મહાગઠબંધનનું નામ કયા નેતા દ્વારા સૂચવવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિપક્ષી પાર્ટીઓના ગઠબંધનનું નામ INDIA રાખવાનું સૂચન કર્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતની જનતા ભાજપની વિરુદ્ધ છે અને એ જ લોકો ભાજપ સામે લડશે. તેથી જ તેનું નામ INDIA હોવું જોઈએ.

વિપક્ષની બેઠક બાદ પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં તમામ નેતાઓએ એક પછી એક પોતપોતાની વાત રાખી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે, બેઠકમાં અમે અમારી જાતને પ્રશ્ન પૂછ્યો કે, અમારી લડાઈ કોની સાથે છે. દેશના અવાજને દબાવવામાં આવી રહ્યો છે. આ દેશના અવાજ માટે લડાઈ છે અને તેથી જ INDIA નામ પસંદ કરવામાં આવ્યું છે.

Islamic Rules : મુસ્લિમોમાં કયા કાર્યોને પાપ માનવામાં આવે છે? જાણો
Ganesh Puja : ભગવાન ગણેશને કયા તેલનો દીવો પ્રગટાવવો જોઈએ? જાણી લો
આયોડીનની ઉણપથી કયા રોગો થાય છે?
ભારતનો સૌથી મોંઘો કોમેડિયન રજનીકાંતથી પણ વધારે પૈસાદાર છે , જુઓ ફોટો
One Day Marriage : અહીં ફક્ત એક દિવસ માટે થાય છે લગ્ન ! બીજા દિવસે પતિ-પત્ની અલગ
Jioએ લોન્ચ કર્યા ડેટા વગરના બે સસ્તા પ્લાન ! મળશે 365 દિવસની વેલિડિટી, જાણો કિંમત

લડાઈ INDIA અને મોદી વચ્ચે

તેમણે કહ્યું કે લડાઈ NDA અને INDIA વચ્ચે છે. લડાઈ INDIA અને મોદી વચ્ચે છે. જ્યારે પણ INDIA સામે કોઈ ઊભું હોય ત્યારે કોણ જીતે છે. INDIA ની થાય છે. રાહુલ ગાંધી વધુમાં કહ્યું કે, આ અમારી બીજી બેઠક છે અને આગામી બેઠક મુંબઈમાં યોજાશે. હવે અમે એક્શન પ્લાન તૈયાર કરીશું.

આ પણ વાંચો : INDIA ના નામથી ઓળખાશે વિરોધ પક્ષોનું ગઠબંધન, જાણો શું છે તેનો અર્થ

અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, બેઠકમાં 26 પક્ષોએ ભાગ લીધો હતો. આ અમારી બીજી બેઠક હતી અને સારી વાત એ છે કે તેમાં અન્ય પક્ષો જોડાઈ રહ્યા છે. આપણે દેશને નફરતથી બચાવવાનો છે. અમે નવા ભારતનું સપનું લઈને એક સાથે આવ્યા છીએ.

મલ્લિકાર્જુન ખડગેએ શું કહ્યું?

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, એનડીએને પડકાર આપવાનો પ્રયાસમાં જોડાયેલા 26 વિપક્ષી દળોએ ગઠબંધનનું નામ INDIA રાખ્યું છે. ખડગેએ કહ્યું કે, બધાએ એક સ્વરમાં આ પ્રસ્તાવને ટેકો આપ્યો. વિપક્ષી ગઠબંધનમાં 11 સભ્યોની સંકલન સમિતિ બનાવવામાં આવશે અને તેના સભ્યોની જાહેરાત મુંબઈમાં યોજાનારી આગામી બેઠકમાં કરવામાં આવશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article