Lok Sabha Election 2024: ભાજપે તૈયાર કર્યો 18 મહિનાનો રોડમેપ, PM મોદી કરશે 40 રેલી

|

Oct 08, 2022 | 10:27 PM

ભાજપ લોકસભા (Lok Sabha Election 2024) પ્રવાસ યોજનાના બીજા તબક્કામાં આગામી 18 મહિના દરમિયાન નીચલા સ્તરે એટલે કે બૂથ લેવલ સુધીના નેતાઓ/કાર્યકર્તાઓની સાથે રેગ્યુલર વાતચીત અને સમન્વય સ્થાપિત રાખવા માટે પાર્ટી તંત્રને એક્ટિવ રાખવું અને આવનારી તમામ અડચણો દૂર કરવાની ખાતરી હોવી જોઈએ.

Lok Sabha Election 2024: ભાજપે તૈયાર કર્યો 18 મહિનાનો રોડમેપ, PM મોદી કરશે 40 રેલી
PM Modi
Image Credit source: File Image

Follow us on

લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) માટે ભાજપે 18 મહિનાની રણનીતિ બનાવી છે. ભાજપ લોકસભા પ્રવાસ યોજના ફેઝ-2 હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 40 રેલી કરશે. ભારતીય જનતા પાર્ટીએ પોતાના નબળા અથવા હારી ગયેલા 144 લોકસભા મતવિસ્તારો જીતવા માટે આ યોજના હેઠળ કામ કરવાનું શરૂ કર્યું છે. અમારી સહયોગી ચેનલ ટીવી 9 ભારતવર્ષ દ્વારા પાર્ટીના સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ લોકસભા પ્રવાસ યોજના ફેઝ 2 હેઠળ ભાજપે યોજના બનાવી છે કે દેશભરની 144 નબળી અથવા હારી ગયેલી લોકસભા બેઠકોમાંથી 40 જગ્યાઓ પર પીએમ મોદી 40 મોટી રેલી કરશે. વડાપ્રધાનની આ 40 જાહેર સભાઓ તમામ 40 ક્લસ્ટરોમાં આયોજિત કરવામાં આવશે. એટલે કે પીએમ મોદી દરેક ક્લસ્ટરમાં ઓછામાં ઓછી 1 રેલીને સંબોધિત કરશે.

સૂત્રોના જણાવ્યા મુજબ આ 144 હારેલી/નબળી બેઠકોમાંથી વડાપ્રધાન પોતે 40 જગ્યાએ રેલી કરશે અને બાકીની 104 બેઠકો પર બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓ પ્રવાસ કરશે, જાહેર સભાઓ કરશે અને પાર્ટી માટે જમીન તૈયાર કરશે. કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓ સિવાય ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓનો કાર્યક્રમ અને પ્રવાસ પણ આ 144 બેઠકો પર સુનિશ્ચિત કરવામાં આવશે, જેથી લોકલ સ્તરે હલચલ પેદા કરીને સ્થાનિક કાર્યકર્તાઓમાં ઉર્જા ઉત્પન્ન કરી શકાય.

કેબિનેટ મંત્રીઓએ કરવાનું રહેશે આ કામ

આ સિવાય લોકસભા પ્રવાસ યોજનાના બીજા તબક્કામાં તમામ 40 ક્લસ્ટર પ્રભારી કેબિનેટ મંત્રીઓએ તેમને સોંપેલ લોકસભા મતવિસ્તારોમાં મહિનામાં ઓછામાં ઓછી 1 રાત પ્રવાસ કરવો જોઈએ અને પહેલાથી કરવામાં આવેલા કામમાં સુધારાની સમીક્ષા કરવી જોઈએ, ભાજપ સંગઠનમાંથી પ્રભારી બનાવવામાં આવ્યા છે, તે નેતાઓ અને કોર ગ્રુપના નેતાઓ સાથે બેસીને કરવાનું રહેશે. આ રીતે તમામ ક્લસ્ટર-ઈન્ચાર્જ કેબિનેટ મંત્રીઓએ આગામી 3 મહિનામાં તેમના સંબંધિત ક્લસ્ટરના તમામ 3-4 લોકસભા મતવિસ્તારોમાં 1-1 રાત્રિ પ્રવાસની ખાતરી કરવી પડશે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

તમામ 40 મંત્રીઓએ 5 મુદ્દાનું કામ કરવાનું રહેશે

ભાજપના સૂત્રોનું કહેવું છે કે પાર્ટીની રણનીતિ મુજબ ક્લસ્ટર પ્રભારીએ તેમના પ્રવાસ દરમિયાન સ્થાનિક પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે નિયમિત બેઠકો કરવી પડશે. આ સાથે ભાજપના સ્થાનિક અસંતુષ્ટ નેતાઓની ફરિયાદો સાંભળવાની અને ઉકેલ લાવવાની જવાબદારી પણ સોંપવામાં આવી છે. ભાજપે નક્કી કર્યું છે કે લોકસભા પ્રવાસ યોજનાના ફેઝ 2 હેઠળ કેન્દ્ર સરકારના તમામ 40 મંત્રીઓએ 5 મુદ્દાનું કામ કરવાનું રહેશે.

  • પહેલું – કેમ્પેઈન પ્લાનને ઈમ્પલીમેન્ટ કરવો.
  • બીજું- પબ્લિક આઉટરિચ કાર્યક્રમો ચલાવવા.
  • ત્રીજું – પોલિટિકલ મેનેજમેન્ટ કરવું.
  • ચોથું- નેરેટિવ મેનેજમેન્ટ સેટ કરવું.
  • છેલ્લું અને પાંચમું – ક્લસ્ટરના 1 લોકસભા ક્ષેત્રમાં પ્રવાસ અને રાત્રિ રોકાણ.

આ દરમિયાન ક્લસ્ટરના પ્રભારી કેબિનેટ મંત્રીએ સ્થાનિક ધર્મગુરુઓ, ઋષિમુનિઓ અને વિવિધ સમુદાયોના સ્થાનિક નેતાઓ સાથે તેમના ઘર/સ્થળો પર બંધ બારણે બેઠક યોજવાની હોય છે. સ્થાનિક સમુદાયના તહેવારો અને રીતિ રિવાજોમાં પણ ભાગ લેવો પડશે. સ્થાનિક મેળાઓ, ધાર્મિક વિધિઓ, શેરી કાર્યક્રમો અને લોકલ સ્તરે યોજાતા કાર્યક્રમોમાં ભાગ લો. સંઘના તમામ સંલગ્ન સંગઠનોના સ્થાનિક અધિકારીઓ અને પ્રમુખ કાર્યકરોની સાથે પ્રભારી મંત્રીઓ અને સંગઠનના પ્રભારી આગેવાનો સાથે બેઠક યોજવી પડશે. આ સિવાય સ્થાનિક અસરકારક મતદારો ખાસ કરીને વકીલો, ડોક્ટરો, પ્રોફેસરો, ઉદ્યોગપતિઓ અને વ્યાવસાયિકો સાથે રેગ્યુલર વર્ચ્યુઅલ બેઠકો પણ યોજવી પડશે.

ભાજપે લોકસભા સીટોને 40 ક્લસ્ટરમાં વહેંચી દીધી છે

ભાજપ લોકસભા પ્રવાસ યોજનાના બીજા તબક્કામાં આગામી 18 મહિના દરમિયાન નીચલા સ્તરે એટલે કે બૂથ લેવલ સુધીના નેતાઓ/કાર્યકર્તાઓની સાથે રેગ્યુલર વાતચીત અને સમન્વય સ્થાપિત કરવા માટે પાર્ટી તંત્રને એક્ટિવ રાખવું અને આવનારી તમામ અડચણો દૂર કરવાની ખાતરી હોવી જોઈએ. ભાજપે 144 નબળી અને હારેલી લોકસભા બેઠકોને 40 ક્લસ્ટરમાં વહેંચી છે.

લોકસભા પ્રવાસ યોજનાના તબક્કા 1 હેઠળ તમામ 40 ક્લસ્ટરોમાં 40 કેન્દ્ર સરકારના પ્રધાનોને પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા હતા, જેઓ તેમના સંબંધિત ક્લસ્ટરોમાં રહીને પક્ષ દ્વારા નક્કી કરાયેલા એક ડઝન કાર્યક્રમોમાં સામેલ થયા છે. આ તમામ લોકસભા ક્ષેત્રો પર પોતાનો રિપોર્ટ બનાવીને પાર્ટીએ ટોપના નેતાઓને સોંપી દીધો છે. આ 144 લોકસભાની નબળી બેઠકો પર મે મહિનાથી ભાજપ સતત કામ કરી રહ્યું છે. આ વિશે ભાજપ મુખ્યાલયમાં અત્યાર સુધીમાં બે મોટી બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે.

Next Article