લોકસભા ચૂંટણી-2019 ની તારીખ જાહેર થઈ પણ પહેલી વખત જોવા મળશે આ 10 બાબતો, તમે પણ જાણી લો

|

Mar 11, 2019 | 2:11 AM

દેશમાં લોકશાહીના સૌથી મોટાં તહેવારની જાહેરાત થઈ છે. લોકસભા ચૂંટણી 2019ની તારીખોનું એલાન થયું છે. 7 તબક્કામાં યોજાનારી ચૂંટણીના પ્રથમ તબક્કાનું વૉટિંગ 11મી એપ્રિલ થશે. જ્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 23મી એપ્રિલે મતદાન યોજાશે. સમગ્ર દેશમાં ચૂંટણીના પરિણામો 23મી મેના રોજ જાહેર થશે. આ પણ વાંચો : લોકસભા ચૂંટણી-2019: આ હેલ્પલાઈનના માધ્યમથી તમને ખબર પડશે કે […]

લોકસભા ચૂંટણી-2019 ની તારીખ જાહેર થઈ પણ પહેલી વખત જોવા મળશે આ 10 બાબતો, તમે પણ જાણી લો

Follow us on

દેશમાં લોકશાહીના સૌથી મોટાં તહેવારની જાહેરાત થઈ છે. લોકસભા ચૂંટણી 2019ની તારીખોનું એલાન થયું છે. 7 તબક્કામાં યોજાનારી ચૂંટણીના પ્રથમ તબક્કાનું વૉટિંગ 11મી એપ્રિલ થશે. જ્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 23મી એપ્રિલે મતદાન યોજાશે. સમગ્ર દેશમાં ચૂંટણીના પરિણામો 23મી મેના રોજ જાહેર થશે.

આ પણ વાંચો : લોકસભા ચૂંટણી-2019: આ હેલ્પલાઈનના માધ્યમથી તમને ખબર પડશે કે તમારુ નામ મતદાર યાદીમાં છે કે નહીં

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

આ ચૂંટણીમાં કેટલીક મહત્વની વાતો પણ હશે જે તમારે જાણવી ખૂબ જ જરૂરી છે.

  1. EVMમાં આ વખતે ઉમેદવારનો ફોટો જોવા મળશે, તમામ મતદાન કેન્દ્રો પર VVPATનો ઉપયોગ થશે.
  2. લોકસભાની ચૂંટણીમાં તમામ તબક્કાનું મતદાન મળી 10લાખ બૂથ પર વોટિંગ યોજાશે.
  3. ચૂંટણીમાં 90 કરોડ લોકો મતાધિકારાનો ઉપયોગ કરશે જેમાં 1.5 કરોડ વૉટર્સ 18-19 વર્ષના છે.
  4. 590 નંબર ડાયલ કરી અને SMS દ્વારા વૉટિંગ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં તે ચેક કરી શકશો.
  5. મતદારોને મતદાન કરવા માટેના ઓળખપત્રો માટે 11 વિકલ્પ આપવામાં આવ્યા છે.
  6. EVMનું GPS ટેકનોલોજીની મદદથી ટ્રેકિંગ કરાશે. તમામ વિસ્તારોમાં CRPFને બંદોબસ્તમાં મૂકાશે.
  7. સોશિયલ મીડિયા પર પ્રચાર કરતા પહેલાં રાજકીય પક્ષોએ પરવાનગી લેવી પડશે. આ સાથે સોશિયલ મીડિયાના પ્રચારના ખર્ચની માહિતી પણ ચૂંટણી ખર્ચમાં જોડવાની રહેશે.
  8. પહેલી વખત પેડ ન્યૂઝ પર નજર રાખવા માટે સમિતિનું નિર્માણ થશે.
  9. ફેસબૂક, ટ્વીટર, યૂટ્યૂબ પર રાજકીય જાહેરાતોની જાણકારી એકઠી કરાશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફરિયાદ કરી શકાશે તેના માટે અધિકારી મૂકાશે.
  10. તમામ સંવેદનશીલ મતદાન મથકો પર સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે, તમામ મોટી ઘટનાઓની વીડિયોગ્રાફી થશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article