ચૂંટણી પંચનો કડક આદેશ, ચૂંટણી પ્રચાર દરમિયાન સેના જવાનોના ફોટાના ઉપયોગ કરવા પર લગાવ્યો પ્રતિબંધ

|

Mar 10, 2019 | 2:28 AM

લોકસભાની ચૂંટણી જાહેર થવામાં ગણતરીના કલાકો બાકી છે ત્યારે ચૂંટણી પંચે એક મહત્વનો નિર્ણય લઇને તમામ રાજકીય પક્ષોને કડક સૂચના આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ચૂંટણી પ્રચાર દરમિયાન કોઇ પણ રાજકીય પક્ષ ભારતીય સેના જવાનનો ફોટો ઉપયોગ કરી શકશે નહીં. રક્ષા મંત્રાલયની માંગણી જો કે આ માંગણી અંગે 2013માં સંરક્ષણ મંત્રાલયે ચૂંટણી પંચને […]

ચૂંટણી પંચનો કડક આદેશ, ચૂંટણી પ્રચાર દરમિયાન સેના જવાનોના ફોટાના ઉપયોગ કરવા પર લગાવ્યો પ્રતિબંધ

Follow us on

લોકસભાની ચૂંટણી જાહેર થવામાં ગણતરીના કલાકો બાકી છે ત્યારે ચૂંટણી પંચે એક મહત્વનો નિર્ણય લઇને તમામ રાજકીય પક્ષોને કડક સૂચના આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ચૂંટણી પ્રચાર દરમિયાન કોઇ પણ રાજકીય પક્ષ ભારતીય સેના જવાનનો ફોટો ઉપયોગ કરી શકશે નહીં.

રક્ષા મંત્રાલયની માંગણી

જો કે આ માંગણી અંગે 2013માં સંરક્ષણ મંત્રાલયે ચૂંટણી પંચને એક પત્ર લખ્યો હતો, જેમાં કહેવાયું હતું કે રાજકીય પક્ષો અને નેતાઓ તરફથી સેનાના જવાનોના ફોટાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તેના અંગે ચૂંટણી પંચે યોગ્ય દિશા-નિર્દેશ આપવો જોઈએ.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ચૂંટણી પંચ તરફથી આપવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે, સંરક્ષણ મંત્રાલય તરફથી તેમના ધ્યાને લાવવામાં આવ્યું હતું કે, કેટલાક રાજકીય પક્ષો દેશની સેનાના જવાનોના ફોટાનો ઉપયોગ ચૂંટણી પ્રચાર અને રાજકીય પ્રોપેગેન્ડા માટે કરી રહ્યા છે.

શું લેવામાં આવશે પગલાં 

આ પછી ચૂંટણી પંચ તરફથી સ્પષ્ટ રીતે સુચના આપવામાં આવી છે કે, ચૂંટણી પંચના આદેશનું ઉલ્લંઘન કરનારા નેતાઓ અને પક્ષો સામે આચાર સંહિતા લાગુ થઈ ગયા બાદ કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ ચૂંટણી પંચે દેશના રાષ્ટ્રીય અને સ્થાનિક પક્ષોને જવાનોના ફોટાનો ઉપયોગ ન કરવા માટે આદેશ આપ્યો છે.

પોતાની જાહેરાતમાં ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું કે, સુરક્ષા દળો દેશની સરહદો, ક્ષેત્ર અને સમગ્ર રાજકીય તંત્રના પ્રહરી છે. લોકશાહીમાં તેમની ભૂમિકા નિષ્પક્ષ અને બિનરાજકીય છે. આ કારણે એ જરૂરી છે કે ચૂંટણી પ્રચારમાં સુરક્ષા દળોનો ઉલ્લેખ કરતા સમયે રાજકીય પક્ષો અને નેતાઓ સાવચેતી રાખે.

શા માટે જરૂર ઊભી થઈ ?

અત્રે નોંધનીય છે કે, પુલવામા આતંકવાદી હુમલા બાદ અનેક રાજકીય પક્ષોના મંચ પર શહીદ જવાનોના ફોટો લગાવાયા હતા. ત્યાર બાદ વાયુસેનાની પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક બાદ પાઈલટ અભિનંદનના ફોટાનો ઉપયોગ પણ ચૂંટણી પોસ્ટર અને સોશિયલ મીડિયા કેમ્પેઈનમાં કરવામાં આવી રહ્યો છે.

ક્યારે જાહેર થશે ચૂંટણી

લોકસભા ચૂંટણીની તૈયારીઓ અંગે ચૂંટણી પંચની શનિવારે બેઠક મળી હતી. જેમાં જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીની તૈયારીઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, ચૂંટણી પંચ આગામી 72 કલાકમાં ગમે ત્યારે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:28 am, Sun, 10 March 19

Next Article