લો બોલો ! કોલેજના ક્લાસ રૂમમાં ધૂસી ગયો દીપડો, પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓમાં હડકંપ,જુઓ VIDEO

|

Dec 02, 2021 | 3:33 PM

આ ઘટના અલીગઢ જિલ્લાના ચૌધરી નિહાલ સિંહ ઈન્ટર કોલેજની છે. જ્યાં દીપડો કોલેજના ક્લાસ રૂમમાં ઘુસી ગયો હતો. આ ઘટનાથી કોલેજ અને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

લો બોલો ! કોલેજના ક્લાસ રૂમમાં ધૂસી ગયો દીપડો, પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓમાં હડકંપ,જુઓ VIDEO
Leopard

Follow us on

Uttar Pradesh : ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાની એક કોલેજમાં દીપડો (Leopard) ઘૂસી જતાં હંગામો મચી ગયો હતો. જેના કારણે વિદ્યાર્થીઓમાં નાસભાગ મચી ગઈ હતી અને તેઓ બહાર ભાગવા લાગ્યા હતા. આ દરમિયાન દીપડાએ એક વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. જોકે, આગ્રાના વન વિભાગ અને વન્યજીવ ટીમે (Forest Department) દીપડાને પકડવા માટે સમયસર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરતા મોટી દૂર્ધટના ટળી હતી. લગભગ 9 કલાકની જહેમત બાદ દીપડાનું રેસક્યુ કરવામાં આવ્યુ હતુ.

જુઓ વીડિયો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

ભારે જહેમત બાદ કરાયુ રેસક્યુ

આ ઘટના અલીગઢ જિલ્લાના ચૌરા શહેરની ચૌધરી નિહાલ સિંહ ઈન્ટર કોલેજની(Nihal Singh Inter College)  છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીનું નામ લખીરાજ છે. તેણે પોલીસને જણાવ્યું હતુ કે, હું વર્ગમાં દાખલ થયો કે તરત જ મેં જોયું કે દીપડો ત્યાં બેઠો હતો. હું પાછો ફર્યો કે તરત જ તેણે મારા પર હુમલો કર્યો. તમને જણાવી દઈએ કે, આ હુમલામાં વિદ્યાર્થીને પીઠ અને તેના હાથ પર ઘણી ઇજાઓ છે. માહિતી મળતા જ કોલેજ પ્રશાસને (College Management) ઘટના અંગે પોલીસ અને વન વિભાગને જાણ કરી હતી, ત્યારબાદ પોલીસ અને વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

કોલેજ પરિસરમાં હંગામો મચી ગયો

ઉલ્લેખનીય છે કે, હાલ કોલેજમાં પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે બુધવારે પણ રાબેતા મુજબ વિદ્યાર્થીઓ પરીક્ષા (College Exam) આપવા આવ્યા હતા. આવી સ્થિતિમાં કોલેજના બીજા માળે રૂમ નંબર-10માં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા કે અંદર બેઠેલા દીપડો બેઠો હતો. આ હુમલામાં લખીરાજ નામનો યુવક ઘાયલ થયો હતો. જેના કારણે વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઈ હતી.દિપડો વર્ગખંડમાં હોવાની અને હુમલો કર્યાની જાણ થતાં સમગ્ર કોલેજમાં નાસભાગ મચી ગઈ હતી.

 

આ પણ વાંચો : ઓમિક્રોનનું સંકટ : જોખમ ધરાવતા દેશોમાંથી મુંબઈ આવેલા વધુ ત્રણ લોકો કોરોના સંક્રમિત, તંત્રની વધી ચિંતા

આ પણ વાંચો : Education Model : “દિલ્હીનું શિક્ષણ મોડેલ ફેક”, પંજાબના શિક્ષણ પ્રધાને કેજરીવાલ સરકાર પર ઉઠાવ્યા સવાલ

Published On - 10:45 am, Thu, 2 December 21

Next Article