Delhi: ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને (Lawrence Bishnoi) બુધવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે બિશ્નોઈને 14 જૂન સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે. પટિયાલા હાઉસ કોર્ટમાં લોરેન્સ બિશ્નોઈને લોકઅપ રૂમમાંથી જ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર કરવામાં આવ્યો. આ ફિઝિકલ રીતે કોર્ટમાં હાજરી ન હતી.
તમને જણાવી દઈએ કે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને આર્મ્સ એક્ટ કેસમાં 14 જૂન સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. આ પહેલા કોર્ટે તેને શનિવારે 4 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. આ દરમિયાન પોલીસે બિશ્નોઈની પણ પૂછપરછ કરી હતી.
આર્મ્સ એક્ટ કેસમાં ગેંગસ્ટરની 24 મે 2023ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેની પાસેથી પિસ્તોલ અને ગેરકાયદેસર હથિયારો જપ્ત કર્યા હતા.
આ પણ વાંચો: Maharashtra: અહમદનગર હવે અહિલ્યાનગરથી ઓળખાશે, મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ કરી મોટી જાહેરાત
આ પહેલા ગુજરાત ATS દ્વારા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને 10મેના રોજ અમદાવાદની સાબરમતી જેલમાં લવાયો હતો. નલિયાથી લોરેન્સને સાબરમતી જેલ લવાયો હતો. સાબરમતી જેલમાં લોરેન્સ હાઇ સિક્યુરીટી ઝોનમાં રખાવામાં આવ્યો હતો. કચ્છના જખૌ નજીકથી ઝડપાયેલા 200 કરોડના ડ્રગ્સ કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.
બિશ્નોઇના 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં એટીએસની ટીમે નલિયાની કોર્ટમાં રજૂ કર્યો હતો. પરંતુ વધુ રિમાન્ડની માગ ન કરાતા જેલ જવાલે કરાયો હતો. મહત્વનું છે કે પાકિસ્તાનથી ડ્રગ્સ મંગાવનારા કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ધરપકડ કરી નલિયા કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે તેના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 2022માં જખૌથી ઝડપાયેલા 194 કરોડના ડ્રગ્સ કેસમાં લોરેન્સની સંડોવણી ખુલી હતી. જે બાદ ATSએ ગેંગસ્ટર લોરેન્સને નલિયા કોર્ટમાં રજૂ કર્યો હતો.
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની પૂછપરછમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની મોટી કબૂલાત સામે આવી હતી. લોરેન્સે કબૂલાત કરી હતી કે બોલિવૂડ એક્ટર સલમાન ખાન તેના ટોપ ટેન ટાર્ગેટ લિસ્ટમાં નંબર વન પર છે. તેણે કહ્યું કે તે કોઈપણ કિંમતે સલમાન ખાનને મારી નાખવા માંગે છે. આ સિવાય તેણે તે લોકોના નામ પણ આપ્યા છે જે તેના ટોપ-10 લિસ્ટમાં સામેલ છે. ત્રીજા નંબર પર મનદીપ ધાલીવાલ છે, જેની ગયા વર્ષે ઓગસ્ટમાં હત્યા કરવામાં આવી હતી.