CM અરવિંદ કેજરીવાલની સુરક્ષામાં ખામી, ઘરની ઉપર નો ફ્લાય ઝોનમાં ડ્રોન ઉડતું જોવા મળ્યું, તપાસ શરૂ

Security Collapse in Arvind Kejriwal: દિલ્હી એક કેન્દ્રશાસિત પ્રદેશ છે. દિલ્હીના મુખ્યમંત્રીની સુરક્ષા ખૂબ જ ચુસ્ત છે. દિલ્હીના સીએમને ગૃહ મંત્રાલય તરફથી ઝેડ પ્લસ સુરક્ષા મળી છે. જેમાં એસ્કોર્ટ, ક્લોઝ પ્રોટેક્શન ટીમની સાથે સાદા યુનિફોર્મમાં મોટી સંખ્યામાં પોલીસ પણ છે. સીઆરપીએફના જવાનો પણ સીએમની સુરક્ષામાં લાગેલા છે.

CM અરવિંદ કેજરીવાલની સુરક્ષામાં ખામી, ઘરની ઉપર નો ફ્લાય ઝોનમાં ડ્રોન ઉડતું જોવા મળ્યું, તપાસ શરૂ
Lack of security of CM Arvind Kejriwal (File)
| Edited By: | Updated on: Apr 25, 2023 | 7:20 PM

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સુરક્ષામાં મંગળવારે મોટી ચૂક સામે આવી છે. મુખ્યપ્રધાન કેજરીવાલના ઘર ઉપર એક શંકાસ્પદ ડ્રોન ઉડતું જોવા મળ્યું હતું. મુખ્યમંત્રીનું નિવાસસ્થાન સંપૂર્ણપણે નો ફ્લાય ઝોનમાં રહે છે. નો ફ્લાય ઝોનમાં ડ્રોન જોવા મળ્યા બાદ પોલીસ વિભાગ એલર્ટ થઈ ગયું છે. દિલ્હી પોલીસના અધિકારીઓ ડ્રોન ઉડાડનાર વ્યક્તિની શોધમાં છે.

 

સીએમના નિવાસસ્થાન ઉપર શંકાસ્પદ ડ્રોન ઉડાવવાની માહિતી પોલીસ વિભાગને મળતા જ. પોલીસ એ તપાસ કરી રહી છે કે મુખ્યમંત્રીના નિવાસસ્થાનની આસપાસ કયા લોકોએ ડ્રોન નોંધ્યા છે. પોલીસ ડ્રોન ધારકોના રેકોર્ડની તપાસ કરી રહી છે.

જણાવી દઈએ કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને Z પ્લસ સુરક્ષા મળી છે. આ પહેલા પણ સીએમ કેજરીવાલની સુરક્ષામાં ઘણી વખત ક્ષતિઓ જોવા મળી છે. ગયા વર્ષે માર્ચ મહિનામાં કેટલાક વિરોધીઓએ કેજરીવાલના ઘરમાં તોડફોડ કરી હતી.

દેખાવકારોએ સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા

સીએમ આવાસની બહાર મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો એકઠા થયા હતા. આ પ્રદર્શન ફિલ્મ ધ કાશ્મીર ફાઇલને લઈને કરવામાં આવી રહ્યું હતું. સીએમ કેજરીવાલે વિધાનસભામાં ફિલ્મ વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. જેને લઈને ભાજપના સમર્થકો રોષે ભરાયા હતા. સીએમ આવાસ પર પોલીસ બેરીકેટ તોડીને તેઓ દરવાજા સુધી પહોંચ્યા હતા. ઘરની બહાર લગાવેલા સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતા.

સીએમ કેજરીવાલની સુરક્ષા ખૂબ જ કડક છે

દિલ્હી એક કેન્દ્રશાસિત પ્રદેશ છે. દિલ્હીના મુખ્યમંત્રીની સુરક્ષા ખૂબ જ ચુસ્ત છે. દિલ્હીના સીએમને ગૃહ મંત્રાલય તરફથી ઝેડ પ્લસ સુરક્ષા મળી છે. જેમાં એસ્કોર્ટ, ક્લોઝ પ્રોટેક્શન ટીમની સાથે સાદા યુનિફોર્મમાં મોટી સંખ્યામાં પોલીસ પણ છે. સીઆરપીએફના જવાનો પણ સીએમની સુરક્ષામાં લાગેલા છે. સાથે જ ઘરમાં આવનાર દરેક વ્યક્તિની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવે છે. સંપૂર્ણ રેકોર્ડ રાખવામાં આવે છે. ત્યાર બાદ જ તે વ્યક્તિને સીએમ આવાસમાં પ્રવેશ મળે છે.

ચાર શહીદ સૈનિકોના પરિવારોને આર્થિક મદદની જાહેરાત

સીએમ ભગવંત માને શુક્રવારે પંજાબના ચાર શહીદ સૈનિકોના પરિવારોને આર્થિક મદદની જાહેરાત કરી છે. આ અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેઓ શહીદોના પરિવારજનો સાથે છે. તેને પોતાના દેશના જવાનો પર ગર્વ છે.

Published On - 7:20 pm, Tue, 25 April 23