કોરોનાની બીકે હજુ પણ ગુજરાતમાં આવવા શ્રમિકોનો નનૈયો, વારાણસીથી અમદાવાદ 220 પ્રવાસીઓ જ પરત, મોટાભાગની ટ્રેનોની ખાલીખમ સ્થિતિ

|

Jun 08, 2020 | 9:01 AM

સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ કોરોનાએ  વેરેલા કહેરની થપાટ ખાઈ ચુકેલા શ્રમિકો અને પરપ્રાંતમાંથી ગુજરાતમાં આવેલા હવે પરત ફરવા તૈયાર નથી. આ અમે નથી કહી રહ્યા પરંતુ ગુજરાતમાંથી બહારનાં રાજ્યોમાં દોડી રહેલી ટ્રેનનાં આંકડા બતાવી રહ્યા છે. ગુજરાતના ઉદ્યાેગ અને વેપાર ધંધાની કમર આ જ શ્રમિકો મનાય છે કે જેને લઈને ગુજરાતમાં ઉદ્યોગો ઘણા મોટા […]

કોરોનાની બીકે હજુ પણ ગુજરાતમાં આવવા શ્રમિકોનો નનૈયો, વારાણસીથી અમદાવાદ 220 પ્રવાસીઓ જ પરત, મોટાભાગની ટ્રેનોની ખાલીખમ સ્થિતિ
http://tv9gujarati.in/korona-ni-bik-th…g-ni-train-khali/

Follow us on

સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ કોરોનાએ  વેરેલા કહેરની થપાટ ખાઈ ચુકેલા શ્રમિકો અને પરપ્રાંતમાંથી ગુજરાતમાં આવેલા હવે પરત ફરવા તૈયાર નથી. આ અમે નથી કહી રહ્યા પરંતુ ગુજરાતમાંથી બહારનાં રાજ્યોમાં દોડી રહેલી ટ્રેનનાં આંકડા બતાવી રહ્યા છે. ગુજરાતના ઉદ્યાેગ અને વેપાર ધંધાની કમર આ જ શ્રમિકો મનાય છે કે જેને લઈને ગુજરાતમાં ઉદ્યોગો ઘણા મોટા સ્તર પર વિકાસ પણ પામ્યા છે.

અમદાવાદથી વારાણસી માટે રવાના થયેલી ટ્રેન ગુજરાતમાંથી રવાના થઈ ત્યારે પૂર્ણ પણે ભરાયેલી હતી, પરંતુ પરત ફરી ત્યારે તે માત્ર 220 જેટલા મુસાફરો સાથે પરત ફરી હતી. આ હાલત બધા શહેરો માટે પણ છે. અમદાવાદ, સુરત તેમજ ગુજરાતના અન્ય શહેરો માટે પણ મુસાફરો નથી મળી રહ્યા. અમદાવાદથી રવિવારે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં ગુજરાતમાં ઉતરવા માટે માત્ર ત્રીસ જેટલા પ્રવાસીઓએ જ ટિકીટ લીધી હતી. કોઈ પણ ટ્રેનની વાત કરીએ તો બે હજાર જેટલી બેઠક અંદર રહે છે. અમદાવાદથી વારાણસી પહોચેલી ટ્રેનમાં પણ એટલા જ પ્રવાસીઓ હતા, પરત ફરતી સમયે તેમની સંખ્યા 220 જેટલી હતી. સ્લીપર અને જનરલ તેમજ એસી કોચમાં અડધો અડધ સીટો ખાલી જોવા મળી હતી. આવી જ હાલત કઈક મુંબઈ જવા વાળી કામાખ્યા એક્સપ્રેસ ટ્રેનની હતી કે જેમાં માંડ 300 જેટલા પ્રવાસીઓ જ હતા.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Next Article