સ્વિસ બૅંકોમાં કાળુનાણું રાખનારા 11 ભારતીયોને નોટિસ, જાણો કોના કોના નામ છે સામેલ?

|

May 27, 2019 | 3:38 AM

મોદી સરકાર ફરી સત્તામાં આવવાની સાથે જ સ્વિટ્ઝર્લેન્ડે પણ તેમની બૅંકોમાં પૈસા મુકનારા ભારતીયો પર પગલાં લેવાના શરૂ કરી દીધા છે. સ્વિટ્ઝર્લેન્ડે આવા ભારતીયો વિશે સુચનાઓ આપવાની પ્રક્રિયા વધારી દીધી છે. કાળુ નાણું જમા કરાવવાને લઈને સૌથી સુરક્ષિત જગ્યા માનવામાં આવતા સ્વિટ્ઝર્લેન્ડે ગયા અઠવાડિયે જ લગભગ 12 ભારતીય લોકોને આ સંબંધિત નોટિસ આપી છે. સ્વિટ્ઝર્લેન્ડના […]

સ્વિસ બૅંકોમાં કાળુનાણું રાખનારા 11 ભારતીયોને નોટિસ, જાણો કોના કોના નામ છે સામેલ?

Follow us on

મોદી સરકાર ફરી સત્તામાં આવવાની સાથે જ સ્વિટ્ઝર્લેન્ડે પણ તેમની બૅંકોમાં પૈસા મુકનારા ભારતીયો પર પગલાં લેવાના શરૂ કરી દીધા છે. સ્વિટ્ઝર્લેન્ડે આવા ભારતીયો વિશે સુચનાઓ આપવાની પ્રક્રિયા વધારી દીધી છે. કાળુ નાણું જમા કરાવવાને લઈને સૌથી સુરક્ષિત જગ્યા માનવામાં આવતા સ્વિટ્ઝર્લેન્ડે ગયા અઠવાડિયે જ લગભગ 12 ભારતીય લોકોને આ સંબંધિત નોટિસ આપી છે.

સ્વિટ્ઝર્લેન્ડના અધિકારીઓએ માર્ચથી અત્યાર સુધી સ્વિસ બૅંકોના ભારતીય ગ્રાહકોને લગભગ 25 નોટિસ મોકલીને ભારત સરકારને તેમની જાણકારી આપવાની વિરૂધ્ધ અપીલ કરવાની એક તક આપવામાં આવી છે. સ્વિટ્ઝર્લેન્ડના ફેડરેલ ટેક્સ એડમિનિસ્ટ્રેશન દ્વારા મોકલેલી આ નોટિસોનું વિશ્લેષણ કરવા પર જાણવા મળ્યું કે સ્વિસ સરકારે એવા ખાતાધારકોનું નામ ઘણાં દેશોની સાથે આપવાની પ્રક્રિયાને થોડા દિવસ પહેલા વધારી દીધી છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

TV9 Gujarati

 

ખાસ કરીને ભારતની વાત કરીએ તો આ મામલે ઘણાં અઠવાડિયાથી વધારો જોવા મળી રહ્યો છે. ભારતની મોદી સરકારને વિદેશોમાં કાળુ નાણું જમા કરાવનારા વિરૂધ્ધ એક સખત વલણ છે. સ્વિસ અધિકારીઓએ જે 2 ભારતીયોના પુરા નામ લખ્યા છે તેમના નામ છે. મે 1949માં જન્મેલા કૃષ્ણ ભગવાન રામચંદ અને સપ્ટેમ્બર 1972માં જન્મેલા કલ્પેશ હર્ષદ કિનારીવાલા સામેલ છે પણ તેમની વિશે અન્ય જાણકારીઓનો ખુલાસો કરવામાં આવ્યો નથી.

બીજા નામોમાં તેમના શરૂઆતના અક્ષર જણાવવામાં આવ્યા છે. તેમાં 24 નવેમ્બર 1944માં જન્મેલા મિસેજ ASBK, 9 જુલાઈ 1944માં જન્મેલા મિસ્ટર ABKI, 2 નવેમ્બર 1983માં જન્મેલા શ્રીમતી PSS, 22 નવેમ્બર 1973માં જન્મેલા શ્રીમતી RAS, 27 નવેમ્બર 1944માં જન્મેલા APS, 14 ઓગસ્ટ 1949માં જન્મેલા શ્રીમતી ADS, 20મે 1935માં જન્મેલા MLA 21 ફેબ્રુઆરી 1968માં જન્મેલા મિસ્ટર NMA અને 27 જૂન 1973માં જન્મેલા મિસ્ટર MMA સામેલ છે. આ નામ કોના છે તે જાણવા માટે હવે ભારતમાં ઉત્સુકતા પેદા થઈ રહી છે.

આ પણ વાંચો: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ કેસ બાબતે આજે અમદાવાદ કોર્ટમાં રહેશે હાજર

આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે સંબંધિત ગ્રાહક કે તેમના કોઈ પ્રતિનિધિ જરૂરી દસ્તાવેજોની સાથે 30 દિવસની અંદર અપીલ કરવા માટે હાજર થાય અને જણાવે કે તેમના ખાતાથી જોડાયેલી જાણકારી ભારત સરકારને કેમ ના જણાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે સ્વિટ્ઝર્લેન્ડ તેમના બૅંકમાં ખાતુ ધરાવતા ગ્રાહકોની ગોપનીયતા જાળવી રાખવા માટે જાણીતું છે.

ટેકસ ચોરીના મામલે વૈશ્વિક સ્તર પર કરાર કર્યા પછી ગોપનીયતાની આ દિવાલ હવે સુરક્ષિત રહી નથી. ખાતાધારકોની સુચનાઓને આપવાને લઈને ભારત સરકારની સાથે તેમનો કરાર કરવામાં આવ્યો છે. અન્ય દેશોની સાથે પણ આ કરાર કરવામાં આવ્યો છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ લિસ્ટમાં આપેલા ઘણાં નામો HSBCની લીક લિસ્ટ અને પનામા પેપર્સની લિસ્ટમાં છે. તેના વિશે ભારતની એજન્સીઓ તપાસ કરી રહી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article